Sidhu vs Amarinder: કોંગ્રેસમાં સમાધાનનાં એંધાણ, નવજોત સિદ્ધુ બાદ CM કેપ્ટન અમરિંદર સિંહે બોલાવી બેઠક

પંજાબમાં કોગ્રેંસ પાર્ટીમાં સમાધાનના એંધાણ જોવા મળી રહ્યા છે.નવજોત સિધ્ધુ બાદ CM અમરિંદર સિંહે તત્કાલિન બેઠક બોલાવતા પંજાબની રાજનિતીમાં બદલાવની આશંકા જોવા મળી રહી છે.

Sidhu vs Amarinder: કોંગ્રેસમાં સમાધાનનાં એંધાણ, નવજોત સિદ્ધુ બાદ CM કેપ્ટન અમરિંદર સિંહે બોલાવી બેઠક
Punjab CM Amarinder Singh calls meeting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 12:11 PM

Punjab Politics: પંજાબમાં કોંગ્રેસ પાર્ટીમાં (Congress) સમાધાનનો સિલસિલો યથાવત છે, ગુરૂવારે કેટલાક મંત્રીઓએ નવજોત સિધ્ધુ સાથે ચંદીગઢમાં બેઠક કરી હતી.ત્યારે આજે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર(Amarinder Singh) સિંહએ પાર્ટીના મહત્વના નેતાઓ અને મંત્રીઓ સાથે ફાર્મ હાઉસમાં તત્કાલિન બેઠક બોલાવી હતી.

વિધાનસભાની ચૂંટણી (Assembly Election) નજીકમાં છે. ત્યારે પંજાબમાં કોંગ્રેસ પાર્ટીમાં અંદોરો અંદર ચાલી રહેલા ધમાસાણને લઈને હાલ ચર્ચામાં છે.2017માં કોગ્રેસને સતામાં લાવનાર કેપ્ટન અમરિંદર સિંહ પાર્ટીથી નારાજ હોવાના અહેવાલ મળી રહ્યા છે.સુત્રો અનુસાર,નવજોત સિધ્ધુને કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે.ત્યારે મુખ્યપ્રધાન (CM) કેપ્ટન અમરિંદર સિંહએ બોલાવેલી તત્કાલિન બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે.

પંજાબના કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે (Harish Rawat) કહ્યું હતું કે,”CM અમરિંદર સિંહ અને નવજોત સિધ્ધુ સમાધાન માટે તૈયાર છે.અને આગામી 2022ની પંજાબની વિધાનસભાની ચૂંટણી પણ કેપ્ટન અમરિંદર સિંહના નેતુત્વમાં જ લડવામાં આવશે.” મહત્વનું છે કે,કોંગ્રેસ પ્રભારીએ આ વાત જણાવ્યા બાદથી જ સિધ્ધુને કોંગ્રેસના પ્રધાન બનાવવાની અટકળોએ વોગ પક્ડયો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઉલ્લેખનીય છે કે,સિધ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવાના સમાચારથી CM અમરિંદર નારાજ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ   CMના મીડિયા સલાહકારે આ અફવાનું ખંડન કર્યું હતું.

CM અમરિદંર સિંહે તત્કાલ બોલાવી બેઠક

સિધ્ધુએ નેતાઓ સાથે  મહત્વની બેઠક (Meeting) કર્યા બાદ,આજે  CM અમરિંદર સિંહે તત્કાલ બેઠક બોલાવી છે.આ બેઠકમાં રાજનીતિ સલાહકાર પ્રશાંત કિશોર અને અનેક મોટા નેતાઓ હાજરી આપશે.સુત્રો અનુસાર,આ બેઠક CMના નિવાસસ્થાન ચંદીગઢ(Chandigarh) માં યોજાશે.મહત્વનું છે કે, આ બેઠક બાદ પંજાબની રાજનીતિમાં (Politics) મોટો બદલાવ જોવા મળી શકે છે.

આ પણ વાંચો : PM Modi: મહારાષ્ટ્ર કેરળ સહિત 6 રાજ્યનાં મુખ્યપ્રધાન સાથે વડાપ્રધાન મોદીની આજે બેઠક, કોરોનાની સ્થિતિ પર ચર્ચા

આ પણ વાંચો : UP Assembly Election 2022: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને BJP એક્શનમાં, ચૂંટણીની રણનીતિને લઈને લખનઉમાં આજે મળશે BJPની મહત્વપૂર્ણ બેઠક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">