AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Media Rights Auction: પહેલા દિવસે માત્ર 2 પેકેજ માટે 42 હજાર કરોડની બોલી લાગી, IPL મીડિયા રાઇટ્સ માટે અનેક કંપનીઓ વચ્ચે દંગલ

IPL Media Rights : IPLના મીડિયા અધિકારો માટે ઈ-ઓક્શન (E-Auction) માં મોટી કંપનીઓ આમને-સામને છે. આઈપીએલ 2023 થી 2027 સુધીના મીડિયા અધિકારો (Media Rights) અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

IPL Media Rights Auction: પહેલા દિવસે માત્ર 2 પેકેજ માટે 42 હજાર કરોડની બોલી લાગી, IPL મીડિયા રાઇટ્સ માટે અનેક કંપનીઓ વચ્ચે દંગલ
Tata IPL Trophy (PC: IPLt20.com)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 7:10 AM
Share

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે આજનો બીજો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના મીડિયા અધિકારોને લઈને મુંબઈમાં હરાજી ચાલી રહી છે. આ હરાજી વર્ષ 2023 થી 2027 ના સમયગાળા માટે યોજવામાં આવી રહી છે અને BCCI પૈસાના વરસાદની અપેક્ષા રાખી રહ્યું છે. હાલમાં IPL ના મીડિયા અધિકારો Disney-Star પાસે છે. આ કરાર IPL 2022 સાથે પુરો થઇ રહ્યો છે.

જાણો, મીડિયા રાઇટ્સની હરાજીમાં કોણ-કોણ જોડાયું છે

આ વખતે BCCI એ IPL મીડિયા અધિકારોની બેઝ પ્રાઇસ 32 હજાર કરોડ રૂપિયાથી વધુ રાખી છે. જેના માટે મનોરંજન જગતની અનેક કંપનીઓ સામ-સામે છે. મુંબઈમાં 12 જૂને થયેલી પહેલા દિવસની હરાજીમાં રિલાયન્સની વાયાકોમ-18, ઝી, સોની, સ્ટાર-ડિઝની જોડાઇ હતી. અગાઉ એમેઝોન પણ મીડિયા અધિકારોની રેસમાં હતી. પરંતુ તે જ દિવસે એમેઝોને આ હરાજીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

રિપોર્ટ પ્રમાણે IPL મીડિયા અધિકારોની હરાજી પૂરજોશમાં ચાલી રહી છે. ઇ-ઓક્શનમાં પહેલા દિવસે મેગા પ્રાઇસ 42 હજાર કરોડને પાર કરી ચૂકી છે અને તે 50 હજાર કરોડને પણ પાર કરે તેવી શક્યતા છે. આ અગાઉના મીડિયા અધિકારોની હરાજી કરતાં ત્રણ ગણું છે. ખાસ વાત એ છે કે માત્ર બે પેકેજ માટે 42 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. આમાં ટીવી અધિકારો અને ડિજિટલ અધિકારોનો સમાવેશ થાય છે, સમગ્ર મીડિયા અધિકારોની રકમ ખૂબ વધારે હોઈ શકે છે.

શું છે આ વખતની રકમ અને પ્રક્રિયા..?

હવે ઘણું બદલાઈ ગયું છે અને ડિજિટલ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે મીડિયા અધિકારોને IPL 2023 થી IPL 2027 સુધી ચાર પેકેજમાં વહેંચવામાં આવ્યા છે.

– ટીવી મીડિયા અધિકાર – ડિજીટલ મીડિયા અધિકાર – પ્લેઓફ મેચના અધિકાર – ભારતીય ઉપખંડની બહાર માટેના અધિકાર

આ પેકેજોને એ આધારે અલગ પાડવામાં આવ્યા છે કે આગામી ત્રણ સિઝનમાં દર વર્ષે 74 મેચો અને છેલ્લી બે સિઝનમાં 94 મેચો યોજવામાં આવે. દરેક પેકેજ માટે અલગ બેઝ પ્રાઈસ રાખવામાં આવી છે અને ત્યાર બાદ બિડિંગ શરૂ થશે.

ટીવી મીડિયા રાઈટ્સની બેઝ પ્રાઈસ પ્રતિ મેચ રૂ 49 કરોડ છે. ડીજીટલ મીડિયા રાઈટ્સની બેઝ પ્રાઈસ પ્રતિ મેચ રૂ 33 કરોડ છે. પેકેજ સી ની કિંમત રૂ 11 કરોડ પ્રતિ મેચ છે અને પેકેજ ડીની કિંમત રૂ 3 કરોડ છે.

50 હજાર કરોડને પાર રકમ પહોંચશે.?

બીસીસીઆઈએ મીડિયા અધિકારોની બેઝ પ્રાઈસ 32,000 કરોડ રૂપિયા રાખી ત્યારે બધાને આશ્ચર્ય થયું. કારણ કે આઈપીએલ 2022માં ટીવી રેટિંગ ખૂબ જ નીચું હતું. પરંતુ તે પછી પણ તેનાથી આઈપીએલમાં કોઈ ફરક પડ્યો નથી. બેઝ પ્રાઈસના હિસાબે એવું માનવામાં આવતું હતું કે હરાજીમાં બોલી 60 હજાર કરોડ સુધી જઈ શકે છે. કારણ કે અગાઉ એમેઝોન અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓ વચ્ચે લડાઈની અપેક્ષા હતી.

જો કે એમેઝોને તેનું નામ પાછું ખેંચી લેતા આ આશા ધૂંધળી લાગે છે. આ પછી પણ જો હરાજી 50 હજાર કરોડમાં જાય તો નવાઈ નહીં. ખાસ વાત એ છે કે આ વખતે ટીવી રાઈટ્સ અને ડિજિટલ રાઈટ્સ પણ અલગ-અલગ કંપનીઓ ખરીદી શકે છે.

સૌરવ ગાંગુલીએ આપ્યું નિવેદન

બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ પણ આઈપીએલ મીડિયા રાઈટ્સની હરાજીને લઈને નિવેદન આપ્યું છે. સૌરવ ગાંગુલીનું કહેવું છે કે IPL પ્રીમિયર લીગ કરતાં વધુ કમાણી કરે છે. તેથી હવે તે વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ તરીકે આગળ વધી રહી છે. IPL દેશના લોકો દ્વારા ચલાવવામાં આવે છે. ભારતના કરોડો ક્રિકેટ ચાહકો તેને આગળ લઈ જાય છે.

g clip-path="url(#clip0_868_265)">