AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી કર્મચારીઓ માટે અગત્યના સમાચાર : કેન્દ્ર સરકારે DA માં 9% નો કર્યો વધારો! જાણો ક્યા કર્મચારીઓને મળશે લાભ

હવે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને ડીઆર 28 ટકાથી વધીને 31 ટકા થઈ ગયા છે. તેનાથી કેન્દ્ર સરકારના 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.

સરકારી કર્મચારીઓ માટે અગત્યના સમાચાર : કેન્દ્ર સરકારે DA માં 9% નો કર્યો વધારો! જાણો ક્યા કર્મચારીઓને મળશે લાભ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 8:27 AM
Share

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના લાંબા સમયથી અટકેલા લાભ હવે કોરોનકલ બાદ આપી છે. સરકારના વધુ એક વિભાગ માટે ખુશખબર આવી રહ્યા છે. સરકારે BSNLના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વધેલ મોંઘવારી ભથ્થું (DA) નવેમ્બર 2021 થી લાગુ થશે.

બીજા શબ્દોમાં કહીએ તો નવેમ્બર 2021 થી આ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે (Salary Hike). આ ઉપરાંત આ કર્મચારીઓને HRA વધારો પણ મળશે એટલે કે BSNL કર્મચારીઓને બેવડો લાભ મળશે.

મોંઘવારી ભથ્થું કેટલું વધશે સરકારે BSNL કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની રકમ 170 ટકાથી વધારીને 179.3 ટકા કરાયું છે. BSNLના બોર્ડ લેવલ અને બોર્ડ લેવલથી નીચેના તમામ કર્મચારીઓને વધેલા દરે મોંઘવારી ભથ્થું મળશે. DA માં વધારાનો લાભ 2007ના પગાર સુધારણાના આધારે પગાર મેળવતા કર્મચારીઓને આપવામાં આવશે.

78,323 એ VRS લીધું છે BSNL કર્મચારીઓ માટે DA 1 જુલાઈ 2021થી 170.5 ટકાથી વધારીને 173.8 ટકા કરવામાં આવ્યો હતો. પછી 1 ઓક્ટોબર 2021થી તેને ઘટાડીને 179.3 ટકા કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારત સંચાર નિગમ લિમિટેડના કુલ 1,49,577 કર્મચારીઓમાંથી 78,323 લોકોએ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી હતી.

DA 31 ટકા થઈ ગયું છે DAની સાથે કેન્દ્ર સરકારે પેન્શનરોની મોંઘવારી રાહત (DR)માં પણ 3 ટકાનો વધારો કર્યો છે. ડીએ અને ડીઆરમાં આ વધારો 1 જુલાઈ, 2021થી અસરકારક ગણવામાં આવશે. હવે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને ડીઆર 28 ટકાથી વધીને 31 ટકા થઈ ગયા છે. તેનાથી કેન્દ્ર સરકારના 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.

બીજી વખત મોંઘવારી ભથ્થામાં વધારો કેન્દ્ર સરકારે જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થાનો દર 17 ટકાથી વધારીને 28 ટકા કર્યો હતો. હવે બીજી વખત સરકારે 3 ટકાના વધારા સાથે ડીએનો દર વધારીને 31 ટકા કર્યો છે. DA એ કર્મચારીના બેઝિક સેલેરીનો એક નિશ્ચિત ભાગ છે. દેશમાં મોંઘવારીનો પ્રભાવ ઓછો કરવા માટે સરકાર પોતાના કર્મચારીઓને ડીએ આપે છે. સમયાંતરે તેમાં વધારો કરવામાં આવે છે. પેન્શનરોને આ લાભ મોંઘવારી રાહત તરીકે મળે છે.

આ પણ વાંચો : કર્મચારીઓ માટે ખુશખબર : મોદી સરકાર પેન્શન વધારવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે, જાણો વિગતવાર

આ પણ વાંચો : ITR Filing : 2.38 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ થયાં, 31 ડિસેમ્બર બાદ ચૂકવવી પડશે લેટ ફી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">