WT-20: આજથી Women’s T20 Challenge લીગનો પ્રારંભ, જાણો કોણ લેશે ભાગ અને કઇ ટીમો વચ્ચે ક્યારે થશે ટક્કર

મહિલાઓની ટી-20 લીગ એટલે કે વુમન્સ ટી-20 ચેલેન્જ પણ આ વખતે યુએઇમાં રમાનાર છે. 4, નવેમ્બર એટલે કે બુધવાર થી તેની શરુઆત થનારી છે. 9, નવેમ્બરે ફાઇનલ મુકાબલો યોજાશે. આ ટુર્નામેન્ટની ત્રીજી સિઝન છે. ટી-20 લીગની મેચના ગૃપ સ્ટેજ અને પ્લેઓફ ની વચ્ચેના સમયગાળામાં આયોજન કરવામાં આવતુ હોય છે. જેમાં ભારત સહિત વિશ્વના અનેક દેશોની […]

WT-20: આજથી Women’s T20 Challenge લીગનો પ્રારંભ, જાણો કોણ લેશે ભાગ અને કઇ ટીમો વચ્ચે ક્યારે થશે ટક્કર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 18, 2021 | 4:09 PM

મહિલાઓની ટી-20 લીગ એટલે કે વુમન્સ ટી-20 ચેલેન્જ પણ આ વખતે યુએઇમાં રમાનાર છે. 4, નવેમ્બર એટલે કે બુધવાર થી તેની શરુઆત થનારી છે. 9, નવેમ્બરે ફાઇનલ મુકાબલો યોજાશે. આ ટુર્નામેન્ટની ત્રીજી સિઝન છે. ટી-20 લીગની મેચના ગૃપ સ્ટેજ અને પ્લેઓફ ની વચ્ચેના સમયગાળામાં આયોજન કરવામાં આવતુ હોય છે. જેમાં ભારત સહિત વિશ્વના અનેક દેશોની મહિલા ક્રિકેટરો સામેલ થતી હોય છે. માનવામાં આવી રહ્યુ છે કે, આવનારા દિવસોમાં પણ આ એક મોટી ટુર્નામેન્ટ હશે અને જેને આઇપીએલની માફક જ તેને મહિલા ક્રિકેટને પ્રોત્સાહન પણ મળી રહેશે.

  

ટુર્નામેન્ટમાં કુલ ચાર મેચ રમાનારી છે. જેની શરુઆત ચોથી નવેમ્બરે થશે અને નવમી નવેમ્બરે વિજેતા જાહેર થશે. તમામ ચારેય મેચ શારજાહમાં રમાનારી છે. ટુર્નામેન્ટની ત્રણ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરુ થશે. જ્યારે બીજી મેચ દિવસે રમાશે જે બપોરે 3.30 વાગ્યા થી શરુ થશે. મહિલા ટી-20 લીગમાં ત્રણ ટીમો ભાગ લઇ રહી છે. જેમાં વેલો સીટી, સુપર નોવા અને ટ્રેલબ્લેઝર્સનો સમાવશે થાય છે. ત્રણેય ટીમોના કેપ્ટન ભારતીય મહિલા ખેલાડીઓ જ છે. ટીમ વેલોસીટીના કેપ્ટન મિતાલી રાજ, સુપરનોવા ના કેપ્ટન હરમન પ્રિત અને ટ્રેલબ્લેઝર્સના કેપ્ટન તરીકે સ્મૃતી મંધાના છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સૌ પ્રથમ વુમન્સ ટી-20 ચેલેન્જનુ આયોજન વર્ષ 2018માં થયુ હતુ. જે સમયે સુપર નોવા અને ટ્રેલબ્લેઝર્સ એમ બે જ ટીમો હતી. આવી સ્થિતિમાં એક જ મેચ રમાઇ હતી. જે મેચમાં સુપરનોવાએ બાજી મારી હતી. વર્ષ 2019માં વેલોસીટી ના રુપમાં વધુ એક ટીમ લીગમાં સામેલ થઇ હતી. આ રીતે ત્રણ ટીમો વચ્ચે ફાઇનલ સહિત ચાર મેચ રમાઇ હતી. જેમાં પણ સુપર નોવા ટીમ જ વિજેતા રહી હતી. હવે વર્ષ 2020 માં પણ ગત વર્ષની માફક જ ત્રણ ટીમો છે અને તેટલી જ મેચોનુ આયોજન કરવામા આવ્યુ છે. સુપર નોવા પાસે જીતની હેટ્રીક કરવા માટેની તક છે. આ વર્ષે જોકે ટીમોની સંખ્યા ચાર કરવાનુ આયોજન હતુ પરંતુ, કોરોના કાળને ચાલતા સમસ્યાઓને લઇને હાલ માં તે યોજનાને ટાળી દેવામાં આવી હતી.

