IPL ઓક્શનમાં 10 ગણા વધુ ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે, રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર
IPL 2024 ની હરાજી 19 ડિસેમ્બરે યોજાવાની છે. જ્યારે માર્ચના ત્રીજા સપ્તાહથી આવતા વર્ષે મેના ત્રીજા સપ્તાહ સુધી તેનું આયોજન કરવામાં આવશે. IPL 2024ની હરાજીમાં પ્રવેશવા માટે ખેલાડીઓના નામ નોંધાવવાની છેલ્લી તારીખ 30મી નવેમ્બર છે.

IPL 2024 માટે ફ્રેન્ચાઈઝીઓ દ્વારા ખેલાડીઓને રિટેન કર્યા બાદ અન્ય ખેલાડીઓ માટે હરાજીનો સમય નજીક આવી રહ્યો છે. 19 ડિસેમ્બરે યોજાનારી હરાજી માટે નામ નોંધાવવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. એક અનુમાન મુજબ, આ વખતે બધી ટીમમાં ખેલાડીઓ માટે ખાલી રહેલ સંખ્યા કરતા 10 ગણા વધુ ખેલાડીઓ પોતાનું નામ નોંધાવા જઈ રહ્યા છે.
IPL 2024માં ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવશે
IPL હરાજી માટે પોતાના નામની નોંધણી કરતી વખતે, ખેલાડીઓએ તેમના સંબંધિત દેશોના ક્રિકેટ બોર્ડમાંથી BCCIને NOC પણ પ્રદાન કરવું પડશે. જો કે, નામ રજીસ્ટર કરવાનો અર્થ એ નથી કે ખેલાડીનું નામ પણ હરાજીમાં દેખાશે. હરાજીમાં ખેલાડીઓની સંખ્યા ત્યારે જ શક્ય બનશે જો તેઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
700 થી વધુ ખેલાડીઓ નામ નોંધવશે
આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડ હરાજીમાં 70 ખેલાડીઓને મેદાનમાં ઉતારવા ઇચ્છુક છે, જેના માટે અંદાજે રૂ. 262.95 કરોડ ફાળવવામાં આવ્યા છે. જો આપણે IPL 2024માં ભાગ લેનારી 10 ટીમોની વાત કરીએ તો કુલ 77 ખેલાડીઓના સ્લોટ ખાલી છે, જેમાંથી 30 વિદેશી ખેલાડીઓના છે. આ 70-77 ખેલાડીઓની ખાલી જગ્યા ભરવા માટે, 700 થી વધુ ખેલાડીઓ નોંધણી કરાવે તેવી અપેક્ષા છે.
મોટા ખેલાડીઓ IPL 2024ની હરાજીમાં પ્રવેશી શકે છે
જેમણે IPL 2024 માટે પોતાના નામ નોંધાવ્યા છે તેમાં કેટલાક મોટા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો હશે અને કેટલાક નીચલા વર્ગના હશે. આ વખતે IPLની હરાજીમાં જે મોટા ખેલાડીઓ પ્રવેશી શકે છે તેમાં પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, રચિન રવિન્દ્ર, ડેરિલ મિશેલ, રહમત શાહ, ઈબ્રાહિમ ઝદરાન અને ટ્રેવિસ હેડ જેવા મોટા નામ સામેલ છે.
IPL બાદ T20 વર્લ્ડ કપ યોજાશે
IPL 2024 માર્ચના ત્રીજા સપ્તાહથી આવતા વર્ષે મેના ત્રીજા સપ્તાહ સુધી યોજાશે. IPL 2024 બાદ તરત જ T20 વર્લ્ડ કપ 2024 યોજાશે, જેથી તે સંદર્ભમાં પ્રેક્ટિસ કરવા માટે પણ ખેલાડીઓ માટે પણ એક્સ સારી તક બની શકે છે.
આ પણ વાંચો: અમ્પાયરે આઉટ આપ્યા બાદ ફરી બેટિંગ માટે બોલાવ્યો, બેટ્સમેનને સદી ફટકારી
