Yashasvi Jaiswal : 15 છગ્ગા-ચોગ્ગાની મદદથી તોફાની સદી, યશસ્વી જયસ્વાલે T20માં રચ્યો ઈતિહાસ
યશસ્વી જયસ્વાલે નેપાળ સામે વિસ્ફોટક સદી ફટકારી છે. તેની સદીના કારણે જ ભારત 200 રનનો સ્કોર પાર કરી શક્યું હતું. T20 આંતરરાષ્ટ્રીયમાં યશસ્વી જયસ્વાલના બેટમાંથી આ પ્રથમ સદી છે. યશસ્વીએ માત્ર 48 બોલમાં સદી ફટકારી હતી. જોકે યશસ્વી સદી ફટકાર્યા બાદ આઉટ થઈ ગયો હતો.
ટીમ ઈન્ડિયા (Team India) ના બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ભારતીય બેટિંગનું ભવિષ્ય છે. ટીમ ઈન્ડિયા માટે આ વખતે T20 ફોર્મેટમાં યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) નો ધમાકો જોવા મળ્યો હતો. નેપાળની ટીમ સામે સદી યશસ્વી જયસ્વાલની ફટકારી T20 કારકિર્દીની પ્રથમ સદી છે. આ સાથે જ તે એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે.
T20 ઈન્ટરનેશનલમાં ઈતિહાસ રચ્યો
યશસ્વી જયસ્વાલે આ શાનદાર સદી સાથે T20 ઈન્ટરનેશનલમાં ઈતિહાસ રચ્યો હતો. તે હવે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ભારતનો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. જયસ્વાલે 21 વર્ષ નવ મહિના અને 13 દિવસની ઉંમરે સદી ફટકારી શુભમન ગિલના અગાઉના રેકોર્ડને તોડ્યો હતો. યશસ્વી સુરેશ રૈના, વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા અને શુભમન ગિલ બાદ T20 માં સદી નોંધાવનાર આઠમો ભારતીય બેટર બન્યો હતો.
Shubman Gill broke Suresh Raina’s record in 2023. Yashasvi Jaiswal breaks Shubman Gill’s record in 2023 https://t.co/oJqajtAsrE #INDvNEP #AsianGames pic.twitter.com/nf1xZzOs6z
— Ayaz Bhatti (@AyazBha95554708) October 3, 2023
યશસ્વીની તોફાની સદી
યશસ્વી જયસ્વાલે 49 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 સિક્સ અને 8 ફોર ફટકારી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 204નો રહ્યો હતો. ઇનિંગ દરમિયાન યશસ્વીએ 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જ્યારે તેણે 48માં બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. જો કે, સદી પૂરી કર્યા પછી, તે બીજા જ બોલ પર એટલે કે 49માં બોલ પર આઉટ થયો હતો. આ રીતે, યશસ્વી ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન છે.
Yashasvi Jaiswal is 5th Fastest Indian To Score T20I Hundred . pic.twitter.com/1QOmzdoB0H
— Junaid Khan (@JunaidKhanation) October 3, 2023
યશસ્વીએ ઋતુરાજ 103 રન જોડ્યા
પોતાની સદીની ઈનિંગ દરમિયાન યશસ્વીએ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે પહેલી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી હતી. નેપાળ સામે એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં જ્યારે ભારતીય ટીમનો સ્કોર 200 રનને પાર કરી ગયો ત્યારે આ ભાગીદારીએ તેમાં મોટી ભૂમિકા ભજવી હતી. આ ભાગીદારીમાં ઋતુરાજનું યોગદાન માત્ર 25 રન હતું.
આ પણ વાંચો : Asian Games 2023 : યશસ્વી જયસ્વાલની ધમાકેદાર સદી, ભારતે નેપાળને 203 રનનો ટાર્ગેટ આપ્યો
ભારતે 20 ઓવરમાં 202 રન બનાવ્યા
ટોચના ક્રમમાં યશસ્વીની સદી બાદ, મિડલ ઓર્ડરમાં રિંકુ સિંહ અને શિવમ દુબેની ઝડપી ઈનિંગ્સના કારણે ભારતે નેપાળ સામે 20 ઓવરમાં 4 વિકેટે 202 રન બનાવ્યા હતા. રિંકુએ 15 બોલમાં અણનમ 37 રન અને શિવમે 19 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા.