AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO : ડેટા એનાલિટિક્સ કંપની 600 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

લેટન્ટ વ્યૂ એનાલિટિક્સ(Latent View Analytics) IPO દ્વારા એકત્ર કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ પેટાકંપનીઓમાં નવું રોકાણ કરવા માટે પણ કરશે. કંપની ડેટા અને એનાલિટિક્સ કન્સલ્ટિંગ, ડેટા એન્જિનિયરિંગ અને ડિજિટલ સોલ્યુશન્સના વ્યવસાય સાથે સંકળાયેલી છે.

IPO  : ડેટા એનાલિટિક્સ કંપની 600 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે
IPO ALLOTMENT STATUS
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 8:03 AM
Share

કોરોના સંકટની મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ એક પછી એક, ઘણી કંપનીઓએ IPO લોન્ચ કરીને ભારે ભંડોળ એકત્ર કરી રહી છે. હવે ડેટા એનાલિટિક્સ સર્વિસ ફર્મ લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સે હવે આઈપીઓ (Latent View Analytics IPO) દ્વારા 600 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે મૂડી બજાર નિયમનકાર SEBIને દસ્તાવેજો રજૂ કર્યા છે. 474 કરોડ રૂપિયાના નવા ફ્રેશ ઇક્વિટી શેર્સ(Fresh Equity Shares) આ IPOમાં જારી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમોટર અને હાલના શેરધારકો પાસેથી રૂ126 કરોડની ઓફર ફોર સેલ (OFS) રહશે.

પ્રમોટર 60 કરોડથી વધુ શેર વેચશે ઓફર ફોર સેલ હેઠળ પ્રમોટર વિશ્વનાથન વેંકટરામન 60.14 કરોડ રૂપિયાના શેર વેચશે. આ સિવાય શેરધારકો રમેશ હરિહરન 35 કરોડ રૂપિયાના શેર અને ગોપીનાથ કોટીશ્વરન રૂ. 23.52 કરોડના શેરનું વેચાણ કરશે. ડેટા એનાલિટિક્સમાં વેંકટરામન 69.63 ટકા, કોટિશ્વરન 7.74 ટકા અને હરિહરન 9.67 ટકા હિસ્સો ધરાવે છે. નવા શેર ઇશ્યૂ કરવાથી એકત્ર થયેલા ભંડોળનો ઉપયોગ કંપનીની વૃદ્ધિ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કરવામાં આવશે.

પેટાકંપનીઓમાં પણ ભંડોળનું રોકાણ કરવામાં આવશે લેટન્ટ વ્યૂ એનાલિટિક્સ IPO દ્વારા એકત્ર કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ પેટાકંપનીઓમાં નવું રોકાણ કરવા માટે પણ કરશે. કંપની ડેટા અને એનાલિટિક્સ કન્સલ્ટિંગ, ડેટા એન્જિનિયરિંગ અને ડિજિટલ સોલ્યુશન્સના વ્યવસાય સાથે સંકળાયેલી છે. અમેરિકા, યુરોપ અને એશિયાના કેટલાક દેશોમાં તેના ગ્રાહકો છે. કંપનીની યુએસ, નેધરલેન્ડ, જર્મની, યુકે અને સિંગાપોરમાં પેટાકંપનીઓ છે.

બાબા રામદેવની કંપની RUCHI SOYAને FPO લોન્ચ કરવા માટે SEBI એ મંજૂરી આપી પ્રાથમિક બજારમાં તેજી વચ્ચે અન્ય એક FPO ને મંજૂરી આપવામાં આવી છે. FPO લાવવા માટે SEBIએ રૂચી સોયાની અરજી મંજૂર કરી છે.રૂચી સોયાની માલિકી બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પાસે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર FPO ની કિંમત 4,300 કરોડ રૂપિયા રહશે.

રૂચી સોયાએ જૂન મહિનામાં આ FPO માટે દસ્તાવેજ દાખલ કર્યા હતા. આ FPO માંથી એકત્રિત થયેલા નાણાંમાંથી અડધાથી વધુનો ઉપયોગ કંપનીના દેવાના બોજને ઘટાડવા માટે કરશે. આ FPO કંપનીને SEBIના લઘુતમ 25 ટકા જાહેર શેરહોલ્ડિંગ નિયમનું પાલન કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો :  બાબા રામદેવની કંપની RUCHI SOYAને FPO લોન્ચ કરવા માટે SEBI એ મંજૂરી આપી, જાણો વિગતવાર

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">