મહિલા આઇપીએલમાં મુખ્ય રુપ થી ભારતની મહિલા ખેલાડીઓ છે, પરંતુ આ ઉપરાંત ઇંગ્લેન્ડ, વેસ્ટઇન્ડિઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રીકા અને થાઇલેન્ડની પણ ખેલાડીઓ જેમાં સામેલ થઇ છે.  આ સમય દરમ્યાન ઓસ્ટ્રેલીયામાં મહિલા બિગ બૈશ લીગ ચાલી રહી છે. જેના ચાલતા ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડના મોટા નામ ધરાવતી મહિલા ખેલાડીઓ લીગી થી દુર છે. ઇંગ્લેન્ડ તરફ થી બોલર સોફી એકલસ્ટોન, બેટ્સમેન ડેની વ્યાટ, વેસ્ટઇન્ડીઝની ઓલરાઉન્ડર ડિયાંડ્રા ડોટીન, શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને શશિકલા સિરીવર્દને, થાઇલેન્ડની નટક્કન ચંટમ પણ મહિલા ટી-20 લીગ રમી રહી છે.

ટ્રેલબ્લેઝર્સઃ સ્મૃતિ મંધના કેપ્ટન, દિપ્તિ શર્મા, સિમરન બહાદુર, નટક્કન ચંટમ, હરલીન દેઓલ, ડિયાંડ્રા ડોટીન, સોફી એકલસ્ટોન, ઋષા ઘોષ, રાજેશ્વરી ગાયકવાડ, કાશ્વી ગૌતમ, ઝુલણ ગોસ્વામી, દયાલન હેમલતા, નુઝહત પરવિન, પુનમ રાવત, સલામા ખાતુંન,

વેલોસિટીઃ મિતાલી રાજ કેપ્ટન, અનધા મુરલી, એકતા બિસ્ટ, મનાલી દક્ષિણી, જહાંનારા આલમ, વેદા કૃષ્ણમૂર્તિ, મેઘના સિંહ, શિખા પાંડે, લેઇ કેસ્પેરેક, સ્યુન લુસ, સુષમા વર્મા, શેફાલી વર્મા, દેવિકા વૈધ, સુશ્રી દિવ્યદર્શિની, ડૈની વ્યાટ,

સુપરનોવાઃ હરમનપ્રિત કેપ્ટન, જેમિમા રોડ્રિગ્સ, તાનિયા ભાટીયા, ચમારી અટાપટ્ટુ, પુનમ યાદવ, અનુજા પાટિલ, મુસ્કાન મલિક, અરુંધતી રેડ્ડી, પ્રિયા પુનિયા, અયાબોંગા ખાકા, પુજા વસ્ત્રકાર, શશિકલા સિરીવર્દને, રાધા યાદવ, આયુષી સોની, શકિરા સલમાન,

લીગનો કાર્યક્રમ

4,નવેમ્બરઃ સુપરનોવા વિરુદ્ધ વેલોસીટી

5,નવેમ્બરઃ વેલોસીટી વિરુદ્ધ ટ્રેલબ્લેઝર્સ

7,નવેમ્બરઃ ટ્રેલબ્લેઝર્સ વિરુદ્ધ સુપરનોવા

9, નવેમ્બરઃ ફાઇનલ મેચ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">