AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની થઈ સગાઈ : સૂત્ર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના બંને બાળકોની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. સોશિયલ મીડિયા પર સારા તેંડુલકર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પરંતુ અચાનક અર્જુન તેંડુલકરની સગાઈના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા છે. જાણો શું થયું અને કેવી રીતે.

Breaking News : સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની થઈ સગાઈ : સૂત્ર
Arjun TendulkarImage Credit source: X/Instagram
| Updated on: Aug 13, 2025 | 10:54 PM
Share

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ થઈ ગઈ છે. આ સગાઈ થોડા જ લોકોની હાજરીમાં થઈ હતી. મુંબઈના ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક્ષી સાથે અર્જુને સગાઈ કરી હતી. બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. ઘાઈ પરિવાર હોસ્પિટાલિટી અને ફૂડ બિઝનેસ માટે પ્રખ્યાત છે, તેઓ ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રીમરીના માલિક છે.

અર્જુન તેંડુલકર કરી સગાઈ

સાનિયા મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ પરિવારોમાંની સભ્ય છે અને સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. અર્જુન તેંડુલકર હાલમાં 25 વર્ષનો છે અને ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન, તેની સગાઈ ફેન્સ માટે આશ્ચર્યજનક સમાચાર છે. અર્જુન તેંડુલકરની સગાઈના સમાચારે રમતગમતની દુનિયામાં ચર્ચા જગાવી છે. પરંતુ તેંડુલકર કે ઘાઈ પરિવારે આ સગાઈ વિશે સત્તાવાર કંઈ કહ્યું નથી.

અર્જુન IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સભ્ય

અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ગોવા માટે રમે છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સભ્ય છે. જોકે, તેને રમવાની વધુ તક મળી ન હતી. છેલ્લી સિઝનમાં, તે આખી ટુર્નામેન્ટ માટે બેન્ચ પર બેઠો હતો. મુંબઈ ઈન્ડિયન્સે મેગા ઓક્શનમાં તેના માટે 30 લાખની બોલી લગાવી અને તેને ટીમમાં લીધો. પરંતુ અન્ય ફ્રેન્ચાઈઝીઓએ તેને ટીમમાં લેવામાં વધુ રસ દાખવ્યો નહીં. તેથી, અર્જુન તેંડુલકરને પ્લેઈંગ 11 માં સ્થાન મેળવવા માટે સખત મહેનત કરવી પડશે.

અર્જુન તેંડુલકરનો રેકોર્ડ

અર્જુન તેંડુલકરે 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ A અને 24 T20 મેચ રમી છે. અર્જુને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 33.51ની સરેરાશથી 37વિકેટ લીધી છે. જ્યારે તેણે 23.13ની સરેરાશથી 532 રન બનાવ્યા છે. બીજી તરફ, લિસ્ટ A ક્રિકેટમાં, અર્જુન તેંડુલકરે 25 વિકેટ લીધી છે અને 102 રન બનાવ્યા છે. T20 ક્રિકેટમાં, તેણે 25.07ની સરેરાશથી 27 વિકેટ લીધી છે અને 13.22ની સરેરાશથી 119 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં EDએ સુરેશ રૈનાની 9 કલાક પૂછપરછ કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">