AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm નો રૂપિયા 18300 કરોડનો IPO સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો, દેશના સૌથી મોટા IPO એ શેર વેચાણનો ઇતિહાસ રચ્યો

શેરબજારમાંથી મળેલી માહિતી અનુસાર Paytmની પેરેન્ટ કંપની One97 Communications Limitedના IPOને 4.83 કરોડ શેરની ઓફર પર કુલ 9.14 કરોડ શેરની બિડ મળી હતી. રિટેલ ઇન્વેસ્ટર્સ સેગમેન્ટને IPO હેઠળ ખૂબ જ ઝડપથી સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શન મળ્યું છે.

Paytm નો રૂપિયા 18300 કરોડનો IPO સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો, દેશના સૌથી મોટા IPO એ શેર વેચાણનો ઇતિહાસ રચ્યો
Paytm
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 7:07 AM
Share

Paytmની રૂ. 18,300 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO)ને બુધવારે છેલ્લા દિવસે 1.89 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. Paytmનો IPO દેશના ઈતિહાસમાં સૌથી મોટું શેર વેચાણ કર્યું છે. હવે Paytm દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે.

શેરબજારમાંથી મળેલી માહિતી અનુસાર Paytmની પેરેન્ટ કંપની One97 Communications Limitedના IPOને 4.83 કરોડ શેરની ઓફર પર કુલ 9.14 કરોડ શેરની બિડ મળી હતી. રિટેલ ઇન્વેસ્ટર્સ સેગમેન્ટને IPO હેઠળ ખૂબ જ ઝડપથી સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. બીજી તરફ સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત શેરને બુધવારે સારી બિડ મળી હતી. સંસ્થાકીય ખરીદદારોનું સેગમેન્ટ 2.79 ગણું સબસ્ક્રાઇબ થયું હતું.

છેલ્લા દિવસે સારું રોકાણ મળ્યું બિન-સંસ્થાકીય રોકાણકારોના સેગમેન્ટ જેમ કે ઊંચી અસ્કયામતો ધરાવતા અને કંપનીઓએ તેમની પાસેના શેરના માત્ર 24 ટકા માટે બિડ લગાવી હતી. હવે Paytm આવતા અઠવાડિયે લિસ્ટિંગ માટે તૈયાર છે. તે દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે. શેરબજારના ડેટા દર્શાવે છે કે Paytm IPOના છેલ્લા દિવસે યોગ્ય સંસ્થાકીય ખરીદદારો (QIB), સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.

કંપનીની વેલ્યુ  પ્રથમ બે દિવસમાં QIB એ IPO અંગે વધુ ઉત્સાહ દર્શાવ્યો ન હતો પરંતુ બુધવારે ઉછાળો આવ્યો હતો. QIB એ 2.63 કરોડ શેરની ઓફર પર 7.28 કરોડ શેર માટે બિડ લગાવી હતી. એફઆઈઆઈ તરફથી 7.28 કરોડ શેર માટે બિડ મળી હતી. રિટેલ રોકાણકારોના સેગમેન્ટમાં ઓફર કરાયેલા 87 લાખ શેર પર 1.66 ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું. Paytm એ IPO માટે શેર દીઠ રૂ. 2,080 થી રૂ. 2,150ની પ્રાઇસ રેન્જ નક્કી કરી હતી. પ્રાઇસ રેન્જના ઉપલા સ્તરે કંપનીનું મૂલ્યાંકન રૂ 1.39 લાખ કરોડ છે.

કોલ ઈન્ડિયા કરતા મોટો IPO પેટીએમનો આઈપીઓ હવે કોલ ઈન્ડિયાના સૌથી મોટા આઈપીઓ કરતા મોટો ઈશ્યુ છે. કોલ ઈન્ડિયાનો આઈપીઓ રૂ 15,000 કરોડનો હતો. Paytm એ ગયા અઠવાડિયે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 8,235 કરોડ એકત્ર કર્યા હતા. Paytm એક દાયકા પહેલા અલીગઢના એક શિક્ષકના પુત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જેણે મોબાઇલ ફોન રિચાર્જ કરવાનું શરૂ કર્યું હતું. શેરની ફાળવણી સંભવતઃ 15 નવેમ્બરે કરવામાં આવશે. કંપનીના શેર 18 નવેમ્બરે લિસ્ટ થઈ શકે છે. વિશ્લેષકો માને છે કે તે સમયે કંપનીનું મૂલ્ય 20 અબજ ડોલર થઇ શકે છે.

આ પણ વાંચો : રોકડની તંગીનો સામનો કરી રહેલા બાંધકામ ક્ષેત્ર માટે સરકારે બનાવ્યો નવો નિયમ, કોન્ટ્રાક્ટરોને થશે ફાયદો

આ પણ વાંચો : જાણો દેશના પ્રથમ મહિલા સંચાલિત યુનિકોર્નના સંચાલક Falguni Nayar વિશે, જે Nykaa ના લિસ્ટિંગ સાથે વિશ્વની ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન પામ્યા

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">