મા બન્યા બાદ ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર અનુષ્કા શર્માનો પહેલો સંદેશ

મા બન્યા બાદ ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર અનુષ્કા શર્માનો પહેલો સંદેશ
Anushka Sharma

અભિનેત્રી અનુષ્કા શર્માએ ગાબા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને મળેલી ઐતિહાસિક જીત બાદ ટીમને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી.

Gautam Prajapati

| Edited By: Bhavesh Bhatti

Jan 20, 2021 | 10:53 AM

અભિનેત્રી અનુષ્કા શર્માએ ગાબા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને મળેલી ઐતિહાસિક જીત બાદ ટીમને અભિનંદન પાઠવ્યા છે. ભારતીય ટીમે લગાતાર બીજી વાર ઓસ્ટ્રેલીયાને એની જ ધરતી પર હરાવ્યું છે અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર ભારતનું નામ સ્થાપિત કર્યું છે. આ પ્રસંગે અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટીમનો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું, ‘શું વિજય મેળવ્યો છે ભારતીય ટીમે વાહ! આ જીત આવનારા ઘણા વર્ષો સુધી પ્રેરણાદાયી બની રહેશે.’

anushka sharma's first message to indian cricket team for the victory (1)

Instagramમાં મૂકી સ્ટોરી

જ્યારે અનુષ્કા શર્માના પતિ અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ શુભેચ્છાઓ પાઠવી ખુશી વ્યક્ત કરી હતી. વિરાટે લખ્યું હતું કે ‘વાહ શું વિજય છે! આ જીત તેમના માટે કરારો જવાબ છે જેમણે એડિલેડ ટેસ્ટ બાદ અમારા પર ડાઉટ કર્યો હતો. ઉત્તમ અને યાદ રહેનાર પ્રદર્શન. ધૈર્ય અને દ્રઢ સંકલ્પ આપણને મદદરૂપ થયો. ટીમના તમામ ખેલાડીઓ અને મેનેજમેન્ટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ જીતનો આનંદ માણો. ‘

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

સિરીઝની શરૂઆતની મેચ બાદ વિરાટ પિતૃત્વ રજાઓ પર ભારત પરત પાછો ફર્યો હતો અને થોડા દિવસો અગાઉ જ તે એક બાળકીનો પિતા બન્યો હતો. ઘણાને લાગતું હતું કે વિરાટના ગયા પછી ટીમ ઈન્ડિયા સારું પ્રદર્શન નહીં કરી શકે, પરંતુ તેવું થયું નહીં અને ટીમે નવા ખેલાડીઓ સાથે અજિંક્ય રહાણેની આગેવાનીવાળી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાના નામ કરી લીધી.

અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને રણવીર સિંહ જેવા ઘણા બોલીવુડ સ્ટાર્સએ પણ ભારતીય ટીમની આ જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌએ આ જીતની ઉજવણી પણ કરી હતી.

આ પણ વાંચો: STOCK MARKET: સારી શરૂઆત સાથે ઉતાર-ચઢાવ દેખાયો, SENSEX 49600 નજીક પહોંચ્યો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati