FIFA 2022 : આજથી કતારમાં ફૂટબોલ મહાકુંભનો પ્રારંભ, જાણો ફિફા વર્લ્ડકપ 2022 અંગેની સંપૂર્ણ માહિતી વિગતવાર

ફિફા વર્લ્ડકપ 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે રમાશે. તેવામાં ચાલો જાણીએ આ ફિફા વર્લ્ડકપની ટીમ, ખેલાડીઓ, સ્ટેડિયમ, ઈનામી રકમ અને અન્ય રોચક તથ્યો વિશે.

FIFA 2022 : આજથી કતારમાં ફૂટબોલ મહાકુંભનો પ્રારંભ, જાણો ફિફા વર્લ્ડકપ 2022 અંગેની સંપૂર્ણ માહિતી વિગતવાર
Complete information about FIFA World Cup 2022 in detailImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2022 | 5:00 PM

ફિફા વર્લ્ડકપ 2022ની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ કરી રહ્યા હતા. આ ફૂટબોલના મહાકુંભમાં દુનિયાભરના દેશોની મજબૂત ટીમો વચ્ચે ફિફા વર્લ્ડકપ જીતવા માટે જંગ થશે. ફૂટબોલને દુનિયાની સૌથી લોકપ્રિય રમત માનવામાં આવે છે. તેવામાં ફિફા વર્લ્ડકપ એ ફૂટબોલ ફેન્સ માટે તહેવાર સમાન છે. કતારના ભવ્ય સ્ટેડિયમોમાં આજે 20 નવેમ્બરથી ફૂટબૉલના મહાકુંભની શરૂઆત થશે. દુનિયામાં આ ફિફા વર્લ્ડકપ 2022ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુનિયાના અલગ અલગ દેશોથી ફૂટબૉલ ફેન્સ કતાર આવી પહોંચ્યા છે. આવનારા 1 મહિના સુધી આખી દુનિયા ફિફા વર્લ્ડકપ 2022નો રોમાંચ જોશે.

ફિફા ફૂટબોલ વર્લ્ડકપ 2022ની ઓપનિંગ સેરેમની આજે 20 નવેમ્બરે અલ બાયત સ્ટેડિયમમાં થશે. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધત્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કરશે.

ઈતિહાસમાં પહેલીવાર કોઈ ખાડી દેશમાં ફિફા વર્લ્ડકપ થવા જઈ રહ્યો છે. ફિફા વર્લ્ડકપ 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ 18 ડિસેમ્બર, 2022ના રોજ રમાશે. તેવામાં ચાલો જાણીએ આ ફિફા વર્લ્ડકપની ટીમ, ખેલાડીઓ, સ્ટેડિયમ, ઈનામી રકમ અને અન્ય રોચક તથ્યો વિશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ફિફા વર્લ્ડકપ 2022નો પ્રારંભ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરશે. 28-29 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતરશે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64-65 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

ફૂટબોલ ફેન્સનું કતારમાં ભવ્ય સ્વાગત

ફિફા વર્લ્ડકપ 2022માં ફૂટબોલનો આનંદ માણવા માટે દુનિયાભરમાંથી ફેન્સ કતાર આવી રહ્યા છે. કતારમાં 19 નવેમ્બરના રોજ ભવ્ય ડ્રોન શો અને આતશબાજીથી દુનિયાભરના ક્રિકેટ ફેન્સનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

અલ બાયત સ્ટેડિયમ સ્ટેડિયમમાં ઓપનીંગ સેરેમની

આજે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે, એક શાનદાર ઓપનિંગ સેરેમની થશે. જેમાં વિશ્વભરના મોટા કલાકારો પરફોર્મ કરશે. તેમાં સૌથી મોટું નામ કોરિયન બેન્ડ BTSનું છે, જે અહીં પોતાનું પ્રદર્શન દેખાડશે. ફિફા વર્લ્ડ કપ 2022નો ઉદ્ઘાટન સમારોહ દોહાથી 40 કિમી દૂર અલ બાયત સ્ટેડિયમમાં યોજાશે. FIFA વર્લ્ડ કપ 2022 ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ અને Voot Select એપ પર થશે. FIFA વર્લ્ડ કપ 2022 ઓપનિંગ સેરેમનીનું લાઈવ પ્રસારણ Sports18 અને Sports18 hd પર થશે.

