AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Krishna Trivedi Profile: ચૂંટણીમાં અનિવાર્ય બનેલા મતદાર ઓળખ કાર્ડને ભારતમાં પ્રથમ વાર રજૂ કરનારા ચૂંટણી કમિશ્નર

Gujarat Governor Full Profile in Gujarati: રામ ક્રીષ્ન ત્રિવેદીએ 18 જૂન 1982 થી 31 ડિસેમ્બર 1985 સુધી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓને પદ્મ ભૂષણના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Ram Krishna Trivedi Profile: ચૂંટણીમાં અનિવાર્ય બનેલા મતદાર ઓળખ કાર્ડને ભારતમાં પ્રથમ વાર રજૂ કરનારા ચૂંટણી કમિશ્નર
Ram Krishna Trivedi Gujarat Governor Full Profile in Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 11:44 AM
Share

રામ કૃષ્ણ ત્રિવેદીનો (Ram Krishna Trivedi )જન્મ 1 જાન્યુઆરી 1921માં થયો હતો અને 19 નવેમ્બર 2015માં તેમનું નિધન થયું હતું. તેઓ 26 ફેબ્રુઆરી 1986 થી 2 મે 1990 સુધી ગુજરાતના રાજ્યપાલ હતા. રામ ક્રીષ્ન ત્રિવેદીએ 18 જૂન 1982 થી 31 ડિસેમ્બર 1985 સુધી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓને પદ્મ ભૂષણના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓએ ગુજરાતના દસમા રાજ્યપાલ (Gujarat Governor)તરીકે પણ ફરજ બજાવી હતી.

 કારર્કિર્દી (Career)

તેઓ ભારતમાં ચૂંટણી દરમિયાન મતદાર ઓળખ કાર્ડ રજૂ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. દેશના સાતમા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, રામકૃષ્ણએ મતદારો માટે મતદાર કાર્ડ રજૂ કર્યું હતું. આજે આ મતદાર ઓળખ કાર્ડનો ઉપયોગ એક મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ તરીકે થઈ રહ્યો છે. આર.કે. ત્રિવેદીએ 18 જૂન 1982 થી 31 ડિસેમ્બર 1985 સુધી દેશના સાતમા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી નિવૃત્ત થયા બાદ તેમને તત્કાલિન સરકારે ગુજરાતના રાજ્યપાલ બનાવ્યા હતા. તેમણે આ જવાબદારી 26 ફેબ્રુઆરી 1986થી 2 મે 1990 સુધી નિભાવી હતી.

• 1943માં સિવિલ સર્વિસમાં જોડાયા પછી અમલદાર તરીકે તેમની લાંબી અને વિશિષ્ટ કારકિર્દી હતી. • ત્રિવેદીની ઓક્ટોબર 198 માં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

વર્ષ  2015માં લખનૌમાં   લાંબી માંદગી બાદ તેમનું વસાન થયું હતું.

g clip-path="url(#clip0_868_265)">