AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Media Rightsથી થઈ મોટી કમાણી, હવે BCCIએ પણ ખોલી પોતાની તિજોરી, 900 ક્રિકેટરો-અમ્પાયરોને થશે ફાયદો

પહેલેથી જ ખૂબ જ સમૃદ્ધ બોર્ડ, હવે વધુ સમૃદ્ધ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં બોર્ડે પણ મોટી કમાણી સુનિશ્ચિત કર્યા બાદ પોતાની તિજોરી ખોલવાનો નિર્ણય લીધો છે. BCCI તેના ભૂતપૂર્વ ક્રિકેટરો અને મેચ અધિકારીઓને મોટો ફાયદો આપવા જઈ રહ્યું છે.

IPL Media Rightsથી થઈ મોટી કમાણી, હવે BCCIએ પણ ખોલી પોતાની તિજોરી, 900 ક્રિકેટરો-અમ્પાયરોને થશે ફાયદો
BCCIImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 9:24 PM
Share

વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાનું (BCCI) બેંક બેલેન્સ ઘણું વધવાનું છે. BCCIએ વિશ્વની સૌથી પ્રખ્યાત T20 ફ્રેન્ચાઈઝી ટૂર્નામેન્ટ, ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરીને ઘણી કમાણી કરી છે અને હવે BCCIને વધુ કમાણી થવાની છે. IPL મીડિયા અધિકારોની હરાજીથી ભારતીય બોર્ડને લગભગ 50 હજાર કરોડ રૂપિયાની કમાણી થવા જઈ રહી છે. અલબત્ત, પહેલેથી જ ખૂબ જ સમૃદ્ધ બોર્ડ, હવે વધુ સમૃદ્ધ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં બોર્ડે પણ મોટી કમાણી સુનિશ્ચિત કર્યા બાદ પોતાની તિજોરી ખોલવાનો નિર્ણય લીધો છે. BCCI તેના ભૂતપૂર્વ ક્રિકેટરો અને મેચ અધિકારીઓને મોટો ફાયદો આપવા જઈ રહ્યું છે. BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) જાહેરાત કરી છે કે બોર્ડ ભૂતપૂર્વ ક્રિકેટરો અને મેચ અધિકારીઓની નિવૃત્તિ પેન્શન બમણું કરવા જઈ રહ્યું છે.

BCCI સચિવ જય શાહે સોમવારે, 13 જૂને એક ટ્વીટ કરીને બોર્ડના આ નિર્ણયની જાણકારી આપી. જય શાહે પોતાના ટ્વીટમાં કહ્યું “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભૂતપૂર્વ ક્રિકેટરો (પુરુષ અને મહિલા) અને મેચ અધિકારીઓના માસિક પેન્શનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. લગભગ 900 લોકોને આનો લાભ મળશે અને તેમાંથી લગભગ 75 ટકા લોકોને 100 ટકા વધારાનો લાભ મળશે.

IPL મીડિયા અધિકારો (IPL Media Rights)ની હરાજીમાં બે પેકેજો માટે હરાજી પૂર્ણ થઈ ગઈ છે. IPL ના ટીવી અધિકારોની હરાજી કરવામાં આવી છે. જે પ્રતિ મેચ 57.5 કરોડમાં વેચાયા છે. તો ડિજિટલ અધિકારોની હરાજી 48 કરોડ રૂપિયા પ્રતિ મેચમાં કરવામાં આવી છે. આ આગામી પાંચ વર્ષ માટે છે. વેબસાઈટ Cricbuzz એ આ અંગે માહિતી આપી છે. એટલે કે ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર મેચ બતાવવા માટે BCCI ને કુલ 105.5 કરોડ રૂપિયા મળશે. આ હરાજી આગામી પાંચ વર્ષના અધિકારો માટે યોજવામાં આવી રહી છે એટલે કે BCCI 2023 થી 2027 સુધીના મીડિયા અધિકારોનું વેચાણ કરી રહ્યું છે.

આ હરાજી બે શ્રેણી પેકેજ-એ અને પેકેજ-બી માટે કરવામાં આવી છે. આ બંને કેટેગરીની કુલ રકમ 43,255 કરોડ જણાવવામાં આવી રહી છે. પેકેજ-Aની કુલ કિંમત રૂ. 23,575 કરોડ છે. પેકેજ Bની કુલ કિંમત 19,680 કરોડ રૂપિયા છે. પેકેજ-A ભારતીમાં ટીવી અધિકારો માટે છે. જ્યારે પેકેજ-બી ઓનલાઈન સ્ટ્રીમિંગ અધિકારો માટે છે.

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">