ફિફા વર્લ્ડકપ 2022ની શરુઆત પહેલા જાણી લો ફૂટબોલના મૂળભૂત નિયમો

ફૂટબોલને લઈને ભારતમાં ઓછો ક્રેઝ જોવા મળે છે. તેની પાછળનું કારણે ભારતીય ફૂટબોલ ટીમનું ફિફા વર્લ્ડકપમાં ક્વોલિફાઈ ન થવુ કે ફૂટબોલ અંગેની ઓછી જાગૃતિ હોઈ શકે છે. તેવામાં હાલના ફિફા વર્લ્ડકપની ફૂટબોલની મેચોનો તમે આનંદ માણવા ઈચ્છો છો, તો જાણી લો ફૂટબોલના કેટલાક મૂળભુત નિયમો.

ફિફા વર્લ્ડકપ 2022ની શરુઆત પહેલા જાણી લો ફૂટબોલના મૂળભૂત નિયમો
Basic rules of football
Image Credit source: File photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Nov 20, 2022 | 9:33 PM

કતારના ભવ્ય સ્ટેડિયમોમાં આજે 20 નવેમ્બરથી ફૂટબોલના મહાકુંભની શરૂઆત થશે. દુનિયામાં આ ફિફા વર્લ્ડકપ 2022ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુનિયાના અલગ અલગ દેશોથી ફૂટબૉલ ફેન્સ કતાર આવી પહોંચ્યા છે. આવનારા 1 મહિના સુધી આખી દુનિયા ફિફા વર્લ્ડકપ 2022નો રોમાંચ જોશે. ફૂટબોલને લઈને ભારતમાં ઓછો ક્રેઝ જોવા મળે છે. તેની પાછળનું કારણે ભારતીય ફૂટબોલ ટીમનું ફિફા વર્લ્ડકપમાં ક્વોલિફાઈ ન થવુ કે ફૂટબોલ અંગેની ઓછી જાગૃતિ હોઈ શકે છે. તેવામાં હાલના ફિફા વર્લ્ડકપની ફૂટબોલની મેચોનો તમે આનંદ માણવા ઈચ્છો છો, તો જાણી લો ફૂટબોલના કેટલાક મૂળભુત નિયમો.

ફૂટબોલના મેદાન

ફૂટબોલ મેદાનની લંબાઈ ઓછામાં ઓછી 90 મીટર અને મહત્તમ 120 મીટર હોવી જોઈએ. પહોળાઈ ઓછામાં ઓછી 45 મીટર અને મહત્તમ 90 મીટર હોવી જોઈએ. દરેક વય જૂથ અનુસાર મેદાનની લંબાઈ-પહોંળાઈમાં ફેરફાર થાય છે. ફૂટબોલના મેદાન પર પેનલ્ટી શોટ વિસ્તાર, સેન્ટ્રલ સ્પોટ, હાફ વે લાઈન, કોર્નર વિસ્તાર અને ગોલ પોસ્ટ પણ હોય છે. જેની લંબાઈ-પહોળાઈ આ ફોટોમાં દર્શાવવામાં આવી છે.

