MONEY9: બે વર્ષથી મંદ પડેલાં કૉમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં રિકવરી

કોરોનાને કારણે બે વર્ષથી મંદીમાં સરી પડેલાં કૉમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં રિકવરી જોવા મળી છે. મોલ્સમાં મેળા જેવી ભીડ જામી છે, કંપનીઓ ઑફિસ સ્પેસ શોધી રહી છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 13, 2022 | 2:27 PM

MONEY9: કોરોનાપ્રેરિત લૉકડાઉનને કારણે વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું એટલે કૉમર્શિયલ (COMMERCIAL) રિયલ એસ્ટેટ માર્કેટની પથારી ફરી ગઈ. જોકે, આ માર્કેટ ધીમે-ધીમે સુધારાના માર્ગે આગળ વધી રહ્યું છે. કર્મચારીઓ ઑફિસે જવા લાગ્યા છે, નવા લોકોની ભરતી થઈ રહી છે, મોલ્સમાં મેળા જેવી ભીડ જામી રહી છે, વેપારીઓ નવી દુકાનો શોધી રહ્યાં છે અને આ તમામ હિલચાલથી કૉમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટનું  (REAL ESTATE MARKET) ચિત્ર બદલાઈ રહ્યું છે. જોકે, કાળમુખા કોવિડ પહેલાં જે પરિસ્થિતિ હતી, તેવી સ્થિતિ પાછી ફરતાં કેટલો સમય લાગશે તે કહેવું મુશ્કેલ છે. 

પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કના આંકડા અનુસાર, વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન, ભારતનાં 8 મુખ્ય શહેરોમાં કુલ 1.08 કરોડ ચોરસ ફૂટ ઑફિસ સ્પેસ માટે સોદા થયા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 25 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ શહેરોમાં અમદાવાદ, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ, પૂણે, NCR અને બેંગલુરુનો સમાવેશ થાય છે. ગયા વર્ષે કોરોનાની બીજી લહેરને કારણે ઑફિસોની માંગ ઘટી હતી. 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 86 લાખ ચોરસ ફૂટ ઑફિસ સ્પેસના સોદા થયા હતા જ્યારે એપ્રિલ-જૂન 2021માં આ આંકડો ઘટીને સીધો 36 લાખ ચોરસ ફૂટ થઈ ગયો હતો. આ તે જ સમય હતો જ્યારે કોરોનાની બીજી લહેર તેની પીક પર હતી. 

પ્રૉપર્ટી માર્કેટ માટે 2019નું વર્ષ નવી સિદ્ધિઓ લઈને આવ્યું હતું. નાઈટ ફ્રેન્કના આંકડા પ્રમાણે, 2019ના આખા વર્ષમાં કુલ 6.06 કરોડ ચોરસ ફૂટ ઑફિસ સ્પેસના સોદા થયા હતા. આ સોદાની સરખામણી 2018ની સાથે કરીએ તો તે 27 ટકાની જંગી વૃદ્ધિ દર્શાવે છે. જો 2021ના આંકડા જોઈએ તો, આખા વર્ષમાં કુલ 3.8 કરોડ ચોરસ ફૂટ ઑફિસ સ્પેસ માટે સોદા થયા હતા. 

ઑફિસ સિવાયની કૉમર્શિયલ સ્પેસ એટલે કે મોલ્સની વાત કરીએ તો, કોરોનાને કારણે તેના પર ગંભીર અસર પડી હતી. લોકોની આવક ઘટી ગઈ હતી અને રોજગારીના ફાંફાં પડ્યા હતા, એટલે માંગ ઘટી ગઈ અને તેની અસર મોલ્સના બિઝનેસ પર પડી. જોકે, હવે, શોપિંગ મોલ્સમાં રોનક પાછી ફરી છે. શૉરૂમ્સ અને બ્રાન્ડ્સનું કાઉન્ટર સેલ વધી રહ્યું છે. આથી, મોલ્સમાલિકોએ ભાડાં પણ વધારવાનું શરૂ કર્યું છે. ભાડુઆતો કોરોના પહેલાં જે ભાડું ચૂકવતાં હતા તેના કરતાં 10થી 15 ટકા વધુ ભાડાં વસૂલવાની માંગણી મોલમાલિકો કરી રહ્યાં છે. NCRમાં મોલ્સનું સંચાલન કરતી કંપની DLF રિટેલે ભાડાંમાં 15થી 25 ટકાનો વધારો કર્યો છે. 

કન્સલ્ટન્ટ ફર્મ નાઈટ ફ્રેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મુદસ્સર ઝૈદી કહે છે કે, વધુ ને વધુ લોકોએ કોરોના-વિરોધી રસી મૂકાવી દીધી છે અને મહામારીનો પ્રકોપ ઘટી ગયો છે, આથી કંપનીઓએ કર્મચારીઓને ઑફિસે બોલાવવાનું શરૂ કર્યું છે અને વિસ્તરણ કરવા લાગી છે. તેના કારણે કૉમર્શિયલ પ્રૉપર્ટી માર્કેટમાં સારી રિકવરી આવી છે. વર્ષ 2019માં આ માર્કેટે જે સિદ્ધિઓ હાંસલ કરી હતી, તેવી સ્થિતિ પરત ફરતાં તો ઘણો સમય લાગશે પરંતુ છેલ્લાં બે વર્ષની સરખામણીએ આ વર્ષે સારી રિકવરી આવશે તે નક્કી છે. ઑફિસ સ્પેસની માંગમાં તેજી પાછળનું મુખ્ય કારણ ફ્લેક્સિબલ સ્પેસની વધતી માંગ છે. ઑફિસ સ્પેસમાં ફ્લેક્સિબલ સ્પેસનો હિસ્સો 18 ટકાથી વધીને હવે 20 ટકા થયો છે. 

પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ સેવિલ્સ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, દેશનાં મુખ્ય 8 શહેરોમાં વર્ષ 2021માં 3.51 કરોડ ચોરસ ફૂટ ઈન્ડસ્ટ્રીયલ અને વેયરહાઉસ સ્પેસ ભાડે ચઢી હતી. વર્ષ 2020માં આ આંકડો 2.6 કરોડ ચોરસ ફૂટ હતો. આ કારોબારમાં એક વર્ષમાં 35 ટકા તેજી જોવા મળી છે. વેરહાઉસિંગ સ્પેસ એટલે કે ગોદામો માટે લેવામાં આવેલી જગ્યા. આ તમામ આંકડા એક વાતનો સ્પષ્ટ સંકેત આપી રહ્યાં છે કે, કૉમર્શિયલ પ્રૉપર્ટી માર્કેટમાં તેજી પાછી ફરી છે.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">