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ 32 ટીમો

ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા

ભારતીય સમય અનુસાર઼઼ ફિફા વર્લ્ડ કપ 2022નું સંપૂર્ણ શેડ્યૂલ

Match Date Fixtures Time Venue
1 November 20 Qatar vs Ecuador 9.30 PM Al Bayt Stadium
2 November 21 England vs Iran 6:30 PM Khalifa International Stadium
3 November 21 Senegal vs Netherlands 9:30 PM Al Thumama Stadium
4 November 22 USA vs Wales 12:30 AM Al Rayyan Stadium
5 November 22 Argentina vs Saudi Arabia 3:30 PM Lusail Stadium
6 November 22 Denmark vs Tunisia 6:30 PM Education City Stadium
7 November 22 Mexico vs Poland 9:30 PM Stadium 974
8 November 23 France vs Australia 12:30 AM Al Janoub Stadium
9 November 23 Morocco vs Croatia 3:30 PM Al Bayt Stadium
10 November 23 Germany vs Japan 6:30 PM Khalifa International Stadium
11 November 23 Spain vs Costa Rica 9.30 PM Al Thumama Stadium
12 November 24 Belgium vs Canada 12:30 AM Al Rayyan Stadium
13 November 24 Switzerland vs Cameroon 3:30 PM Al Janoub Stadium
14 November 24 Uruguay vs South Korea 6.30 PM Education City Stadium
15 November 24 Portugal vs Ghana 9:30 PM Stadium 974
16 November 25 Brazil vs Serbia 12:30 AM Lusail Stadium
17 November 25 Wales vs Iran 3:30 PM Al Rayyan Stadium
18 November 25 Qatar vs Senegal 6:30 PM Al Thumama Stadium
19 November 25 Netherlands vs Ecuador 9:30 PM Khalifa International Stadium
20 November 26 England vs USA 12:30 AM Al Bayt Stadium
21 November 26 Tunisia vs Australia 3:30 PM Al Janoub Stadium
22 November 26 Poland vs Saudi Arabia 6.30 PM Education City Stadium
23 November 26 France vs Denmark 9:30 PM Stadium 974
24 November 27 Argentina vs Mexico 12:30 AM Lusail Stadium
25 November 27 Japan vs Costa Rica 3:30 PM Al Rayyan Stadium
26 November 27 Belgium vs Morocco 6:30 PM Al Thumama Stadium
27 November 27 Croatia vs Canada 9:30 PM Khalifa International Stadium
28 November 28 Spain vs Germany 12:30 AM Al Bayt Stadium
29 November 28 Cameroon vs Serbia 3.30 pm Al Janoub Stadium
30 November 28 South Korea vs Ghana 6:30 PM Education City Stadium
31 November 28 Brazil vs Switzerland 6:30 PM Stadium 974
32 November 29 Portugal vs Uruguay 12:30 AM Lusail Stadium
33 November 29 Ecuador vs Senegal 8:30 PM Khalifa International Stadium
34 November 29 Netherlands vs Qatar 8.30 PM Al Bayt Stadium
35 November 30 Iran vs USA 12:30 AM Al Thumama Stadium
36 November 30 Wales vs England 12:30 AM Al Rayyan Stadium
37 November 30 Australia vs Denmark 8:30 PM Al Janoub Stadium
38 November 30 Tunisia vs France 8:30 PM Education City Stadium
39 December 1 Poland vs Argentina 12:30 AM Stadium 974
40 December 1 Saudi Arabia vs Mexico 12:30 AM Lusail Stadium
41 December 1 Canada vs Morocco 8:30 PM Al Thumama Stadium
42 December 1 Croatia vs Belgium 8:30 PM Al Rayyan Stadium
43 December 2 Costa Rica vs Germany 12:30 AM Al Bayt Stadium
44 December 2 Japan vs Spain 12:30 AM Khalifa International Stadium
45 December 2 Ghana vs Uruguay 8.30 PM Al Janoub Stadium
46 December 2 South Korea vs Portugal 8.30 PM Education City Stadium
47 December 3 Cameroon vs Brazil 12:30 AM Lusail Stadium
48 December 3 Serbia vs Switzerland 12:30 AM Stadium 974
Round of 16
49 December 3 1A vs 2B 8.30 PM Khalifa International Stadium
50 December 4 1C vs 2D 12:30 AM Al Rayyan Stadium
51 December 4 1D vs 2C 8:30 PM Al Thumama Stadium
52 December 5 1B vs 2A 12:30 AM Al Bayt Stadium
53 December 5 1E vs 2F 8:30 PM Al Janoub Stadium
54 December 6 1G vs 2H 12:30 AM Stadium 974
55 December 6 1F vs 2E 8:30 PM Education City Stadium
56 December 7 1H vs 2G 12:30 AM Lusail Stadium
Quarterfinal
57 December 9 Winner of Match 53 vs Winner of Match 54 8:30 PM Education City Stadium
58 December 10 Winner of Match 49 vs Winner of Match 50 12:30 AM Lusail Stadium
59 December 10 Winner of Match 55 vs Winner of Match 56 8:30 PM Al Thumama Stadium
60 December 11 Winner of Match 52 vs Winner of Match 51 12:30 AM Al Bayt Stadium
Semifinal
61 December 14 Winner of Match 57 vs Winner of Match 58 12:30 AM Al Bayt Stadium
62 December 15 Winner of Match 59 vs Winner of Match 60 12:30 AM Lusail Stadium
Third place match
63 December 17 Loser of Match 61 vs Loser of Match 62 8:30 PM Khalifa International Stadium
Final
64 December 18 Winner of Match 61 vs Winner of Match 62 8:30 PM Lusail Stadium

(નોંધ : તમામ મેચની તારીખો, ટીમો અને સમય કામચલાઉ છે અને ફેરફારને પાત્ર છે.)

