અમેઠીમાં ભાજપના કાર્યકરની હત્યા બાદ સ્મૃતિ ઈરાનીએ અર્થીને ખંભો આપ્યાની સાથે કહ્યું કે, હત્યારાઓને પાતાળમાંથી પણ શોધી લાવીશ
અમેઠીમાં ભાજપના કાર્યકર્તા અને સ્મૃતિ ઈરાનીના સૌથી નજીકના મનાતા કાર્યકર્તાની હત્યા થઈ છે. આ ઘટનાની જાણ થતા સ્મૃતિ ઈરાની તુરંત ગૌરીગંજ બરૌલિયા પહોંચી ગયા હતા. ભાજપના કાર્યકર્તા અને ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્ર સિંહના પરિવારને સાંત્વના આપી હતી. એટલું જ નહીં જ્યારે કાર્યકર્તાની સ્મશાનયાત્રા નીકળી ત્યારે સ્મૃતિએ સુરેન્દ્ર સિંહની અરથીને કાંધ પણ આપી હતી. સ્મૃતિની સાથે […]
અમેઠીમાં ભાજપના કાર્યકર્તા અને સ્મૃતિ ઈરાનીના સૌથી નજીકના મનાતા કાર્યકર્તાની હત્યા થઈ છે. આ ઘટનાની જાણ થતા સ્મૃતિ ઈરાની તુરંત ગૌરીગંજ બરૌલિયા પહોંચી ગયા હતા. ભાજપના કાર્યકર્તા અને ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્ર સિંહના પરિવારને સાંત્વના આપી હતી. એટલું જ નહીં જ્યારે કાર્યકર્તાની સ્મશાનયાત્રા નીકળી ત્યારે સ્મૃતિએ સુરેન્દ્ર સિંહની અરથીને કાંધ પણ આપી હતી. સ્મૃતિની સાથે યોગી સરકારના પ્રધાન મોહસિન રઝા પણ હાજર હતા.
નોંધનિય છે કે, સુરેન્દ્રસિંહે સ્મૃતિની જીતમાં ખૂબ મોટી ભૂમિકા નીભાવી હતી. સ્મૃતિ ઈરાની મોટાભાગે પ્રચાર-પ્રસાર વખતે સુરેન્દ્ર સિંહને તેમની સાથે જ રાખતા હતા. અમેઠીમાં સુરેન્દ્રનો પ્રભાવ ઘણાં ગામોમાં હતો અને તેનો ફાયદો સ્મૃતિ ઈરાનીને પ્રચાર પ્રસારમાં મળ્યો હતો.