ફૂટબોલના મૂળભૂત નિયમો

 1. ફૂટબોલ એ ટીમ મેટ છે. આ રમતમાં 2 ટીમની જરુરી હોય છે.
 2. ફૂટબોલની દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. તેની સાથે 3-5 અવેજી ખેલાડીઓ પણ હોય છે.
 3.  દરેક ટીમમાં 1 ગોલકીપર હોય છે. અન્ય ખેલાડીઓ સ્ટ્રાઈકર, ડિફેન્ડર અને મિડફિલ્ડરની ભૂમિકામાં હોય છે.
 4.  વિરોધી ટીમના ગોલ પોસ્ટ સુધી બોલને લઈ જઈ ગોલ કરવો એ આ રમતનો મૂળભૂત નિયમ છે.
 5.  જેટલીવાર વિરોધી ટીમના ગોલ પોસ્ટમાં બોલ જશે, એટલીવાર ટીમના ગોલ ગણાશે.
 6.  દરેક ટીમે વિરોધી ટીમના ગોલને ગોલ પોસ્ટ સુધી જતા રોકવાનો હોય છે.
 7.  ગોલકીપર સિવાય કોઈપણ ખેલાડી રમત દરમિયાન હાથનો ઉપયોગ કરી શકે નહીં.
 8.  ગોલકીપરનું સ્થાન તે ટીમના ગોલ પોસ્ટ પાસે હોય છે.
 9. ગોલકીપર પેનલ્ટી વિસ્તારની બહાર રમત દરમિયાન હાથનો ઉપયોગ કરી શકે નહીં.
 10.  ફૂટબોલની મેચ 90 મિનિટની હોય છે.
 11.  મેચ દરમિયાન 45 મિનિટ પછી બ્રેક લેવામાં આવે છે.
 12.  એક મેચમાં 45-45 મિનિટના 2 હાફ હોય છે.
 13.  આ 45 મિનિટના બ્રેક દરમિયાન બંને ટીમો મેદાનમાં પોતાની જગ્યા બદલે છે.
 14. હાફ દરમિયાન કેટલાક એક્સ્ટ્રા ટાઈમ પણ મળે છે. તેનો નિર્ણય રેફરી કરે છે.
 15.  ફૂટબોલમાં એક રેફરી હોય છે. તેની સાથે 3 સહાયક રેફરી પણ હોય છે.
 16. રેફરીનો નિર્ણય અંતિમ ગણવામાં આવે છે.
 17. ટોસ પછી ટીમના કેપ્ટન નક્કી કરે છે કે તેમની ટીમ મેદાનના કયા ભાગમાં પહેલા રહેશે.
 18. સ્ટ્રાઈકર – ગોલ મારનાર મુખ્ય ખેલાડી
 19. ડિફેન્ડર્સ – વિરોધી ટીમના ખેલાડીઓને ગોલ કરતા રોકનારા
 20. મિડફિલ્ડર્સ – વિરોધી ટીમના ખેલાડીઓ પાસેથી બોલ લઈને પોતાની ટીમના ખેલાડીઓને બોલ પાસ કરવો એ મિડફિલ્ડર્સનું કામ હોય છે.
 21. જો બોલ કોઈ ટીમના ખેલાડી દ્વારા રેખાની બહાર જતો રહે તો વિરોધી ટીમને પોતાની પસંદની જગ્યાએ બોલને થ્રો-ઈન કરવાની તક મળે છે.
 22. જો બોલ ગોલ પોસ્ટ સિવાયની ગોલ રેખાની પાર જાય તો વિરોધી ટીમને તે રેખા પરથી ગોલ કિક મારવાની તક મળે છે.
 23. ગોલ કિકની જેમ ખેલાડીને બોલ કોર્નરની રેખા બહાર જતા કોર્નર કિકની તક મળે છે.
 24. જો કોઈ કારણ વગર બોલને બહાર ફેંકી દેવામાં આવે તો વિરોધી ટીમને ફ્રી કિક મળે છે.
 25. રમત દરમિયાન ખેલાડીઓના વર્તન પ્રમાણે ખેલાડીઓને રેફરી દ્વારા કાર્ડ બતાવવામાં આવે છે.
 26.  યેલો કાર્ડ દ્વારા રેફરી ખેલાડીના ખરાબ વર્તન બદલ તેને ચેતવણી આપે છે. સજાના રુપમાં તે ખેલાડીને મેદાન બહાર પણ નીકાળી શકે છે.
 27. જો યેલો કાર્ડ બતાવ્યા પછી પણ ખેલાડીનું વર્તન ના સુધરે તો તેને રેડ કાર્ડ બતાવીને મેદાન બહાર કાઢવામાં આવે છે. તેના બદલામાં તે સમયે અન્ય ખેલાડીને રમવા મોકલી શકાય નહીં. જેના કારણે ટીમના ખેલાડીની સંખ્યા ઓછી થઈ જાય છે.
 28. ફૂટબોલમાં એક ગોલ એવો પણ હોય છે જેને ફાઉલ માનીને ગણવામાં આવતો નથી. તેને ઓફસાઈડ ગોલ કહે છે. જો ખેલાડી બોલની આસપાસ ન હોવા છતા વિરોધી ટીમની ગોલ રેખા પાસે આગળ વધે છે તો તેને ઓફસાઈડ ગોલ માનવામાં આવે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati