Stock Market : શેરબજારમાં પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો? કરો એક નજર

BSE પર 2,255 શેરમાં કારોબાર થઈ રહ્યો છે. 1,529 શેરમાં વધારો અને 660 શેરમાં ઘટાડો નોંધાયો છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 239.96 લાખ કરોડને પાર કરી ગઈ છે.

Stock Market : શેરબજારમાં પ્રારંભિક ઉતાર - ચઢાવ વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો? કરો એક નજર
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 9:58 AM

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે નજીવા ઘટાડા સાથે બજાર(Stock Market) ખુલ્યું હતું.જોકે ઉતાર – ચઢાવ વચ્ચે બજાર લીલા નિશાનની ઉપર પણ નજરે પડયું હતું. આજે સેન્સેક્સ(SENSEX) 54,492.17 અને નિફ્ટી(NIFTY) 16,304 પર ખુલ્યો હતો. સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં સેન્સેક્સ મામૂલી વધારા સાથે 54,532 પર અને નિફ્ટી 12 અંકોના વધારા સાથે 16,307 પર કારોબાર કરી રહ્યો હતો.

BSE પર 2,255 શેરમાં કારોબાર થઈ રહ્યો છે. 1,529 શેરમાં વધારો અને 660 શેરમાં ઘટાડો નોંધાયો છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 239.96 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ ગુરુવારે સેન્સેક્સ 123 અંક વધીને 54,492.84 પર બંધ થયો હતો. નિફ્ટી 35 અંકોના વધારા સાથે 16,294 પર બંધ થયો.

SENSEXના 30 શેરોમાંથી 18 શેરમાં વધારો નોંધાયો છે અને 12 શેરો લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં ઈન્ડસઈન્ડ બેંકનો શેર 2.63%ના વધારા સાથે 1024 પર કારોબાર કરી રહ્યો છે. બીજી બાજુ એચસીએલ ટેકનો શેર 1%થી વધુના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતી સાથે દેખાઈ રહ્યો છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ અડધા ટકા નજીક વધીને કારોબાર થઈ રહ્યો છે. 0.35% આજે ફાઈનાન્શિયલ સર્વિસ , પ્રાઈવેટ બેન્ક , રિયલ્ટી , ઑટો , પીએસયુ બેન્ક અને મેટલ વધારા સાથે જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી સારી સ્થિતિ સાથે 35,962 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે જ્યારે એફએમસીજી, આઈટી અને ફાર્મા શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

એક નજર આજના TOP GAINER અને TOP LOSERS ઉપર

TOP GAINERS
Company Name High Low Last Price Prev Close Change Gain
IndusInd bank 1,032.95 998.2 1,030.00 997.7 32.3 3.24
IOC 106.25 103.8 105.9 103.95 1.95 1.88
BPCL 461.3 454 461.15 453.5 7.65 1.69
Tata Cons. 783.7 772 778.35 768.35 10 1.3
M & M 772.3 763 769.15 759.35 9.8 1.29
TOP LOSERS
Company Name High Low Last Price Prev Close Change Loss
Cipla 939 916 929 945.4 -16.4 -1.73
Shree Cement 29,095.00 28,575.00 28,580.00 28,966.65 -386.65 -1.33
HCL Tech 1,067.30 1,043.00 1,048.55 1,061.15 -12.6 -1.19
Divis 4,954.55 4,884.30 4,886.65 4,923.55 -36.9 -0.75
Nestle 18,208.00 18,062.70 18,074.75 18,208.75 -134 -0.74

આ પણ વાંચો :  LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો નિયમમાં શું બદલાવ કરી રહી છે સરકાર

આ પણ વાંચો : Adani Transmission Q4 Results: અદાણી ટ્રાન્સમિશનએ પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા, કંપનીએ 433 કરોડનો નફો નોંધાવ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">