IND VS SA Final : જસપ્રીત બુમરાહ 15 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો, T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક ઘટના બનાવી
IND VS SA Final: T20 ક્રિકેટને બેટ્સમેનની રમત કહેવામાં આવે છે પરંતુ T20 વર્લ્ડ કપ 2024માં એક બોલરે આ ફોર્મેટ પર રાજ કર્યું હતું. આ બોલર જસપ્રીત બુમરાહ છે જે T20 વર્લ્ડ કપનો સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ થયો હતો.
IND VS SA Final: T20 ક્રિકેટને બેટ્સમેનની રમત કહેવામાં આવે છે પરંતુ T20 વર્લ્ડ કપ 2024માં એક બોલરે આ ફોર્મેટ પર રાજ કર્યું હતું. આ બોલર જસપ્રીત બુમરાહ છે જે T20 વર્લ્ડ કપનો સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ થયો હતો.
આ ખેલાડીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો અને આ સાથે તેણે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. બુમરાહે આ ટૂર્નામેન્ટમાં જે કારનામું કર્યું છે તેની કોઈ પણ ખેલાડી માટે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તે એટલા માટે કે તે T20 વર્લ્ડ કપ રમ્યો હતો પરંતુ તેના આંકડા ટેસ્ટ ક્રિકેટ જેવા દેખાતા હતા.
જસપ્રીત બુમરાહના આશ્ચર્યજનક આંકડા
જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં 8 મેચ રમી હતી અને આ દરમિયાન તેણે 15 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહનો ઈકોનોમી રેટ માત્ર 4.17 રન પ્રતિ ઓવર હતો. આ આંકડા આજકાલ ટેસ્ટ ક્રિકેટમાં જ જોવા મળે છે. બુમરાહનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન અફઘાનિસ્તાન સામે આવ્યું જયારે તેણે આ મેચમાં માત્ર 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. બુમરાહની સૌથી મોટી વાત પાવરપ્લેમાં તેની શાનદાર બોલિંગ હતી.
પાવરપ્લેમાં બુમરાહનો પાવર જોવા મળ્યો
જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડ કપ 2024ના પાવરપ્લેમાં માત્ર 4.17ના ઇકોનોમી રેટથી રન ખર્ચ્યા હતા જે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પાવરપ્લે દરમિયાન સૌથી ઓછી ઈકોનોમી બોલિંગના આંકડા છે. અગાઉ 2014માં સુનીલ નારાયણે 4.60ના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા. સ્પષ્ટ છે કે બુમરાહના આ જાદુના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ એવોર્ડ મેળવનાર પ્રથમ બોલર
ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ બોલરને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હોય. આ પહેલા દરેક T20 વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડર અથવા વિકેટકીપર-બેટ્સમેન પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતતા હતા. ઈરફાન પઠાણ 2007માં ભારત માટે પ્લેયર ઓફ ધ સિરીઝ હતો જે તે ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમ્યો હતો.
જસપ્રીત બુમરાહના વિચારો શું હતા?
ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ બુમરાહને પૂછવામાં આવ્યું કે આખી ટૂર્નામેન્ટ દરમિયાન તેનો શું વિચાર હતો? બુમરાહે કહ્યું, ‘આખી ટૂર્નામેન્ટ દરમિયાન મારી વિચારસરણી સ્પષ્ટ હતી. હું હંમેશા દરેક બોલ અને દરેક ઓવર વિશે વિચારતો હતો. મેં વધુ આગળ વિચાર્યું ન હતું. હું ક્યારેય ભાવુક નથી થયો.’ તેણે હેન્ડ્રીક્સ અને માર્કો જેન્સનની મહત્વની વિકેટ લીધી હતી. બુમરાહે 4 ઓવરમાં માત્ર 18 રન જ આપ્યા અને તેના કારણે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની શકી હતી.