ઓસ્ટ્રેલિયાનો ધુરંધર હવે PSLમાં ધાક જમાવશે, જાણો કોણ છે આ વિસ્ફોટક બેટ્સમેન?
આ ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનરે અગાઉ IPLમાં ઘણો તરખાટ મચાવેલો છે. આ ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેન ટી20 ક્રિકેટના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે. IPLમાં 3 વાર ઓરેન્જ કેપ જીતી ચૂક્યો છે.

IPLમાં ત્રણ વખત ઓરેન્જ કેપ જીતનાર ડેવિડ વોર્નર આજે PSLમાં ડેબ્યૂ કરશે. ડેવિડ વોર્નર પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગ્સ તરફથી રમશે.જણાવી દઈએ કે, ડેવિડ વોર્નર કરાચી કિંગ્સની આગેવાની કરતો જોવા મળશે. વોર્નરને PSL 2025માં પ્લેટિનમ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને $300,000 મળ્યા હતા. ભારતીય રૂપિયામાં જોઈએ તો, વોર્નરને આશરે રૂ. 2.6 કરોડ મળ્યા હતા.
ટી20 ક્રિકેટમાં વોર્નર સૌથી સફળ
ડેવિડ વોર્નર ટી20 ક્રિકેટના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે. આ વખતે IPL હરાજીમાં 38 વર્ષીય વોર્નર અનસોલ્ડ રહ્યો હતો. જો કે, તે પછી વોર્નર પીએસએલમાં રમવા લાગ્યો.આ ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનરે અગાઉ IPLમાં ઘણો તરખાટ મચાવેલો છે. વોર્નરે અત્યાર સુધીમાં T20 ક્રિકેટમાં 12,913 રન બનાવ્યા છે જેમાં 8 સદી અને 108 અડધી સદીનો સમાવેશ થાય છે. વોર્નરે કુલ 399 ટી20 મેચ રમી છે.
વોર્નર IPLનો ધુરંધર
ડેવિડ વોર્નરનો સમાવેશ આઈપીએલના ઇતિહાસના સૌથી સફળ ખેલાડીઓમાં થાય છે. ડેવિડ વોર્નરે IPLમાં 3 વાર ઓરેન્જ કેપ જીતી હતી. વોર્નરે IPLમાં 3 વખત (2015, 2017 અને 2019) ઓરેન્જ કેપ જીતી છે. કેપ્ટન તરીકે, વોર્નરે 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદને તેમનો પહેલો IPL ખિતાબ અપાવ્યો હતો.
2009માં ડેબ્યૂ કર્યા પછી, વોર્નરે 184 મેચ રમી છે. ડેવિડ વોર્નરે ટી20માં 36.63ની સરેરાશ અને 140.58ના સ્ટ્રાઇક રેટથી 6565 રન બનાવ્યા છે. જેમાં તેણે 4 સદી અને 60 અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો: હવે તમે પણ પારલે-જી ગર્લ અને નિરમા ગર્લને વાસ્તવિકતામાં જોઈ શકશો, જાણો કેવી રીતે?
