AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK Breaking News : ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદની જીત, સતત પડતા વરસાદને કારણે મેચ રદ્દ

ND vs PAK Asia Cup Match Report: એશિયા કપમાં ભારત પાકિસ્તાનની મેચમાં વરસાદ વિધ્ન બન્યું અને મેચ રદ્દ થઈ છે. સતત પડતા વરસાદને કારણે આ મેચ રદ્દ કરવામાં આવી છે. કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા 50 ઓવર પણ રમી શકી નહોતી. તેઓ 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.

IND vs PAK Breaking News : ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદની જીત, સતત પડતા વરસાદને કારણે મેચ રદ્દ
asia-cup-2023-ind-vs-pakImage Credit source: ICC
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 10:33 PM
Share

Kandy : ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે 2 સપ્ટેમ્બરના રોજ એશિયા કપની ત્રીજી મેચ અનિર્ણિત રહી. કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા (Team India) 50 ઓવર પણ રમી શકી નહોતી. તેઓ 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.

આ પછી વરસાદના કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ અમ્પાયરે બંને કેપ્ટન સાથે વાત કરી અને મેચ રદ્દ જાહેર કરી.આ સાથે જ પાકિસ્તાને એશિયા કપના સુપર 4માં સ્થાન મેળવી લીધું છે. નેપાળ સામેની મેચમાં જીતને કારણે 2 પોઈન્ટ મળતા જ પાકિસ્તાનની ટીમ ગ્રુપ Aમાં ટોપ પર પહોંચી હતી. આજની મેચ રદ્દ થતા તેને 1 પોઈન્ટ મળ્યો.

આ પણ વાંચો : વિરાટ કોહલીએ કરી બાળક જેવી ભૂલ, શુભમન ગિલનો પગ થયો જામ, જાણો કેવી રીતે ધ્વસ્ત થયું ટોપ ઓર્ડર?

વરસાદને કારણે પાકિસ્તાને થયો ફાયદો

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ જાહેર કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોએ એક-એક મેચ ડ્રો કરી હતી. આ રીતે પાકિસ્તાનને બે મેચમાંથી ત્રણ પોઈન્ટ મળ્યા છે. તેણે પોતાની પ્રથમ મેચમાં નેપાળને હરાવ્યું હતું. બીજી તરફ ભારતના ખાતામાં એક મેચમાં એક પોઈન્ટ છે. હવે તેને સુપર-4માં પહોંચવા માટે 4 સપ્ટેમ્બરે રમાનાર મેચમાં નેપાળને હારવી પડશે. સુપર-4માં પહોંચનારી પાકિસ્તાન પ્રથમ ટીમ છે.

આ પણ વાંચો :  3 સપ્ટેમ્બરથી અમદાવાદ IND vs PAK મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ થશે શરુ, જાણો ટિકિટ ખરીદવાની સંપૂર્ણ પ્રોસેસ

ભારતની ઇનિંગ્સ પછી ભારે વરસાદ

ભારતની બેટિંગ બાદ પાકિસ્તાનની ટીમે રનનો પીછો કરવા મેદાનમાં ઉતરી શકી ના હતી.  વરસાદ પડતો રહ્યો અને અમ્પાયરોએ ઘણી વખત તપાસ કરી. ચાહકોને આશા હતી કે ઓછામાં ઓછી 20 ઓવરની મેચ હશે. વરસાદ ને કારણે આશાઓ પર પાણી ફરી વળ્યું. સતત વરસાદને જોતા અમ્પાયરોએ બંને કેપ્ટન સાથે વાત કરી હતી. ત્યારબાદ મેચ રદ્દ કરવા માટે સહમતિ બની હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
g clip-path="url(#clip0_868_265)">