જાણો વલસાડ નગર પાલિકાના કામદારોએ કેમ ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ધાર કર્યો?

વલસાડ નગર પાલિકાના કામદારોએ લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ધાર કર્યો છે. છેલ્લા 65 દિવસથી હડતાળ ઉપર બેસેલા કામદારોને કાયમી કરવાની માગ અને 7માં પગારપંચમાં સમાવેશ નહિ કરાતા હવે તેમણે મત નહિ કરવાનો નિર્ણય લીધો છે. પોતાના હક્ક માટે લડી રહેલાં વલસાડ નગરપાલિકાના કામદારોએ હવે નવા મુદ્દાથી વિરોધ કરવાનું નક્કી કર્યું છે. આ કામદારોની હડતાળને આજે […]

જાણો વલસાડ નગર પાલિકાના કામદારોએ કેમ ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ધાર કર્યો?
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Mar 22, 2019 | 7:01 AM

વલસાડ નગર પાલિકાના કામદારોએ લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ધાર કર્યો છે. છેલ્લા 65 દિવસથી હડતાળ ઉપર બેસેલા કામદારોને કાયમી કરવાની માગ અને 7માં પગારપંચમાં સમાવેશ નહિ કરાતા હવે તેમણે મત નહિ કરવાનો નિર્ણય લીધો છે.

પોતાના હક્ક માટે લડી રહેલાં વલસાડ નગરપાલિકાના કામદારોએ હવે નવા મુદ્દાથી વિરોધ કરવાનું નક્કી કર્યું છે. આ કામદારોની હડતાળને આજે 65મો દિવસ છે. પરંતુ તેમ છતાં પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. વલસાડ પાલિકાના થોકબંધ કામદારોએ કાયમી કરવાની માંગ કરી હતી અને આ માટે તેમણે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જ્યાં તેમની તરફેણમાં ચુકાદ આવ્યો હોવા છતાં પાલિકાએ તેમને કાયમી ન કરતા હવે તેમણે ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ધાર કર્યો છે. કામદારોની આ લડત વધુ મજબુત બની છે કેમકે તેમની સાથે હવે ગુજરાત મજદૂર સંઘ પણ જોડાયું છે. કામદારોનું પહેલાં પણ શોષણ થતું હોવાનો મજદૂર સંઘનો દાવો છે. 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

30 દિવસ કામ કરાવીને તેમને માત્ર 19 દિવસનો પગાર આપવામાં આવતો હતો. પરંતુ તેમણે વિરોધ કરતા પાલિકા નિયામક એ 26 દિવસનો પગાર આપવાનો આદેશ કર્યો હતો. તો હવે ૫ વર્ષથી વધુ સમયથી કામ કરતા કામદારોને કાયમી કરવાનો આદેશ ગુજરાતની વડી અદાલતએ કર્યો છે અને તેમને એરિયાસ પણ આપવાનો આદેશ કર્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે હાઈકોર્ટના આદેશને પણ પાલિકાના સત્તાધીશો ઘોળીને પી ગયા છે આથી કામદારોએ ચુંટણીનો બહિષ્કાર કર્યો છે. તેમની સાથે મજદૂર સંઘ અને તેમના યુનિયનો પણ ટેકો આપતા 12 હજારથી વધુ મતદારો મતદાન નહિ કરે એવું દેખાઈ રહ્યું છે.

ભૂતકાળમાં પણ વલસાડ નગરપાલિકા મનમાની અને દાદાગીરીને લઈને અનેક વાર ચર્ચાનું કેન્દ્ર બની ચુકી છે.ત્યારે ફરી વાર કોર્ટના આદેશનો પણ અનાદાર કરીને પાલિકા પોતાનું ધાર્યું પાર પાડી રહી છે.તો 10 હજાર મતો એક મોટી માત્રા છે અને તે તેમનો મતાધિકારી ત્યાગી દેવા સુધી કંટાળ્યા છે. ત્યારે હવે જિલ્લા વહીવટી તંત્રએ દરમિયાનગીરી કરે અને મામલો થાળે પાડે એ જરૂરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
    

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">