World Cup 1996 : જ્યારે શ્રીલંકાની ટીમ રમ્યા વિના બે મેચ જીતી ગઈ, જાણો વિવાદિત ઈતિહાસ

વર્લ્ડ કપ 2023 શરૂ થવા જઈ રહ્યો છે, ટૂર્નામેન્ટ ભારતમાં 5 સપ્ટેમ્બરથી શરૂ થશે. પરંતુ ક્રિકેટના આ મહાકુંભ પહેલા વર્લ્ડ કપની એવી બે મેચની ઘટના જેના વિશે બહુ ઓછા ચાહકો જાણે છે તે અમે તમને જણાવશું. જેમાં મેચ રમ્યા વિના જ બે ટીમોને પરાજિત જાહેર કરી દેવામાં આવી હતી. 1996 વર્લ્ડ કપમાં શ્રીલંકાએ પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

World Cup 1996 : જ્યારે શ્રીલંકાની ટીમ રમ્યા વિના બે મેચ જીતી ગઈ, જાણો વિવાદિત ઈતિહાસ
World Cup 1996
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2023 | 11:32 PM

ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ભારતમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 48 મેચો રમાશે. સ્વાભાવિક છે કે 48 મેચોની આ ટૂર્નામેન્ટમાં બેટ અને બોલ વચ્ચે ટક્કર થશે અને ઘણા નવા રેકોર્ડ બનશે અને નવો ઈતિહાસ સર્જાશે. રેકોર્ડ સિવાય વર્લ્ડ કપમાં કોઈક વિવાદ (Controversy) બાદ જે આ ટૂર્નામેન્ટ એક અલગ સ્તર પર પહોંચી જાય છે. વર્લ્ડ કપ 2023માં શું વિવાદ થશે તે તો કોઈ નથી જાણતું, પરંતુ વર્ષ 1996માં આ ટૂર્નામેન્ટમાં કંઈક એવું થયું જેના વિશે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય.

1996માં બે ટીમો મેચ રમ્યા વિના જ હારી ગઈ

વર્લ્ડ કપ 1996માં બે ટીમો એવી હતી જે મેચ રમ્યા વિના હારી ગઈ હતી. આ ટીમો ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ હતી જેમણે વર્લ્ડ કપની એક મેચ રમવાની ના પાડી દીધી હતી અને તેના કારણે તેમની વિરોધી ટીમોને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

શ્રીલંકા બે મેચ રમ્યા વિના જીતી ગયું

આ હોબાળો 1996ના વર્લ્ડ કપની 5મી મેચથી શરૂ થયો હતો. દિવસ 17 ફેબ્રુઆરી શનિવાર હતો. આ મેચ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થવાની હતી. પરંતુ કોલંબોમાં યોજાનારી આ મેચ થઈ ન હતી અને શ્રીલંકાને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી ટૂર્નામેન્ટની 15મી મેચમાં પણ કંઈક આવું જ થયું. 25 ફેબ્રુઆરી 1996ના રોજ વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે ટક્કર થવાની હતી અને ફરી એકવાર શ્રીલંકાને મેચ રમ્યા વિના જ જીત આપી દેવામાં આવી. હવે પ્રશ્ન એ છે કે આવું કેમ થયું?

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : World Cup 2023 : પાકિસ્તાન ટીમને વર્લ્ડ કપ માટે વિઝા મળ્યા, આ દિવસે ભારત પહોંચશે

શ્રીલંકામાં વિસ્ફોટો

હકીકતમાં 1996 માં, શ્રીલંકાના ઉત્તરીય વિસ્તારોમાં LTTE અને સેના વચ્ચે જોરદાર યુદ્ધ ચાલી રહ્યું હતું. મુલૈતિવુમાં શ્રીલંકાની સેના અને LTTE વચ્ચેનું આ યુદ્ધ 18 જુલાઈથી 25 જુલાઈ 1996 સુધી ચાલ્યું હતું જેમાં ઘણા બોમ્બ વિસ્ફોટ થયા હતા. કહેવાય છે કે આ વિસ્ફોટોમાં સેંકડો લોકોના મોત થયા હતા. આ જ કારણ હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોએ કોલંબોમાં રમવાની ના પાડી દીધી હતી. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ બંનેને મેચ ન રમવાના કારણે હાર આપવામાં આવી હતી અને શ્રીલંકાને વોકઓવર દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

શ્રીલંકાએ પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

રસપ્રદ વાત એ છે કે ઓસ્ટ્રેલિયા પોતાની પ્રથમ મેચ વોકઓવરમાં હારી ગયું હોવા છતાં તે ફાઇનલમાં પહોંચી ગયું હતું. ફાઇનલમાં તેનો મુકાબલો શ્રીલંકા સામે થયો હતો. શ્રીલંકાએ શાનદાર પ્રદર્શન કર્યું અને 1996ના વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. શ્રીલંકા માટે આ ઐતિહાસિક જીત હતી કારણ કે આ ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">