AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm IPO ને SEBI ની મંજૂરીના આનંદના સમાચાર મળતા જ સ્થાપક કર્મચારીઓની વચ્ચે નાચી ઉઠ્યા, જુઓ વીડિયો

વીડિયોમાં વિજય શેખર શર્મા બોલીવુડ ગીત 'અપની તો જૈસે તૈસે' પર સ્ટાફ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સેબીની મંજૂરી બાદ પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ(One97 Communications) માટે 16,600 કરોડ રૂપિયાનો આઈપીઓ માટેનો માર્ગ સરળ થઈ ગયો છે.

Paytm IPO ને SEBI ની મંજૂરીના આનંદના સમાચાર મળતા જ સ્થાપક કર્મચારીઓની વચ્ચે નાચી ઉઠ્યા, જુઓ વીડિયો
Vijay Shekhar Sharma - Founder Paytm
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 9:13 AM
Share

RPG ગ્રુપના ચેરમેન હર્ષવર્ધન ગોએન્કા (Harsh Vardhan Goenka)એ ​​ટ્વિટર પર એક વાયરલ વીડિયો શેર કર્યો છે જેમાં ડિજિટલ પેમેન્ટ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસ કંપની Paytm ની ઓફિસમાં ઉજવણીનો માહોલ જોવા મળે છે. વીડિયોમાં Paytm ના ફાઉન્ડર વિજય શેખર શર્મા(Vijay Shekhar Sharma) ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ 16,000 કરોડ રૂપિયાથી વધુના પેટીએમ આઈપીઓ (Paytm IPO) ને મંજૂરી આપ્યા બાદ કંપનીની ઓફિસમાં ઉજવણીનું વાતાવરણ હતું જે અત્યાર સુધી દેશની સૌથી મોટી પબ્લિક ઓફર માનવામાં આવે છે.

અપની તો જૈસે તૈસે સોન્ગ પર ડાન્સ કર્યો વીડિયોમાં વિજય શેખર શર્મા બોલીવુડ ગીત ‘અપની તો જૈસે તૈસે’ પર સ્ટાફ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સેબીની મંજૂરી બાદ પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ(One97 Communications) માટે 16,600 કરોડ રૂપિયાનો આઈપીઓ માટેનો માર્ગ સરળ થઈ ગયો છે. IPO હેઠળ Paytm પ્રાઈમરી સેલમાં રૂ 8,300 કરોડના શેરનું વેચાણ કરશે જ્યારે બાકીના રૂ 8,300 કરોડના શેરનું વેચાણ ઓફર ફોર સેલ (OFS)માં કરવામાં આવશે. કંપની નવેમ્બર 2021ના મધ્ય સુધીમાં લિસ્ટેડ થવાની યોજના ધરાવે છે. કંપનીએ જુલાઈ 2021માં IPO માટે અરજી કરી હતી.

શેરની ફેસ વેલ્યુ કેટલી રહશે? પેટીએમના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયાની રહેશે. કંપનીના  ફાઉન્ડર વિજય શેખર શર્મા Paytm IPO માં પોતાનો કેટલોક હિસ્સો વેચશે. વર્તમાન Paytm રોકાણકારો SoftBank, Alibaba, Ant Financial Group અને SAIF પણ તેમનો હિસ્સો ઘટાડશે. રતન ટાટાનું ખાનગી રોકાણ ફંડ તેમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી શકે છે.

ભારતનો સૌથી મોટો IPO Paytmનો IPO ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. આ પહેલા આ રેકોર્ડ કોલ ઇન્ડિયાના નામે હતો. કોલ ઈન્ડિયાએ લગભગ એક દાયકા પહેલા આઈપીઓમાંથી રૂ. 15,000 કરોડ એકત્ર કર્યા હતા. One97 વર્ષ 2000 માં વિજય શેખર શર્મા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. કંપનીએ સૌપ્રથમ વેલ્યુ એડેડ સર્વિસ પ્રોવાઇડર તરીકે શરૂઆત કરી હતી. બાદમાં તે ઓનલાઈન મોબાઈલ પેમેન્ટ ફર્મ તરીકે વિકસિત થઈ.

આ પણ વાંચો :  રાકેશ ઝુનઝુનવાલાએ 2 સ્ટોકમાં રોકાણ કર્યું! 1 વર્ષમાં 216% રિટર્ન આપનાર શેર ખરીદ્યો, શું તે તમારા પોર્ટફોલિયોમાં છે?

આ પણ વાંચો : Reliance Jioના ગ્રાહકોમાં ઘટાડો : કંપનીએ ત્રિમાસિક ગાળામાં 1 કરોડથી વધુ ગ્રાહકો ગુમાવ્યા, જાણો શું છે કારણ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">