Sensex All Time High : SENSEX એ 59,957 ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી,NIFTY 276 અંક ઉછળ્યો

સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર વૃદ્ધિ સાથે વેપાર કર્યો જયારે 5 શેર નબળાઈ સાથે બંધ થયા છે. ઇન્ડેક્સમાં બજાજ ફિનસર્વના શેરમાં 5%નો વધારો જોવા મળ્યો છે, એક્સિસ બેંકનો શેર 3%અને બજાજ ફિનસર્વનો શેર 2%થી વધારે વધ્યો છે.

Sensex All Time High : SENSEX એ 59,957 ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી,NIFTY 276 અંક ઉછળ્યો
Stock Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 4:29 PM

આજે વીકલી એક્સપાયરીના દિવસે શેરબજાર(Share Market) જબરદસ્ત તેજી સાથે કારોબાર થયો હતો.આજે સેન્સેક્સે(Sensex) વિક્રમ સર્જ્યો(Record Level) છે. સેન્સેક્સ આજે નવી સર્વોચ્ચ સપાટી(Sensex All Time High)ને સ્પર્શ્યો હતો. આજે કારોબાર દરમ્યાન સેન્સેક્સમાં 59,957.25 ની ઓલ ટાઈમ હાઈ સપાટી નોંધાઈ છે. નિફટી(Nifty)એ પણ મજબૂત સ્થિતિ બતાવી હતી.

આજે સેન્સેક્સ 59,358 નિફ્ટી 17,670 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 59,747 નો નવો રેકોર્ડ બનાવ્યો. કારોબારના અંતે સેન્સેક્સ 958 પોઈન્ટ વધીને 59,885.36 અને નિફ્ટી 276 પોઈન્ટ વધીને 17,822.95 પર બંધ થયો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર વૃદ્ધિ સાથે વેપાર કર્યો જયારે 5 શેર નબળાઈ સાથે બંધ થયા છે. ઇન્ડેક્સમાં બજાજ ફિનસર્વના શેરમાં 5%નો વધારો જોવા મળ્યો છે, એક્સિસ બેંકનો શેર 3%અને બજાજ ફિનસર્વનો શેર 2%થી વધારે વધ્યો છે. બીજી બાજુ ITC ના શેરમાં થોડો ઘટાડો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આજે બજારને રિયલ્ટી, બેન્કિંગ અને મેટલ શેરોનો ટેકો મળી રહ્યો છે. NSE પર રિયલ્ટી ઈન્ડેક્સ 5% થી વધુના ફાયદા સાથે જોવા મળ્યો હતો. બીજી બાજુ મેટલ અને બેન્કિંગ ઇન્ડેક્સ 1% વધ્યા છે. આજે BSE પર 3,284 શેરોનો વેપાર થયો હતો. જેમાં 2,056 શેર વધ્યા અને 1,059 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળ્યા હતા. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 261 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ અગાઉ બુધવારે સેન્સેક્સ 78 અંક ઘટીને 58,927 અને નિફ્ટી 15 અંક ઘટીને 17,546 પર બંધ થયો.

બજારની તેજીના કારણ

  • વૈશ્વિક સંકેતો હકારાત્મક છે
  • IPOને બજારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે
  • બીજા ક્વાર્ટરમાં સારા પરિણામની અપેક્ષા
  • રસીકરણની તેજ ગતિએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે
  • ઉદ્યોગોને ટેકો આપવા માટે સરકારના પ્રયાસો

રૂપિયો મજબૂત થયો આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો મજબૂતી સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 23 પૈસા વધીને 73.64 ના સ્તર પર બંધ થયો છે. આ અગાઉ બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 73.87 ના સ્તર પર બંધ થયો હતો.

આ પણ વાંચો : Income Tax Penalty: ITR ફાઈલ કરવામાં કરશો વિલંબ તો ચૂકવવો પડશે 5000 રૂપિયાનો દંડ, જાણો વિગતવાર

આ પણ વાંચો : Demat ખાતાધારકો માટે મહત્વના સમાચાર! 7 દિવસમાં પતાવી લો આ કામ નહીંતર ખાતું DEACTIVE થઈ જશે

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">