Weekly Rashifal Capricorn: મકર રાશિના જાતકોને આ સપ્તાહે નોકરીમાં પ્રમોશન મળશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે
Weekly Rashifal 3 July to 9 July 2023 in Gujarati: કાર્યક્ષેત્રમાં બિનજરૂરી વાદવિવાદ ટાળો, નહીં તો તમારી પ્રતિષ્ઠાને નુકસાન થશે. નોકરીમાં પ્રમોશનની સાથે મહત્વપૂર્ણ જવાબદારી તમને મળશે. વ્યવસાયમાં પરિવારના સભ્યના સહયોગથી સ્થિતિમાં સુધારો થશે.

Weekly Rashifal 3 July to 9 July 2023 in Gujarati: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,
મકર રાશિ
સપ્તાહની શરૂઆતમાં વ્યર્થ દોડધામ થશે. જેના કારણે શારીરિક પીડા અને માનસિક પીડા થશે. કાર્યક્ષેત્રમાં બિનજરૂરી વાદવિવાદ ટાળો, નહીં તો તમારી પ્રતિષ્ઠાને નુકસાન થશે. સપ્તાહના મધ્યમાં તમારા વ્યવસાયિક સંબંધો સુધરશે. નોકરીમાં પ્રમોશનની સાથે મહત્વપૂર્ણ જવાબદારી પણ તમને મળશે. રાજકારણમાં નવું પદ અને જવાબદારી મળવાની સંભાવનાઓ છે. સપ્તાહના અંતમાં નવા વેપારી મિત્રો બનશે. વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થશે. જૂનું ઘર છોડીને નવા મકાનમાં જવાનું શુભ યોગ રહેશે. પિતા તરફથી આર્થિક સહયોગ મળશે.
આર્થિક – સપ્તાહની શરૂઆતમાં આર્થિક સ્થિતિ ઘણી ખરાબ રહેશે. કોઈ વ્યક્તિ પાસેથી સમયસર તેના નાણાં પરત ન કરવાને કારણે ઝઘડો થઈ શકે છે. તમારા ખર્ચાઓ પર અંકુશ લગાવો. આવક પ્રમાણે નાણાં ખર્ચો. અઠવાડિયાના મધ્યમાં તમને અટકેલા નાણાં મળી જશે. પિતા તરફથી અપેક્ષિત સહયોગ પ્રાપ્ત થશે. નોકરીમાં આવક વધશે. ઈન્ટરનેશનલ કંપનીઓમાં કામ કરતા લોકોનો પગાર વધશે. સપ્તાહના અંતમાં લક્ઝરી વસ્તુઓ પાછળ વધુ નાણાં ખર્ચ થશે. ઘરમાં કોઈ શુભ કાર્યમાં નાણાં ખર્ચ થશે. વ્યવસાયમાં પરિવારના સભ્યના સહયોગથી સ્થિતિમાં સુધારો થશે.
ભાવનાત્મક – સપ્તાહની શરૂઆતમાં તમને વિજાતીય જીવનસાથી દ્વારા છેતરવામાં આવી શકે છે. પ્રેમપ્રકરણમાં ત્રીજી વ્યક્તિ વચ્ચે આવે તો અંતર વધશે. મુસાફરી દરમિયાન અજાણ્યા વ્યક્તિ પાસેથી ખાવા-પીવાનું ન લો, નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. રાજકારણમાં વિશ્વાસપાત્ર વ્યક્તિ છેતરપિંડી કરશે. સપ્તાહના મધ્યમાં નવો સંબંધ બનશે. પરિવારમાં નવા સભ્યનું આગમન થશે. સપ્તાહના અંતમાં માતા-પિતાથી દૂર જશો તો મન અસ્વસ્થ રહેશે. દૂર દેશથી કોઈ પ્રિય વ્યક્તિનું આગમન થશે, જેના કારણે પરિવારમાં ખુશીનો સંચાર થશે.
સ્વાસ્થ્ય – સપ્તાહની શરૂઆતમાં સ્વાસ્થ્યમાં ઘટાડો જોવા મળશે. તમે કોઈ ગંભીર રોગની પકડમાં આવી શકો છો. આલ્કોહોલના પ્રભાવ હેઠળ વાહન ચલાવવાનું ટાળો નહીં તો તમને ગંભીર ઈજાઓ થઈ શકે છે. તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું પડશે, નહીં તો નબળાઈનો અનુભવ થશે. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્યમાં સુધારો થશે. કોઈ ગંભીર રોગથી પીડિત લોકોને મૂંઝવણ અને ભયથી મુક્તિ મળશે. સપ્તાહના અંતમાં કોઈ સંબંધીના ખરાબ સ્વાસ્થ્યને કારણે તમારું માનસિક સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થશે.
ઉપાય – તાંબાના શિવલિંગની પૂજા કરો. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો