સંજય રાઉતે જણાવ્યો શિવ સૈનિક હોવાનો મતલબ, જાણો શું કહ્યું
સંજય રાઉતે જણાવ્યું હતું કે સત્તા, પાવર એ મનની સ્થિતિ છે. જ્યારે હું પીએમ નરેન્દ્ર મોદીની સામેથી પસાર થવું છું, ત્યારે તે મને પણ પૂછે છે, 'કેમ છો ભાઈ?' તેને કહેવાય છે સત્તા, પાવર.
જો તમે શિવસેના (Shivsena)માં છો તો થોડા રૂઆબ અને ઘમંડ સાથે ચાલો. ભલે ગુંડો બોલે કે મવાલી કહે… આ નિવેદન છે હંમેશાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા શિવસેના સાંસદ સંજય રાઉત (Sanjay Raut)નું, અહમદનગરમાં એક સભામાં બોલતા તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન પર શિવસૈનિકોએ ખૂબ વખાણ કર્યા. તેમણે વધુમાં કહ્યું કે શિવસેનાનો અર્થ સત્તા, પાવર છે. જ્યારે નરેન્દ્ર મોદી પણ સામેથી જાય છે, ત્યારે તેઓ મારી તબિયત વિશે પૂછે છે.
આ સભામાં બોલતી વખતે સંજય રાઉતે આવી જ ઘણી વાતો કહી કે જેના પર શિવ સૈનિકો તરફથી ઘણી તાળીઓ પણ મળી. તેમણે કહ્યું કે સિંહની જેમ જન્મેલા શિવસૈનિકો સિંહની જેમ જ મરશે. ભલે તે સત્તામાં હોય કે ન હોય, શિવસેના અધિકારીઓ પાસે પોતાની આગવી સ્ટાઈલથી કામ કરાવે છે, આમ જ કામ કરાવતા રહેશે.
ભલે કોઈ આપણને ગુંડો કહે, ભાઈ કહેતા રહો
સંજય રાઉતે કહ્યું, “જો તમે શિવસેનામાં છો તો થોડી દબંગાઈ હોવી જોઈએ. ભલે કોઈ ગુંડા કે મવાલી કહે. બાળાસાહેબ ઠાકરે પણ કહેતા હતા કે અમારી પાસે મવાલીઓની ફોજ છે. અમે મવાલી હતા, તેથી જ મહારાષ્ટ્ર બચી ગયું, અમે મવાલી હતા, તેથી જ 1992માં હિન્દુઓનું રક્ષણ થઈ શક્યું.
નરેન્દ્ર મોદી સામેથી પસાર થાય તો તેઓ પણ પૂછે છે હાલ-ચાલ
સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે સત્તા, પાવર એ મનની સ્થિતિ છે. જ્યારે હું પીએમ નરેન્દ્ર મોદીની સામેથી પસાર થવું છું, ત્યારે તે મને પણ પૂછે છે, ‘કેમ છો ભાઈ?’ તેને કહેવાય છે સત્તા, પાવર. શરૂઆતના દિવસોમાં અમે અમારા હાથમાં ‘માર્મિક’ (એક સામયિક, બાલાસાહેબ ઠાકરે તેના સંપાદક અને માલિક) રાખતા હતા. માર્મિક જોઈને લોકોને લાગતું કે આ માણસ પાસે પાવર છે, તે શિવસૈનિક છે. કેટલાક લોકો બેસવાની જગ્યા આપતા હતા.
આ પછી ગુજરાતી લોકોએ પણ ‘સામના’ અખબાર પોતાની સાથે રાખવાનું શરૂ કર્યું. શિવસેના સાથે કોઈ સંબંધ નથી, પરંતુ પોતાની સલામતી માટે તેઓ ‘સામના’ રાખતા હતા. શિવસેના બધા માટે રક્ષણ છે. તેને પાવર કહેવાય છે.