Horoscope Today Aries: મેષ રાશિના જાતકોને આજે ભાગ્ય સંપૂર્ણ સાથ આપી રહ્યુ છે, કેટલાક સારા સમાચાર મળી શકે છે

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 6:01 AM

Aaj nu Rashifal: આ સમયે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપી રહ્યુ છે. વ્યવસાયમાં કોઈપણ પ્રકારની ભાગીદારી માટે સમય અનુકૂળ છે. નોકરી વ્યવસાયિકોને ટ્રાન્સફર સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે. સાથે જ પ્રગતિ પણ શક્ય છે.

Horoscope Today Aries: મેષ રાશિના જાતકોને આજે ભાગ્ય સંપૂર્ણ સાથ આપી રહ્યુ છે, કેટલાક સારા સમાચાર મળી શકે છે
Aries

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મેષ રાશિ

સ્વજનો સાથે મુલાકાત થશે. આ સમયે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવું એ તમારી પ્રાથમિકતા હશે. અને તમને સફળતા પણ મળશે. કોઈ ધાર્મિક કે સામાજિક સમારોહમાં હાજરી આપવાનો અવસર મળશે. સંબંધોની મજબૂતી વધારવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.

પ્રતિકૂળ સંજોગોમાં પણ તમારો મિજાજ ન ગુમાવો. કોઈપણ પ્રકારની સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. ખાસ કરીને બાળકો સાથે થોડો સમય વિતાવવો ખૂબ જ જરૂરી છે. મિત્રની સલાહ તમારા માટે નકારાત્મક સાબિત થઈ શકે છે.

આ સમયે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપી રહ્યુ છે. વ્યવસાયમાં કોઈપણ પ્રકારની ભાગીદારી માટે સમય અનુકૂળ છે. નોકરી વ્યવસાયિકોને ટ્રાન્સફર સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે. સાથે જ પ્રગતિ પણ શક્ય છે.

લવ ફોકસ – પરિવારમાં સુખદ અને સુમેળભર્યું વાતાવરણ રહેશે. બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડને પણ ડેટિંગ પર જવાની તક મળશે.

સાવચેતી – વ્યવસ્થિત દિનચર્યા રાખો.વધારા કામના બોજને કારણે શારીરિક અને માનસિક થાક રહેશે.

લકી કલર – ગુલાબી

લકી અક્ષર – M

લકી નંબર – 6

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati