AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ દિગ્ગજ કંપનીએ પ્રત્યેક શેર 229 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું, શું તમારી પાસે છે આ કંપનીનો શેર?

શેરબજારમાં હાલ હોબાળો મચ્યો છે અને એવામાં દેશના સૌથી મોંઘા શેરે તેના રોકાણકારોને દમદાર ભેટ આપી છે. રોકાણકારોને હવે 229 રૂપિયાનું મળશે.

આ દિગ્ગજ કંપનીએ પ્રત્યેક શેર 229 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું, શું તમારી પાસે છે આ કંપનીનો શેર?
| Updated on: May 07, 2025 | 8:42 PM
Share

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત પછી MRFના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ટ્રાડે ટ્રેડમાં MRFના શેર 4.8 ટકા વધીને ₹1,41,500 પર પહોંચ્યા છે જે મંગળવારે ₹1,34,990 હતા.

MRF લિમિટેડે બુધવારે જણાવ્યું હતું કે, તેમનો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 29.28 ટકા વધીને રૂ. 512.11 કરોડ થયો છે. કંપનીએ એક વર્ષ પહેલાની કામગીરીમાંથી રૂ. 396.11 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

કંપનીનો નફો ઘટ્યો

નાણાકીય વર્ષ (2024-25) માટે કંપનીનો ચોખ્ખો નફો ઘટીને રૂ. 1869.29 કરોડ થયો, જે પાછલા નાણાકીય વર્ષમાં રૂ. 2,081.23 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન ઓપરેટિંગ આવક રૂ. 25,169.21 કરોડથી વધીને રૂ. 28,153.18 કરોડ થઈ.

MRF રૂ. 229નું ડિવિડન્ડ આપશે

જાન્યુઆરી-માર્ચના ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષના પરિણામોની જાહેરાત સાથે જ MRF એ તેના શેરધારકોને રૂ. 229ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. બુધવારના દિવસે એટલે કે આજે MRFના શેરમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. MRF એ ડિવિડન્ડ માટે કોઈ રેકોર્ડ તારીખ નક્કી કરી નથી. આના વિશે કંપની પછીથી માહિતી શેર કરશે.

તમને જણાવી દઈએ કે, એક્સચેન્જ ફાઇલિંગ મુજબ કંપનીએ, 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે, પ્રત્યેક શેર દીઠ રૂપિયા 3નુ ડિવિડન્ડ બે વાર જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વ્યવસાય વર્ષ માટે તેમણે 10 રૂપિયાના ફેસ વેલ્યુ પર 235 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. વર્તમાન શેર ભાવે તેની ડિવિડન્ડ યીલ્ડ 0.14% છે.

રિઝલ્ટ પછી MRFના શેરમાં વધારો

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો પછી MRFના શેરમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ઇન્ટ્રાડે ટ્રેડમાં MRFના શેર 4.8 ટકા વધીને ₹1,41,500ના પર પહોંચ્યા જે મંગળવારે ₹1,34,990 હતા. છેલ્લા એક મહિનામાં MRFના શેરમાં 27 ટકાનો વધારો થયો છે, જ્યારે 6 મહિનાના સમયગાળામાં તેમાં 15 ટકાથી વધુનો વધારો થયો છે.

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">