AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મીરાબાઈ ચાનુએ Asian Games 2026માં સિલ્વર મેડલ જીત્યો

Asian Games 2026 :ભારતની મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં પોતાનો પહેલો સિલ્વર મેડલ જીત્યો. મીરાબાઈએ કુલ 198 કિલો વજન ઉપાડ્યું, જ્યારે ઉત્તર કોરિયાની રી સોંગ ગમે કુલ 210 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

Breaking News : મીરાબાઈ ચાનુએ Asian Games 2026માં સિલ્વર મેડલ જીત્યો
| Updated on: Sep 23, 2026 | 12:02 PM
Share

મીરાબાઈ ચાનુનું અધરું સપનું આજે પૂર્ણ થયું છે. ભારતની આ વેટલિફ્ટરે એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુએ 49 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યો છે. આ સ્પર્ધામાંગોલ્ડ મેડલ ઉત્તર કોરિયાની ખેલાડીને મળ્યો છે. તમને જણાવી દઈએ કે, આ મેડલ મીરાબાઈ ચાનુ માટે ખાસ છે. આ ખેલાડીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ વચન આપ્યું હતુ કે,તે એશિયન ગેમ્સમાં મેડલ જીતશે. આ વચન પૂર્ણ થયું છે. મીરાબાઈ ચાનુએ 198 કિલોગ્રામ વજન ઉપાડી પહેલી વખત એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો છે.

મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો

મીરાબાઈ ચાનુને મહિલાઓની 49 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. આ તેમનો પહેલો એશિયન ગેમ્સ મેડલ હતો, જ્યારે ગોલ્ડ મેડલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોરિયાની રી સોંગ ગમને મળ્યો.ઉત્તર કોરિયાની રી સોંગ ગમે કુલ 210 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

મીરાબાઈ ચાનુનું સુંદર કરિયર

મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં ભલે પહેલી વખત મેડલ જીત્યો હોય પરંતુ આ દિગ્ગજ ખેલાડીએ ઓલિમ્પિકથી લઈ વર્લ્ડ ચેમ્પિયનશીપ અને કોમનવેલ્થ ગેમ્સમાં સુધીની રમતમાં અનેક મેડલ પોતાને નામ કર્યા છે.

  • મીરાબાઈએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
  • તેમણે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
  • ગ્લાસગો CWG 2014માં સિલ્વર મેડલ જીત્યો હતો.
  • ગોલ્ડ કોસ્ટ CWG માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • બર્મિંગહામ CWG માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • ગ્લાસગો CWG માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મીરાબાઈ ચાનુ ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ એશિયન અને કોમનવેલ્થ ચેમ્પિયનશિપ જેવી બધી મોટી આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ ઇવેન્ટ્સમાં મેડલ જીતનાર બીજી ભારતીય વેઈટલિફ્ટર બની છે.

Asian Games 2026માં મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીત્યો, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">