AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naresh Chandra Saxena Profile: નરેશ ચંદ્ર ગુજરાતના રાજ્યપાલ બન્યા તે અગાઉ કુશળ IAS થી માંડીને સફળ વહીવટી અધિકારી હતા

Naresh Chandra Saxena Gujarat Governor Full Profile in Gujarati: એન.સી. સકસેનાના નામે વધારે જાણીતા નરેશ ચંદ્રાએભૂતકાળમાં IAS અધિકારી તરીકે જવાબદારી નિભાવી હતી. તેમણે ભારતના આયોજન પંચના સભ્ય તરીકે સેવા આપી હતી.

Naresh Chandra Saxena Profile: નરેશ ચંદ્ર ગુજરાતના રાજ્યપાલ બન્યા તે અગાઉ કુશળ IAS થી માંડીને સફળ વહીવટી અધિકારી હતા
Naresh Chandra Saxena Gujarat Governor Full Profile in Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 1:40 PM
Share

નરેશ ચંદ્રએ (Naresh Chandra Saxena) ભૂતકાળમાં IAS અધિકારી તરીકે જવાબદારી નિભાવી હતી.  તેમણે ભારતના આયોજન પંચના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓએ (PMO )ઓફિસથી માંડીને અમેરિકામાં ભારતના રાજદૂત સહિતની મહત્વની જવાબદારીઓ નિભાવી છે. તેમના ઉમદા કામ માટે તેમને વર્ષ 2007માં પ્રતિષ્ઠિત પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે 1 જુલાઈ 1995ના રોજ રાજ્યપાલનું પદ સંભાળ્યું હતું અને 1 માર્ચ 1996ના રોજ પદ છોડ્યું હતું. તેઓ આઇએએસ થયા તે અગાઉ તેઓ અલ્હાબાદ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. PMOમાં તેમના કાર્યકાળ પછી ચંદ્રાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

રાજકીય કારર્કિર્દી(Political Career)

ધીરે ધીરે તેમની કારર્કિર્દી આગળ વધી અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન દ્વારા ચંદ્રાની રાજસ્થાનના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.  તેમણે 1 જુલાઈ 1985ના રોજ મુખ્ય સચિવનું પદ સંભાળ્યું હતુું. ત્ચંયાર બાદ નરેશ ચંદ્રને  કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા કેન્દ્રીય સંરક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 1 ફેબ્રુઆરી 1989ના રોજ સંરક્ષણ સચિવનું પદ સંભાળ્યું હતું અને તે 1 માર્ચ 1990 ના રોજ છોડી દીધું

ભારતના કેબિનેટ સચિવ ચંદ્રાને કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 1 ડિસેમ્બર 1990ના રોજ કેબિનેટ સચિવનું પદ સંભાળ્યું હતું,પછી તેઓ 1 ડિસેમ્બર 1990ના રોજ સેવામાંથી નિવૃત્ત થયા કેબિનેટ સચિવ તરીકે, ચંદ્ર ભારતના પરમાણુ કાર્યક્રમના પ્રભારી અને સંયોજક હતા. ત્યારે તેમને “ભારતના પરિવારના ચાંદીના રક્ષક” તરીકે વર્ણવવામાં આવ્યા હતા.

ચંદ્રાને 1996 માં ભારતના વડા પ્રધાન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને 1996 માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા રાજદ્વારી પદ માટે સમર્થન આપવામાં આવ્યું હતું. તેઓ 2001 સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના રાજદૂત તરીકે રહ્યા. ચંદ્રાનું 82 વર્ષની વયે 9 જુલાઈ 2017ના રોજ ઓર્ગન ફેલ્યોરના કારણે ગોવામાં અવસાન થયું હતું.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">