IND vs WI: સિક્કો ઉછાળતાની સાથે જ રચાયો ઈતિહાસ, 3 ખેલાડીઓને મળ્યું ખાસ સ્થાન

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આ મેચ સાથે પોતાના ઈન્ટરનેશનલ કરિયરના 500 મેચ પૂરા કર્યા છે. કોહલી અહીં પહોંચનાર ચોથો ભારતીય છે.સાથે જ આ ટેસ્ટ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના 100મી ટેસ્ટ મેચ છે.

IND vs WI: સિક્કો ઉછાળતાની સાથે જ રચાયો ઈતિહાસ, 3 ખેલાડીઓને મળ્યું ખાસ સ્થાન
Virat Kohli & Mukesh Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 11:07 PM

ભારત (Team India) અને વેસ્ટ ઈન્ડિઝ (West Indies) વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ પોર્ટ ઓફ સ્પેનમાં શરૂ થઈ ગઈ છે. આ એક એવી મેચ છે, જે બંને દેશોના ક્રિકેટમાં હંમેશા યાદ રહેશે. આ મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના દ્વિપક્ષીય ક્રિકેટ ઈતિહાસમાં 100મી ટેસ્ટ તરીકે યાદ કરવામાં આવશે. જો કે આ ટેસ્ટ માત્ર બે દેશોના ક્રિકેટ સંબંધો માટે જ ખાસ નથી, પરંતુ 3 ખેલાડીઓ માટે પણ યાદગાર સાબિત થઈ છે.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ

ટેસ્ટ સિરીઝની બીજી મેચ 20 જુલાઈ ગુરુવારે ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર શરૂ થઈ હતી. ભારતીય ટીમે ડોમિનિકામાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ સરળતાથી જીતી લીધી હતી. બીજી મેચમાં તેઓ શ્રેણી જીતવાના ઈરાદા સાથે ઉતર્યા છે, પરંતુ વિન્ડીઝની ટીમ પણ આ મેચમાં જોરદાર વાપસી કરવા ઈચ્છશે, કારણ કે આ મેચ બંને ટીમો માટે ખાસ છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

આ મેચ ત્રણ ખેલાડીઓ માટે ખાસ

ભારત-વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના ઈતિહાસ ઉપરાંત ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને વધુ બે ખેલાડીઓ માટે આ મેચ હંમેશા માટે ખાસ બની ગઈ. આ ત્રણેય ખેલાડીઓએ અલગ-અલગ સિદ્ધિઓ હાંસલ કરી હતી. ભારતના મુકેશ કુમાર અને વેસ્ટ ઈન્ડિઝના કિર્ક મેકેન્ઝીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

કોહલીનો શાનદાર રેકોર્ડ

સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ છે. આ મેચ સાથે કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 500 મેચ પુરી કરી લીધી છે. આ માઈલસ્ટોન પર પહોંચનાર તે ભારતનો માત્ર ચોથો અને વિશ્વનો દસમો ક્રિકેટર બન્યો છે. ખાસ વાત એ છે કે 500મી મેચ પહેલા તેના નામે 25461 રન છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે. કોહલી આ રેકોર્ડને વધુ સુધારવાનો પ્રયાસ કરશે.

મુકેશ કુમારનું ડેબ્યુ

આ મેચ માત્ર કોહલી માટે જ નહીં પરંતુ યુવા ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમાર માટે પણ ખાસ છે. આ જમણા હાથના પેસરે બીજી ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાક પ્રવાસોમાં ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ રહેલા મુકેશને સ્થાનિક ક્રિકેટમાં તેના મજબૂત પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો હતો. ડેબ્યૂ પહેલા મુકેશે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર 39 મેચમાં 149 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : IND vs WI: યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની વધશે મુશ્કેલી, રાહુલ દ્રવિડે કેમ આપી ‘ચેતવણી’?

મેકેન્ઝીને પણ તક મળી

વેસ્ટ ઈન્ડિઝ કેમ્પમાં પણ આ મેચ યુવા ખેલાડીને હંમેશા યાદ રહેશે. 22 વર્ષીય બેટ્સમેન કિર્ક મેકેન્ઝીએ આ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જમૈકાના આ બેટ્સમેનને રેમન રેફરની જગ્યાએ ટીમમાં તક મળી છે. કિર્ક માત્ર 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે, જેમાં તેના બેટમાંથી 39ની એવરેજથી 591 રન આવ્યા છે. થોડા અઠવાડિયા પહેલા, કિર્કે બાંગ્લાદેશ A વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ A માટે 91 અને 86 રનની ઇનિંગ્સ રમી હતી. આ પહેલા ઘરેલુ કેરેબિયન ટૂર્નામેન્ટમાં પણ 221 રન બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">