બ્રેકિંગ ન્યૂઝ: ટીમ ઈન્ડિયાના બોલર મોહમ્મદ શમી સાથે જોડાયેલા મોટા સમાચાર, ફાઈનલ પહેલા શમીના માતાની તબિયત બગડતા હોસ્પિટલ લઈ જવાયા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની માતા અંજુમ આરાની તબિયત બગડતા તેમને ઉત્તર પ્રદેશના અમરોહાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત કેમ બગડી છે તે અંગે કોઈ માહિતી જાણવા મળી નથી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની માતા અંજુમ આરાની તબિયત બગડતા તેમને ઉત્તર પ્રદેશના અમરોહાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત કેમ બગડી છે તે અંગે કોઈ માહિતી જાણવા મળી નથી. મોહમ્મદ શમીની બહેન હાલમાં તેની માતા સાથે હોસ્પિટલમાં છે.
ટીમ ઈન્ડિયાની જીત માટે કરી હતી પ્રાર્થના
મોહમ્મદ શમીની માતાની તબિયત બગડે તે પહેલા તેમણે સવારે તેના પુત્ર અને ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી હતી. શમીની માતા અંજુમ આરાએ જણાવ્યું હતું કે, આજે સવારે શમી સાથે વાત થઈ હતી અને તેણે બધાની ખબર વિશે પૂછ્યું હતું. ખેલાડીઓ જ્યારે ડ્રેસિંગ રૂમમાં જાય છે ત્યારબાદ તેઓ ફોન પર વાત કરી શકતા નથી.
#WATCH उत्तर प्रदेश: क्रिकेटर मोहम्मद शमी की मां अंजुम आरा ने कहा, “भगवान बच्चों (भारतीय क्रिकेट टीम) को जिताएं और उन्हें खुशी से घर वापस लाएं…” pic.twitter.com/XDwnxV93C5
— ANI_HindiNews (@AHindinews) November 18, 2023
આ વર્લ્ડ કપ ભારત જ જીતશે: શમીની માતા અંજુમ આરા
અમરોહાના અલીનગરના સહસપુર ગામમાં રહેતી મોહમ્મદ શમીની માતાએ TV9 ભારતવર્ષ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, અમને પૂરી આશા છે કે ભારત આ વર્લ્ડ કપ જીતશે.
છેલ્લી મેચમાં મોહમ્મદ શમીએ રચ્યો હતો ઈતિહાસ
તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ભારતે અત્યાર સુધી 10 મેચ રમી છે અને તે બધી જ મેચમાં જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં મોહમ્મદ શમી જીતનો હીરો રહ્યો હતો. તેમણે આ મેચમાં 7 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો.