IPLમાં MIની ટીમના ખેલાડીઓ ખાસ પ્રકારની રીંગ પહેરેલા જોવા મળશે, જાણો કોરોનાકાળમાં શું છે આ રીંગની ખાસિયત

IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે કોરોના વાઈરસના રોગચાળાના સંક્રમણના ખતરાને ટાળવા માટે મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ યુએઈમાં યોજાનારી IPL માટે બાયો-સુરક્ષિત બબલ બનાવ્યો છે અને તેને લઈને પ્રોટોકોલ પણ જારી કર્યા છે. આ હોવા છતાં, મુંબઈ ઈન્ડિયન્સ ખેલાડીઓ અને ટીમના અન્ય સભ્યોની સલામતીની સંભાળ રાખવા માટે કોઈપણ પ્રકારની કચાસ છોડવા માંગતુ નથી. આવા જ કારણોસર […]

IPLમાં MIની ટીમના ખેલાડીઓ ખાસ પ્રકારની રીંગ પહેરેલા જોવા મળશે, જાણો કોરોનાકાળમાં શું છે આ રીંગની ખાસિયત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:12 PM

IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે કોરોના વાઈરસના રોગચાળાના સંક્રમણના ખતરાને ટાળવા માટે મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ યુએઈમાં યોજાનારી IPL માટે બાયો-સુરક્ષિત બબલ બનાવ્યો છે અને તેને લઈને પ્રોટોકોલ પણ જારી કર્યા છે. આ હોવા છતાં, મુંબઈ ઈન્ડિયન્સ ખેલાડીઓ અને ટીમના અન્ય સભ્યોની સલામતીની સંભાળ રાખવા માટે કોઈપણ પ્રકારની કચાસ છોડવા માંગતુ નથી. આવા જ કારણોસર હવે યુએઈમાં મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ સ્માર્ટ રિંગ પહેરીને જોવા મળી રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ કોવિડ 19થી તેમના ખેલાડીઓની સુરક્ષા માટે વિશેષ પ્રકારની સ્માર્ટ રીંગ રજૂ કરી છે. આ સ્માર્ટ રીંગ એ ખાસ પ્રકારની પર્સનલ હેલ્થ ટ્રેકિંગ ડિવાઈસ છે. જે મુંબઈ ઈન્ડિયન્સના તમામ ભાગ લેનારા ખેલાડીઓ પહેરશે.

IPL ma MI ni team na kheladio khas prakar ni ring pehrela jova malse jano coronakal ma shu che aa ring ni khasiyat

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેઓ અબુધાબીમાં IPL માટે ટીમમાં સામેલ થયેલા છે. બીસીસીઆઈએ તમામ ટીમોને બ્લૂટૂથ આધારીત ઉપકરણ આપ્યા છે, જે ડેઈલી ફિટનેસ અંગે આરોગ્ય એપ્લિકેશન માહિતી એકઠી કરે છે, પરંતુ મુંબઈ ઈન્ડીયન્સ ટીમે કોરોના સંક્રમણના ખતરાની સ્થિતીમાં સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અલગ જ સુધારાજનક નિર્ણય લીધો છે. જે મુજબ આ સ્માર્ટ રીંગ દ્વારા કોરોના અંગેના શરુઆતી લક્ષણો પર ધ્યાન રાખતી માહિતી એકઠી કરશે. એક અહેવાલ દ્રારા મળતી જાણકારી મુજબ આ સ્માર્ટ રિંગની વાત સામે આવી છે કે, વ્યક્તિના સ્વાસ્થ્ય સંબંધીત મહત્વપૂર્ણ ડેટા એટલે હાર્ટ રેટ (heart rate), હાર્ટ રેટ વેરીએશન (heart rate variation), શ્વસન દર (respiratory rate) અને શરીરનું તાપમાન (body temperature) સહિતની માહિતી અને તેના લગતા માહિતીના એનાલીસીસ તેમજ તેને લગતી શારીરીક અનિયમિતતાની બાબતો એલર્ટ કરે છે. જેને લઈને આ બાબતે ગંભીરતા દાખવી ટીમ તેમના સભ્યોની આરોગ્ય સલામતી બાબતે તરત જ પગલા ભરી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

IPL ma MI ni team na kheladio khas prakar ni ring pehrela jova malse jano coronakal ma shu che aa ring ni khasiyat

આ સ્માર્ટ રિંગ વ્યક્તિની પલ્સ, હલનચલન અને તાપમાનનું નિરીક્ષણ કરે છે, જેથી ટીમના સભ્યના સ્વાસ્થ્યનું દૈનિક વિશ્લેષણ કરવા માટે મદદ કરશે. એનબીએ (નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન) દ્વારા પણ આવા જ પ્રકારની સમાન રીંગ હેલ્થ ડિવાઈસનો ઉપયોગ કર્યો છે. ” મુંબઈ ઇન્ડિયન્સ માત્ર રમતગમતમાં જ નહીં, પરંતુ ક્લબ તરીકે પણ જાણીતું છે, જે તેના ખેલાડીઓ સાથે પરિવાર તરીકે વર્તે છે. મુંબઈ ઈન્ડિયન્સે પણ પોતાનો બાયો બબલ બનાવ્યો છે અને આ ઉપરાંત તમામ ખેલાડીઓને PPE કીટ, માસ્ક, ફેસ શિલ્ડ અને ગ્લોવ્સ પણ આપવામાં આવ્યા છે. આમ મુંબઈ ઈન્ડીયન્સ ટીમ IPL 2020માં પોતાનો દમ જાળવી રાખવા માટે તમામ પાસાઓ પર સતર્કતા દાખવી રહ્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">