AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અર્શદીપ સિંહે સમરીન કૌર સાથે બનાવી પહેલી રીલ, ગર્લફ્રેન્ડ બોલી- ‘આ બધું અહીં નહીં ચાલે’

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પોતાની બોલિંગની સાથે સોશિયલ મીડિયા પરની મસ્તી માટે પણ ચર્ચામાં રહે છે. હવે તેણે ગર્લફ્રેન્ડ સમરીન કૌર સાથે પહેલી રીલ શેર કરી છે. આ વીડિયોમાં બંને વચ્ચેની મજેદાર વાતચીતે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ વાત એ છે કે અર્શદીપની એક વાતના જવાબમાં સમરીને એવું કહ્યું કે ‘આ અહીં કામ નહીં કરે.’

અર્શદીપ સિંહે સમરીન કૌર સાથે બનાવી પહેલી રીલ, ગર્લફ્રેન્ડ બોલી- ‘આ બધું અહીં નહીં ચાલે’
Arshdeep & Samreen KaurImage Credit source: INSTAGRAM
| Updated on: Sep 03, 2026 | 8:53 PM
Share

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હાલમાં દુલીપ ટ્રોફીમાં નોર્થ ઝોન તરફથી રમતા જોવા મળ્યો હતો. જોકે, નોર્થ ઝોન સેમિફાઇનલમાં સાઉથ ઝોન સામે હારી ગયું હતું. ક્રિકેટ ઉપરાંત અર્શદીપને સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો પણ ઘણો શોખ છે. અર્શદીપ સિંહની રીલ્સ સોશિયલ મીડિયા પર સતત વાયરલ રહે છે. હવે તેની નવી રીલમાં ગર્લફ્રેન્ડ સમરીન કૌર પણ જોવા મળી રહી છે.

અર્શદીપ-સમરીનની પહેલી રીલ

અર્શદીપ-સમરીનની આ વાયરલ રિલમાં વીડિયોમાં અર્શદીપ કેમેરો ચાલુ કરીને સમરીનને પૂછે છે, “બેબી, શું થયું?” જ્યારે સમરીન તરફથી કોઈ જવાબ મળતો નથી, ત્યારે તે ફરીથી પૂછે છે, “શું થયું?” તેના જવાબમાં સમરીન કહે છે, “આ અહીં કામ નહીં કરે.” બંનેની આ નાની અને મજેદાર વાતચીત સોશિયલ મીડિયા પર ચાહકોને પસંદ આવી રહી છે.

રિલમાં સોશિયલ મીડિયા પર વાયરલ

અર્શદીપ અને સમરીન કૌરના સંબંધની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. જુલાઈમાં અર્શદીપે સમરીન સાથે એક તસવીર શેર કરીને તેને ‘માય પર્સન’ કહી હતી, જે બાદ તેમના સંબંધને લઈને ચાલી રહેલી ચર્ચાને વધુ વેગ મળ્યો હતો. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અનેકવાર તેમની રીલ્સ વાયરલ થતી રહે છે.

દુલીપ ટ્રોફીમાં અર્શદીપ ફ્લોપ

અર્શદીપ સિંહે હાલ ચાલી રહેલા દુલીપ ટ્રોફીમાં બે મેચ રમી હતી. વેસ્ટ ઝોન સામેની મેચમાં તેણે કુલ ચાર વિકેટ ઝડપી હતી જેમાં પહેલી ઇનિંગમાં ત્રણ અને બીજી ઇનિંગમાં એક વિકેટ સામેલ હતી. ત્યાર બાદ સેમિફાઇનલમાં સાઉથ ઝોન સામે તેણે પ્રથમ ઇનિંગમાં બે વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેને એક પણ વિકેટ મળી નહોતી.

અર્શદીપ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

અર્શદીપની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તેણે અત્યાર સુધી વનડે અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે 18 વનડે અને 91 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં 30 અને 135 વિકેટ લીધી છે.રેડ-બોલ ક્રિકેટમાં તેના સતત સારા પ્રદર્શનને કારણે ભવિષ્યમાં ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મળવાની શક્યતા છે. હાલમાં, જોકે, તેની બોલિંગ સાથે સમરીન સાથેની આ મજેદાર રીલ પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

Breaking News : ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે VVS લક્ષ્મણની નિમણૂક, એશિયન ગેમ્સમાં સંભાળશે કાર્યભાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">