Adani Transmission Q4 Results: અદાણી ટ્રાન્સમિશનએ પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા, કંપનીએ 433 કરોડનો નફો નોંધાવ્યો
કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 30 જૂન 2020 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનો નેટ પ્રોફિટ રૂ 355.40 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક વધીને રૂ 2,935.72 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ 2,542.84 કરોડ હતી .
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ની આગેવાની હેઠળના અદાણી ગ્રુપ(Adani Group)ની કંપની અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) એ તેના જૂન ક્વાર્ટરના પરિણામો ગુરુવારે જાહેર કર્યા છે. સારી કમાણીને કારણે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ લગભગ 22 ટકા વધીને 433.24 કરોડ રૂપિયા થયો છે.
કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 30 જૂન 2020 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનો નેટ પ્રોફિટ રૂ 355.40 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક વધીને રૂ 2,935.72 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ 2,542.84 કરોડ હતી . ક્વાર્ટર દરમિયાન કંપનીનું વિતરણ નુકસાન જૂન 2021 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 6.88 ટકા હતું જે અગાઉના સમયગાળામાં 13.47 ટકા હતું.
પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં અદાણી ગ્રુપ પ્રવેશ કરશે તાજેતરમાં અદાણી ગ્રુપે નવી પેટાકંપનીની રચના કરી છે જે રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને હાઇડ્રોજન પ્લાન્ટ્સ સ્થાપશે. અદાણી ગ્રુપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝ્સે સ્ટોક એક્સચેન્જની માહિતીમાં જણાવ્યું હતું કે તેણે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (APL) ને સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે સામેલ કરી છે, જે રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ સંકુલ, વિશેષ રાસાયણિક એકમો, હાઇડ્રોજન અને સંબંધિત કેમિકલ પ્લાન્ટની સ્થાપનાનું કામ કરશે
તાજેતરમાં અદાણી ગ્રુપે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જવાબદારી સંભાળી છે તાજેતરમાં અદાણી ગ્રુપે જીવીકે ગ્રુપ પાસેથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે. ગ્રુપએ ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે તે મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રુપનો હિસ્સો હસ્તગત કરશે. આ સોદા બાદ અદાણી ગ્રુપ મુંબઈના છત્રપીત શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સો ધરાવશે. આમાંથી 50.5 ટકા જીવીકે ગ્રુપ પાસેથી અને બાકીના 23.5 ટકા લઘુમતી ભાગીદારો એરપોર્ટ્સ કંપની સાઉથ આફ્રિકા (એસીએસએ) અને બિડવેસ્ટ ગ્રુપ પાસેથી હસ્તગત કરવામાં આવશે.