ફિફા વર્લ્ડકપ 2022નો બોલ Al Rihla

ફિફા વર્લ્ડકપ 2022માં ઉપયોગમાં લેવાનારા બોલને આ વર્ષે એપ્રિલ 2022માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને ‘અલ રિહલા’ નામ આપવામાં આવ્યુ છે. તેનો અર્થ અરબી ભાષામાં ‘યાત્રા’ થાય છે. આ બોલને કતારના ધ્વજ, વાસ્તુકલા અને નૌકાઓથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યો છે. આ વર્લ્ડકપનો પહેલો એવો બોલ છે જેને પર્યાવરણનું ધ્યાન આપીને બનાવવામાં આવ્યો છે. તેમાં પાણીમાં ભળી શકે તેવા રંગો અને ગ્લૂનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ બોલ એડિડાસ કંપનીએ બનાવ્યો છે. આ કંપની હમણા સુધી ફિફા વર્લ્ડકપના 14 જેટલા બોલની ડિઝાઈન કરી ચૂકી છે. આ બોલ ઈતિહાસનો સૌથી ફાસ્ટ બોલ બની રહેશે.એડિડાસ છેલ્લા 14 વર્ષથી સતત મેગા ઈવેન્ટ માટે બોલનું ઉત્પાદન કરે છે. 1982 ફિફા વર્લ્ડ કપથી પાકિસ્તાન દેશ મેચ બોલનું સત્તાવાર નિર્માતા છે. પાકિસ્તાની શહેર સિયાલકોટ ફૂટબોલના વિશ્વવ્યાપી ઉત્પાદનના કેન્દ્રમાં આવેલું છે. અહીં દર વર્ષે લગભગ 40 મિલિયન બોલ બનાવવામાં આવે છે.

ફિફા વર્લ્ડકપ 2022નો લોગો

આ વર્ષે ફિફા વર્લ્ડકપ કતારમાં યોજાશે. કતાર વર્લ્ડકપનો આ ઝૂલતા વળાંકોવાળો લોગો રણના ટેકરાઓનું અને કતારના 8 ફૂટબોલ સ્ટેડિયમનું પ્રતિનિધત્વ કરે છે. આ લોગો પરસ્પર જોડાયેલી પ્રકૃતિનું પ્રતિબિંબ છે. તે પરંપરા અને આધુનિકતાને જોડે છે.

ફિફા વર્લ્ડકપ 2022નો માસ્કોટ

આ વર્ષે ફિફા વર્લ્ડકપ 2022નો માસ્કોટ આંખો, ભમર અને ખુલ્લા મોં સાથે સફેદ તરતા અને ઉડતા કપડા જેવુ છે. તેનું નામ લા’એબ છે, જે અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે “સુપર-કુશળ ખેલાડી”.

2022 કતાર વર્લ્ડકપ થીમ સોન્ગ

થીમ સોન્ગ : હૈયા હૈયા (બેટર ટુગેધર) , કલાકાર: ત્રિનિદાદ કાર્ડોના, ડેવિડો અને આઈશા

Light The Sky

કલાકારો: નોરા ફતેહી, બાલ્કીસ, રહમા રિયાદ, મનલ અને રેડઓન

કઈ રીતે જોઈ શકશો ફિફા વર્લ્ડ કપ 2022ની મેચ?

ભારતમાં ફિફા વર્લ્ડકપની તમામ મેચ સ્ટાર સ્પોર્ટસ ગ્રુપની ચેનલ પર જોઈ શકાશે. જયારે મોબાઈલ ફોન પર જીયો ટીવી એપમાં ફિફાના વર્લ્ડકપ મેચને જોઈ શકાશે. આ મેચ ભારતીય સમયઅનુસાર બપોરે 3. 30 કલાક, સાંજે 6.30, રાત્રે 9.30 અને મધરાત્રે 12.30 કલાકના સમયે રમાશે.

ફિફા વર્લ્ડ કપ ટિકિટની કિંમત

ગ્રુપ સ્ટેજ – 53 હજારથી 4.79 લાખ રૂપિયા

પ્રી-ક્વાર્ટર ફાઈનલ – રૂ. 37 હજારથી રૂ. 18 લાખ

ક્વાર્ટર ફાઇનલ – રૂ. 47 હજારથી રૂ. 3.40 લાખ

સેમી-ફાઇનલ – રૂ. 77 હજારથી રૂ. 3.5 લાખ

ફાઈનલ- રૂ. 2.25 લાખથી રૂ. 13.39 લાખ

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">