AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1987 World Cup: ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં બાઉન્ડ્રી વિવાદ, 1 રનથી ગુમાવી હતી મેચ

માત્ર એક રન માટે હાર, અને એ પણ વર્લ્ડ કપ જવી મોટી ટુર્નામેન્ટમાં, આવી હાર હંમેશા યાદ રહી જાય છે. આવું જ બન્યું હતું 1987 વર્લ્ડ કપમાં ભારત સાથે. જેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને એક રને હાર મળી હતી. જેમાં મોટો વિવાદ પણ થયો હતો જેને ભારતીય ટીમ ક્યારેય ભૂલી નહીં શકે.

1987 World Cup: ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં બાઉન્ડ્રી વિવાદ, 1 રનથી ગુમાવી હતી મેચ
1987 World Cup
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 10:20 PM
Share

વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવની આગેવાનીમાં ભારતે 1987 વર્લ્ડ કપમાં સતત બીજી વાર વર્લ્ડ કપ (World Cup) જીતવાના ઈરાદા સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી. જેમાં એક મુકાબલામાં ભારતીય ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો. અંતિમ ઓવરમાં ઓલ આઉટ થઈ ટીમ ઈન્ડિયા (Team India) હારી ગઈ અને ભારતને માત્ર એક રનથી હારનો સામનો કરવા પડ્યો. પરંતુ આ એક રન કપિલ દેવની દરિયાદિલી અને ખેલ ભાવનાના કારણે ઓસ્ટ્રેલિયા (Australia) ને મળ્યો હતો. જે અંગે મેચમાં મોટો વિવાદ થયો અને બાદમાં ભારતને માત્ર એક રન માટે હાર મળી હતી.

1987 વર્લ્ડ કપમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈમાં મેચ રમાઈ હતી. કેપ્ટન કપિલ દેવે ટોસ જીતી બોલિંગ પસંદ કરી અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. જ્યોફ માર્શના 110 રન અને ડેવિડ બૂનના 49 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ 270 રન બનાવ્યા અને ભારતને 271 રનનો ટાર્ગેટ આપ્યો.

ઓસ્ટ્રેલિયાએ ભારતને એક રને હરાવ્યું

ટાર્ગેટનો પીછો કરતાં સુનીલ ગાવસ્કર અને શ્રીકાંતે ભારતને સારી શરૂઆત આપી. શ્રીકાંતે 70, ગાવસ્કરે 39, બાદમાં નવજોત સિંહ સિદ્ધુએ 73 રન બનાવ્યા. દિલીપ વેંગસરકરે 29 રનનું યોગદાન આપ્યું. ત્યારબાદ કોઈ ખેલાડીઓ લાંબી ઇનિંગ રમી શક્યા નહીં અને ભારત 49.5 ઓવરમાં 269 રન પર ઓલઆઉટ થયું. ઓસ્ટ્રેલિયાએ મેચ એક રને જીતી લીધી.

શું હતો બાઉન્ડ્રી વિવાદ ?

ભારત માત્ર એક રન માટે હારી ગયું હતું. પરંતુ આ મેચ ભારત જીતી શક્યું હોત અથવા મેચ ટાઈ થઈ હોત, જો કેપ્ટન કપિલ દેવે રવિ શાસ્ત્રીની વાત માની હોત તો. પરંતુ આવું થયું નહીં અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને હારનો સામનો કરવો પડ્યો. એક બાઉન્ડ્રી વિવાદે ભારતને એક રને હારવા મજબૂર કર્યું.

આ પણ વાંચો : IND vs AUS: ટીમ ઈન્ડિયા પાસે ખેલાડીઓની કમી, સિલેક્શનમાં માત્ર 13 જ ખેલાડીઓ

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડીન જોન્સે હવામાં શોટ માર્યો, જેને રવિ શાસ્ત્રીએ પણ બાઉન્ડ્રી પર પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. પરંતુ સિક્સર હતી કે ફોર એ સ્પષ્ટ ન થયું. ત્યારે શાસ્ત્રીએ ફોર નો ઈશારો કર્યો, જ્યારે ડીને સિક્સ હોવાની અપીલ કરી. જે બાદ વિવાદ ઊભો થયો.

ફોર અને સિક્સર વચ્ચેનો વિવાદ વધતા આખરે ભારતીય કેપ્ટન કપિલ દેવે રમતની ભાવનાથી સિક્સર હોવાનું સ્વીકાર કર્યું. જે બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 270 થયો અને ભારત 269 રનમાં ઓલઆઉટ થયું. જો તે સિક્સરની જગ્યાએ ફોર માનવામાં આવ્યો હોત, તો ભારત મેચ ટાઈ કરી શક્યું હોત. પરંતુ એવું થયું નહીં ઓસ્ટ્રેલિયાએ મેચ એક રને મેચ જીતી લીધી અને બાદમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ પર પણ કબજો કર્યો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">