Cricket: ઇંગ્લેંડ પ્રવાસ માટે આજથી ક્રિકેટરો ક્વોરન્ટાઇન, કોહલી, રોહિત, રહાણે, હોમ ક્વોરન્ટાઇન
આગામી 18 મી જૂનથી શરુ થતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાનારી છે.

આગામી 18 મી જૂનથી શરુ થતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાનારી છે. ફાઇનલ મેચ અને ઇંગ્લેંડ સામેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમવા માટે 2 જૂને ટીમ ઇન્ડીયા (Team India) ઇંગ્લેંડ રવાના થશે. ઇંગ્લેંડનો પ્રવાસ શરુ કરવા પહેલા જ ભારતીય ટીમે બે સપ્તાહ ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે. આજે બુધવારે 19 મેથી ક્વોરન્ટાઇન પિરીયડ શરુ કરવામાં આવી રહ્યો છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, અજીંક્ય રહાણે અને રવિ શાસ્ત્રી એક સત્પાહ ઘરે જ ક્વોરન્ટાઇન હેઠળ રહેશે.
ભારતીય પુરુષ ટીમની સાથે જ ભારતીય મહિલા ટીમ પણ ઇંગ્લેંડ પ્રવાસ પર સાથે જ રવાના થનાર છે. જ્યાં મહિલા ટીમ એક ટેસ્ટ મેચ અને 3 વન ડે મેચોની અને 3 ટી20 મેચોની શ્રેણી રમશે. બંને ટીમો વિશેષ ચાર્ટર પ્લેન મારફતે મુંબઇથી લંડન માટે બીજી જૂને યાત્રા શરુ કરશે. બીસીસીઆઇ એ ઘડેલા ક્વોરન્ટાઇ કાર્યક્રમ મુજબ પુરુષ ખેલાડીઓના 20 સભ્યો મુંબઇની હોટલમાં બુધવારે 19 મેથી ક્વોરન્ટાઇન થશે.
બીસીસીઆઇએ ઘડેલા ક્વોરન્ટાઇન કાર્યક્રમમાં પહેલાથી જ મુંબઇમાં રહેતા ખેલાડીઓને એક સપ્તાહ હોમ ક્વોરન્ટાઇન થવાની છુટ અપાઇ છે. બીસીસીઆઇ એ ખાસ ચાર્ટર પ્લેનનુ આયોજન કર્યુ છે, જે મુજબ તમામ ખેલાડીઓ અને ટીમથી જોડાયેલા કોચિંગ સ્ટાફને દેશના જુદા જુદા શહેરોથી મુંબઇ લઇ આવશે. કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે, રોહિત શર્મા અને કોચ રવિ શાસ્ત્રી પહેલાથી જ મુંબઇમાં રહી રહ્યા છે.
Latest News Updates





