AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતીય જમીન પર અફઘાન બોલરે રચ્યો ‘નવો ઇતિહાસ’, 23 વર્ષના યુવાએ એકલા હાથે પોતાની ટીમનો ‘મોરચો’ સંભાળ્યો

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં અદભુત નજારો જોવા મળ્યો છે. ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ ભલે સ્કોરબોર્ડ પર 564 રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો હોય પણ અફઘાનિસ્તાનના 23 વર્ષના યુવા ફાસ્ટ બોલરે પોતાની ઘાતક બોલિંગથી બધાના દિલ જીતી લીધા છે.

Breaking News: ભારતીય જમીન પર અફઘાન બોલરે રચ્યો 'નવો ઇતિહાસ', 23 વર્ષના યુવાએ એકલા હાથે પોતાની ટીમનો 'મોરચો' સંભાળ્યો
Image Credit source: CricInfo
| Updated on: Jun 07, 2026 | 6:14 PM
Share

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોએ રનનો પહાડ ખડકી દીધો છે પરંતુ આ બધાની વચ્ચે 23 વર્ષના એક યુવા અફઘાન બોલરે પોતાની શાનદાર બોલિંગથી બધાને હેરાન કરી દીધા છે.

વાત એમ છે કે, 23 વર્ષના મોહમ્મદ સલીમ સફીએ ભારતની મજબૂત બેટિંગ લાઇનઅપ સામે દમદાર પ્રદર્શન કરતા 6 વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો છે.

મુલ્લાંપુરમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 564 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી. ભારતીય બેટ્સમેનોએ અફઘાન બોલરોની આકરી પરીક્ષા લીધી પરંતુ મોહમ્મદ સલીમે એકલા હાથે મોરચો સંભાળી રાખ્યો હતો.

એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોએ રનનો પહાડ ખડકી દીધો છે

આવું કરનાર ‘ત્રીજો અફઘાન’

સલીમે 27 ઓવરની બોલિંગમાં 140 રન આપીને 6 વિકેટ પોતાના નામે કરી. આ સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર અફઘાનિસ્તાનનો માત્ર ત્રીજો ફાસ્ટ બોલર બની ગયો છે. તેણે ઝિયાઉર રહેમાન અને નિજાત મસુદની ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, તેની આ ફાઈવ વિકેટ હોલ (5 વિકેટ) માત્ર બીજી જ ટેસ્ટ મેચમાં આવી છે. સલીમે પોતાનું ડેબ્યુ ફેબ્રુઆરી 2024માં શ્રીલંકા સામે કર્યું હતું. જો કે, તે મેચમાં તેને એક પણ વિકેટ મળી ન હતી.

ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ હોલ લેનારા અફઘાન ફાસ્ટ બોલરો

  • 7/97 – ઝિયાઉર રહેમાન વિ. ઝિમ્બાબ્વે (વર્ષ 2025)
  • 5/79 – નિજાત મસુદ વિ. બાંગ્લાદેશ (વર્ષ 2023)
  • 6/140 – મોહમ્મદ સલીમ વિ. ભારત (વર્ષ 2026)

ભારતે ખડક્યો ‘વિશાળ સ્કોર’

મોહમ્મદ સલીમ સફીની ઘાતક બોલિંગ છતાં ભારતીય બેટ્સમેનો પ્રથમ ઇનિંગમાં સ્કોરબોર્ડ પર 550થી વધુ રન બનાવવમાં સફળ રહ્યા હતા. કેએલ રાહુલે શાનદાર 100 રન બનાવ્યા, જ્યારે શુભમન ગિલે 126 રનની ઇનિંગ રમી હતી.

આ સિવાય સાઈ સુદર્શને 81 અને ઋષભ પંતે પણ 81 રન જોડ્યા હતા. લોઅર ઓર્ડરમાં વોશિંગ્ટન સુંદરે 52 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, જ્યારે માનવ સુથાર અને મોહમ્મદ સિરાજે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.

આ ઇનિંગના જોરે ભારતે પ્રથમ ઇનિંગમાં 564 રન બનાવીને અફઘાનિસ્તાન પર સંપૂર્ણ દબાણ બનાવી દીધું છે. અફઘાનિસ્તાન તરફથી સલીમ સૌથી સફળ બોલર રહ્યો હતો, જ્યારે ઝિયાઉર રહેમાન અને હશમતુલ્લાહ શાહીદીને એક-એક વિકેટ મળી હતી.

ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે અફઘાન ટીમ પોતાની પહેલી ઇનિંગમાં 113 રન બનાવી ચૂકી છે પરંતુ તે સાથે જ પોતાની 5 વિકેટ પણ ઘુમાવી બેસી છે. અફઘાન તરફથી રહમત શાહ 43 રન બનાવીને રમી રહ્યો છે. ભારત તરફથી માનવ સુથારે 3 વિકેટ ઝડપી હતી.

વૈભવ સૂર્યવંશી એવું તો શું ખાય છે કે, બોલરોના છક્કા છુટી જાય છે? 15 વર્ષની ઉંમરે ક્યાંથી આવે છે આવી ‘એનર્જી’?

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">