AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Asian Games 2026માં ભારતે 2 મિનિટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા, મેડલ ટેલીમાં લાંબી છલાંગ લગાવી

આ રમતોમાં ભારતને પિસ્તોલ શૂટિંગ ( pistol Shooting)માં સતત નિરાશાનો સામનો કરવો પડ્યો હતો અને કોઈ મેડલ જીત્યો ન હતો પરંતુ છેલ્લી ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ જીત્યો હતો.Asian Games 2026માં ભારતના ખાતામાં બીજો ગોલ્ડ મેડલ આવ્યો છે.

Breaking News : Asian Games 2026માં ભારતે 2 મિનિટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા, મેડલ ટેલીમાં લાંબી છલાંગ લગાવી
| Updated on: Sep 25, 2026 | 9:52 AM
Share

મહિલા ક્રિકેટમાં મળેલા ગોલ્ડ મેડલ પછી હવે પિસ્તોલ શૂટિંગ ( pistol Shooting)માં ભારતને મોટી સફળતા મળી છે.શૂટિંગમાં કમલજીત અને સુરુચીની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે, Asian Games 2026માં ભારતે બીજો ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. આ પાંચ શૂટર્સે સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયા માટે મેડલ ટેલીમાં લાંબી છલાંગ મળી છે.તમને જણાવી દઈએ કે, એશિયન ગેમ્સ પિસ્તોલની શૂટિંગ ઈવેન્ટમાં ભારતનો આ પહેલો જ મેડલ છે. તેમજ આ છેલ્લી ઈવેન્ટ હતી.

મેડલ ટેલી એશિયન ગેમ્સ 2026

જો એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલ ટેલીની વાત કરીએ તો. ભારત મેડલ ટેલીમાં 12માં સ્થાને છે. ભારત પાસે 2 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 19 મેડલ છે.એક અલગ સ્પર્ધામાં, ભારતે રાઇફલ થ્રી પોઝિશન ટીમ ઇવેન્ટમાં પણ સિલ્વર મેડલ જીત્યો છે. આમ ભારતે માત્ર 2 મિનિની અંદર ગોલ્ડ અને સિલ્વર મેડલ પર કબ્જો કર્યો હતો.

View this post on Instagram

મહત્વની વાત એ છે કે, ગોલ્ડ મેડલ જીતાડનાર આ જોડીનું હરિયાણા સાથે ખાસ કનેક્શન છે. સુરુચિ ઝજ્જરની રહેવાસી છે, જ્યારે કમલજીત રેવાડીના સુલખાનો છે.

રાઇફલ શૂટિંગમાં સિલ્વર મેડલ

પિસ્તોલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ, ભારતને રાઇફલ થ્રી પોઝિશન ટીમ ઇવેન્ટમાં પણ સફળતા મળી. ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, નીરજ કુમાર અને રુદ્રાક્ષ પાટીલની ટીમ ૧૭૬૨ પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી અને સિલ્વર મેડલ જીત્યો. આ ગેમ્સમાં ભારતનો આ 19 મો મેડલ છે.

આ જીત સાથે, ઐશ્વર્યા (589) અને નીરજ (588) પણ વ્યક્તિગત ફાઇનલ માટે ક્વોલિફાય થયા, જ્યારે રુદ્રાક્ષ ચૂકી ગયો.

ભારતે 2026 એશિયન ગેમ્સમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે, અને આ સફળતા પિસ્તોલ શૂટિંગમાં મળી છે, એક એવી રમત જ્યાં ભારત અગાઉ ખાલી હાથે હતી. કમલજીત અને સુરુચીની જોડીએ 10-મીટર એર પિસ્તોલ મિશ્ર ઇવેન્ટમાં 484.6 પોઈન્ટના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

મનુ ભાકરે ક્રિકેટના બેટને બદલે બંદૂક હાથમાં લીધી, ભારતને મેડલ જીતાડ્યો જુઓ પરિવારમાં કોણ કોણ છે. અહી ક્લિક કરો

 

Follow Us
ગરમ સૂપમાં ફોન નાખીને કરાયો અજીબ ડ્યુરેબિલિટી ટેસ્ટ - જુઓ Video
ગરમ સૂપમાં ફોન નાખીને કરાયો અજીબ ડ્યુરેબિલિટી ટેસ્ટ - જુઓ Video
પાટીદાર પાવરનો નવો અધ્યાય!
પાટીદાર પાવરનો નવો અધ્યાય!
છોટાઉદેપુરમાં વિકાસમાં કરોડોની ગેરરીતિ, કાગળ પર કરોડોનો ખર્ચ..
છોટાઉદેપુરમાં વિકાસમાં કરોડોની ગેરરીતિ, કાગળ પર કરોડોનો ખર્ચ..
રાજકોટ-અમદાવાદ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, મુસાફરો પરેશાન
રાજકોટ-અમદાવાદ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, મુસાફરો પરેશાન
પોરબંદર રાણાવાવ હાઇવે પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ
પોરબંદર રાણાવાવ હાઇવે પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ
અમદાવાદના વટવામાં અડધી રાત્રે જૂથ અથડામણ, ધીંગાણાનો Video થયો વાયરલ
અમદાવાદના વટવામાં અડધી રાત્રે જૂથ અથડામણ, ધીંગાણાનો Video થયો વાયરલ
રાજકોટમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના 5 કેસ નોંધાતા મનપા એક્શનમાં
રાજકોટમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના 5 કેસ નોંધાતા મનપા એક્શનમાં
ડ્રગ્સના નાણાંથી વસાવેલી સંપત્તિ સામે ગુજરાત પોલીસનો સર્વે
ડ્રગ્સના નાણાંથી વસાવેલી સંપત્તિ સામે ગુજરાત પોલીસનો સર્વે
અમદાવાદમાં ડ્રગ્સ મામલે પોલીસનું મેગા ઓપરેશન, 3 આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ડ્રગ્સ મામલે પોલીસનું મેગા ઓપરેશન, 3 આરોપીઓની ધરપકડ
જામનગરમાં ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી ! Video
જામનગરમાં ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી ! Video
g clip-path="url(#clip0_868_265)">