AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Penalty: ITR ફાઈલ કરવામાં કરશો વિલંબ તો ચૂકવવો પડશે 5000 રૂપિયાનો દંડ, જાણો વિગતવાર

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ નાણાકીય વર્ષ 2020-21 માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ એકવાર વધારીને 31 ડિસેમ્બર 2021 કરી છે. 31 ડિસેમ્બરની સમયમર્યાદા પસાર થયા બાદ ITR ફાઇલ કરવા માટે 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

Income Tax Penalty: ITR ફાઈલ કરવામાં કરશો વિલંબ તો ચૂકવવો પડશે 5000 રૂપિયાનો દંડ, જાણો વિગતવાર
ITR Filing
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 9:25 AM
Share

Income Tax Penalty: જો તમે હજુ સુધી તમારું ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કર્યું નથી તો જલ્દીથી દાખલ કરો. સરકારે ચોક્કસપણે ટેક્સ ભરવાની સમયમર્યાદા વધારી છે પરંતુ જો તમે આ વખતે ચૂકી ગયા, તો તમારે દંડ ભરવો પડી શકે છે. તમારી પાસે 31 ડિસેમ્બર 2021 સુધી તક છે.સમયસર ITR ફાઇલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જો તમે તેને ચૂકી ગયા હો, તો તમારે વ્યાપક રીતે બે રીતે દંડ ચૂકવવો પડશે. ચાલો તમને તેના વિશે જણાવીએ.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ નાણાકીય વર્ષ 2020-21 માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ એકવાર વધારીને 31 ડિસેમ્બર 2021 કરી છે. 31 ડિસેમ્બરની સમયમર્યાદા પસાર થયા બાદ ITR ફાઇલ કરવા માટે 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. અગાઉ આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર હતી પરંતુ પોર્ટલમાં ખામીને કારણે તેને આગળ ધકેલી દેવામાં આવી છે.

આ રીતે દંડ ફટકારાય છે ગયા વર્ષ સુધી દંડની રકમ 10,000 રૂપિયા હતી, પરંતુ આ વર્ષથી તે ઘટાડીને 5,000 રૂપિયા કરવામાં આવી છે. છેલ્લા નાણાંકીય વર્ષ સુધી એક નિયમ હતો કે જો કોઈ 1 ઓગસ્ટથી 31 ડિસેમ્બરની વચ્ચે મોડેથી ITR ફાઈલ કરે છે તો તેને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તે જ સમયે, જો કોઈ 31 ડિસેમ્બર અને 31 માર્ચની વચ્ચે મોડેથી ITR ફાઇલ કરે છે, તો તેને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. હવે વર્તમાન આકારણી વર્ષમાં આઇટીઆર મોડી ફાઇલ કરવા માટે દંડની મહત્તમ રકમ વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે.

નાના કરદાતાઓને રાહત મળશે ITR મોડું ફાઇલ કરવા બદલ દરેક પર દંડ વસૂલવામાં આવશે પરંતુ નાના કરદાતાઓને દંડની રકમમાં થોડી રાહત આપવામાં આવી છે. જો કોઈની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય, તો તેને ITR મોડી ફાઇલ કરવા માટે 1000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. 5 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક પર આવકવેરો ચૂકવવાપાત્ર નથી.

બાકી ટેક્સ પર વ્યાજ દંડ વસૂલવામાં આવશે આવકવેરા કાયદાની કલમ 234A હેઠળ, જો કોઈ વ્યક્તિ 1 લાખ રૂપિયાથી વધુનો કર બાકી છે, તો તે દર મહિને 1% દંડ માટે જવાબદાર રહેશે. જ્યાં સુધી તે ITR ફાઇલ નહીં કરે ત્યાં સુધી આ દંડ વસૂલવામાં આવશે.

આ પણ વાંચો :  Demat ખાતાધારકો માટે મહત્વના સમાચાર! 7 દિવસમાં પતાવી લો આ કામ નહીંતર ખાતું DEACTIVE થઈ જશે

આ પણ વાંચો : Bharti Airtel 21000 કરોડ માટે Rights Issue લાવશે, 5 ઓક્ટોબરથી મળશે સસ્તા ભાવે શેર ખરીદવાની તક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">