એડિલેડમાં કંગાળ બેટીંગ કરી હાર્યા બાદ કોહલીએ કહ્યુ ‘તલનું તાડ ના કરો’
ભારતીય ક્રિકેટ ટીમના માટે 19 ડિસેમ્બર ટેસ્ટ ઈતિહાસનો સૌથી ખરાબ દિવસ માની શકાય. આખીય ઈનીંગમાં ટીમ માત્ર 36 રન જ નોંધાવી શકી.
ભારતીય ક્રિકેટ ટીમના માટે 19 ડિસેમ્બર ટેસ્ટ ઈતિહાસનો સૌથી ખરાબ દિવસ માની શકાય. આખીય ઈનીંગમાં ટીમ માત્ર 36 રન જ નોંધાવી શકી. ભારતીય ટીમનો ટેસ્ટ ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર છે. મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ ખરાબ પ્રદર્શનને યાદ કરવા માંગતા નથી. તેણે આગ્રહ પણ કર્યો કે તલનું તાડ ના કરશો. કોહલીએ કોઈનું પણ નામ લીધુ નહોતુ. પરંતુ દિવસની શરુઆત 62 રનની લીડ સાથે હોય છતાં પણ મંયક અગ્રવાલના રમવાની શૈલી પર પણ સવાલ ઉઠ્યા હતા.
કોહલીએ પ્રથમ ટેસ્ટને આઠ વિકેટે ગુમાવવા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ. મને નથી લાગતુ કે આનાથી વધારે બદતર બેટીંગ ક્યારેય કરી હોય. એટલા માટે જ અમે અહીંથી માત્ર આગળ જ વધી શકીએ છીએ. આપ પણ જોઈ શકશો કે ખેલાડી તે દિશામાં કદમ વધારી રહ્યા છે. કેપ્ટન કોહલીએ ટીમનો બચાવ કરવાનો પુરો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદેશમાં આ વર્ષે લગાતાર છઠ્ઠી વખત ટેસ્ટમાં 250 રનથી નીચેનો સ્કોર થયો હતો. તેણે કહ્યુ કે ઈમાનદારીથી મારો વિચાર રાખુ તો આ એક અજીબ છે. બોલમાં વધારે મુવમેન્ટ નહોતી, પરંતુ મેચને આગળ લઈ જવાનો કોન્ફીડન્ટ ના દાખવી શક્યા.
આ પણ વાંચો:અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂને લઈ પોલીસ કમિશનરનું મોટું નિવેદન, જુઓ VIDEO
ઈનીંગ માત્ર 21.2 ઓવરમાં જ સમેટાઈ હતી. જેને લઈને કોહલીએ કહ્યુ કે, બધુ જ એટલી ઝડપથી થયુ કે કોઈ કંઈ પણ સમજી શક્યુ નહીં. મને નથી લાગતુ કે આ ચિંતાજનક છે. અમે અહીં બેસીને તલનો તાડ બનાવી શકીએ છીએ. પરંતુ આ ચીજોને યોગ્ય નજરિયાથી જોવાની વાત છે. લગભગ પંદરેક ઈનીંગમાં આવુ થયુ છે. જોકે કેપ્ટન કોહલીને તેમાંથી કેટલીક જ પારી યાદ હોય એમ વાત કરી હતી. તેણે આગળ એમ પણ કહ્યુ કે, જો હું ખોટો ના હોઉ તો આઠ નવ વર્ષમાં ફક્ત પાંચ કે છ વખત જ બેટીંગ લાઇન વિખેરાઇ છે. તેમણે આગળ કહ્યુ કે આજે અમે નવ વિકેટ સાથે મેદાનમાં ઉતર્યા હતા.