Share Market : સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઘટાડા સાથે કારોબાર, Nifty 18000 નીચે પહોંચ્યો, Sensex 60500 સુધી લપસ્યો

સેન્સેક્સ(Sensex) આજે 61,398.75 ઉપર ખુલ્યો હતો જેનું શુક્રવારનું બંધ સ્તર 60,821.62 હતું. આજના પ્રારંભિક કારોબારમાં ઇન્ડેક્સ 61,404.99 ના ઉપલા સ્તરે દેખાયો હતો જયારે 60,764.97 સુધી સરક્યો હતો.

Share Market : સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઘટાડા સાથે કારોબાર,  Nifty 18000 નીચે પહોંચ્યો, Sensex 60500 સુધી લપસ્યો
Stock Market

સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર(Share Market)માં સારી શરૂઆત બાદ બજાર ઘટાડા તરફ દોરાયું હતું. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સમાં ફ્લેટ કારોબાર નજરે પડી રહ્યો છે. સેન્સેક્સ(Sensex) આજે 61,398.75 ઉપર ખુલ્યો હતો જેનું શુક્રવારનું બંધ સ્તર 60,821.62 હતું. આજના પ્રારંભિક કારોબારમાં ઇન્ડેક્સ 61,404.99 ના ઉપલા સ્તરે દેખાયો હતો જયારે 60,500સુધી સરક્યો હતો. નિફટી(Nifty)ની વાત કરીએતો છેલ્લા સત્રના બંધ સ્તર 18,114.90 કરતા ઉપર 18,229.50 ની સપાટીએ સાપ્તાહિક કારોબાર શરૂ થયો હતો. ઇન્ડેક્સ 18,241.40 ના ઉપલા અને 17,980નીચલા સ્તરે દેખાયો હતો.

વૈશ્વિક સંકેત મિશ્ર
ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો આજે મિશ્ર છે. એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. શુક્રવારે અમેરિકી બજારોમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. શુક્રવારે ડાઉ જોન્સ 74 પોઈન્ટ વધીને 35,677 પર બંધ થયો હતો. આ ઇન્ડેક્સ માટે રેકોર્ડ ક્લોઝિંગ હતું જોકે, નાસ્ડેક અને એસએન્ડપી 500 ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. અર્નિંગ સિઝનથી બજારને સપોર્ટ મળી રહ્યો છે. એમેઝોન સહિતની કેટલીક મેગા કેપ કંપનીઓ આ અઠવાડિયે તેમના પરિણામો રજૂ કરવા જઈ રહી છે. ડોલર ઈન્ડેક્સમાં પણ થોડી નબળાઈ જોવા મળી છે. આજે એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટી અને નિક્કી નબળા દેખાઈ રહ્યા છે. જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ અને કોસ્પી તેજીમાં છે. મુખ્ય યુરોપિયન બજારો FTSE, CAC અને DAX શુક્રવારે મજબૂત થયા.

બેંક નિફ્ટી માટે અનુમાન
આગામી દિવસોમાં બેંક નિફ્ટી માટે 40500 નું સ્તર હર્ડલ રહેશે. જો ઇન્ડેક્સ આની ઉપર જવામાં સફળ રહે છે તો તે 41000/41500 ના સ્તરે પહોંચી શકે છે. નીચલા સ્તરે તેને 39500-39300 નો સપોર્ટ છે. ઇન્ડેક્સ 38800-38500 ના સ્તર સુધી નબળી પડી શકે તેવા પણ અનુમાન છે.

નિફ્ટી ટેકનિકલ વ્યુ
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીના કહે છે કે દૈનિક ચાર્ટ પર નિફ્ટી ક્રિટિકલ સપોર્ટ ઝોન 18000-17950ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. અહીંથી ઈન્ડેક્સમાં બાઉન્સબેક જોઈ શકાય છે. ઉપરની બાજુએ ઇન્ડેક્સ માટે 18250-18300 સપ્લાય ઝોન છે જ્યારે 18400-18450નું લેવલ આગળનું રેઝિસ્ટન્સ ઝોન છે. જો નિફ્ટી 17950 ની નીચે જાય તો તેને 17600 ના સ્તરે કરેક્શન આવી શકે છે.

આ કંપનીઓના આજે પરિણામ જાહેર થશે
આજે 25 ઓક્ટોબરે કેટલીક કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરવા જઈ રહી છે. તેમાં ટેક મહિન્દ્રા, કોલગેટ-પામોલિવ (ઇન્ડિયા), એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની, એબીએસએલ એએમસી, સીએટ, કોફોર્જ, સીએસબી બેંક, આઈસીઆરએ, ઈન્ડસ ટાવર્સ, કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ, મંગલમ ઓર્ગેનિક, ઓરિએન્ટ સિમેન્ટ, રામકો સિમેન્ટ અને એસઆરએફનો સમાવેશ થાય છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
F&O અંતર્ગત આજે NSE પર 6 શેરો ટ્રેડિંગ નહીં કરે. આ 6 શેરોમાં Escorts, Indiabulls Housing Finance, Vodafone Idea, Indian Energy Exchange, PNB અને SAILનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  Paytm IPO ને SEBI ની મંજૂરીના આનંદના સમાચાર મળતા જ સ્થાપક કર્મચારીઓની વચ્ચે નાચી ઉઠ્યા, જુઓ વીડિયો

આ પણ વાંચો :  રાકેશ ઝુનઝુનવાલાએ 2 સ્ટોકમાં રોકાણ કર્યું! 1 વર્ષમાં 216% રિટર્ન આપનાર શેર ખરીદ્યો, શું તે તમારા પોર્ટફોલિયોમાં છે?

Click on your DTH Provider to Add TV9 Gujarati