ભારત અને ઓસ્ટ્રેલીયા એ વચ્ચે રમાયેલી 3 દિવસીય અભ્યાસ મેચ ડ્રો થઈ

Avnish Goswami

|

Updated on: Dec 08, 2020 | 9:59 PM

ભારત એ અને ઓસ્ટ્રેલીયા એ વચ્ચે રમાયેલી ત્રણ દિવસીય અભ્યાસ મેચ ડ્રો સાથે ખતમ થઈ હતી. સિડનીના ડ્રામોયને ઓવલમાં રમાઈ રહેલી મેચમાં ભારત તરફથી કેપ્ટન અજીંક્ય રહાણે અને ઓસ્ટ્રેલીયા તરફથી કેમરુન ગ્રીને શતકીય પારી રમી હતી. ઓસ્ટ્રેલીયા એ ટીમના માર્ક સ્ટેકેટીએ પાંચ વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટીંગ કરતા ભારત એના બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ 54 રનની […]

ભારત અને ઓસ્ટ્રેલીયા એ વચ્ચે રમાયેલી 3 દિવસીય અભ્યાસ મેચ ડ્રો થઈ
Follow us

ભારત એ અને ઓસ્ટ્રેલીયા એ વચ્ચે રમાયેલી ત્રણ દિવસીય અભ્યાસ મેચ ડ્રો સાથે ખતમ થઈ હતી. સિડનીના ડ્રામોયને ઓવલમાં રમાઈ રહેલી મેચમાં ભારત તરફથી કેપ્ટન અજીંક્ય રહાણે અને ઓસ્ટ્રેલીયા તરફથી કેમરુન ગ્રીને શતકીય પારી રમી હતી. ઓસ્ટ્રેલીયા એ ટીમના માર્ક સ્ટેકેટીએ પાંચ વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટીંગ કરતા ભારત એના બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ 54 રનની અર્ધશતકીય ઈનીંગ અને કેપ્ટન રહાણેએ 117 રનની ઈનીંગ રમી હતી.

Bharat ane australia a vache ramayeli 3 divasiy abhyash match draw thai

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રથમ દાવ 247/9 રન પર ઈનીંગ ઘોષિત કરી દીધી હતી. ઓસ્ટ્રેલીયાના જેમ્સ પેટીનસને ત્રણ વિકેટ ઝડપી હતી તો માઈકલ નેસર અને કેપ્ટન ટ્રેવિસ હેટને 2-2 સફળતા મળી હતી. જવાબમાં ઓસ્ટ્રેલીયા એની ટીમ દ્વારા 9 વિકેટ ગુમાવીને 309 રનનો સ્કોર બનાવ્યો હતો. સાથે જ 59 રનની બઢત મેળવી હતી. કેમરુન ગ્રીને 12 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 125 રનની પારી રમી હતી. ટીમ ઈન્ડીયાના માટે ઝડપી બોલર ઉમેશ યાદવ અને મહમંદ સિરાજે ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે સ્પિનર આર અશ્વિને 2 વિકેટ ઝડપી હતી.

Bharat ane australia a vache ramayeli 3 divasiy abhyash match draw thai

બીજી ઈનીંગમાં ભારતીય એ ટીમનું ખાસ પ્રદર્શન રહ્યુ નહોતુ. વિકેટકીપર બેટસમેન ઋદ્ધીમાન સહાની 54 રનની પારીને બાદ કરતા કોઈ બેટ્સમેન 30ના આંકડા પાર કરી શક્યુ નહોતુ. ટીમે 9 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. મેચના આખરી દિવસે 131 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલ ઓસ્ટ્રેલીયા ટીમે 15 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 52 રન બનાવ્યા હતા. જેને લઈને મેચને ડ્રો જાહેર કરી દેવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati