UP Assembly Election 2022: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને BJP એક્શનમાં, ચૂંટણીની રણનીતિને લઈને લખનઉમાં આજે મળશે BJPની મહત્વપૂર્ણ બેઠક

ઉપરપ્રદેશમાં 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને BJP એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે.ત્યારે આગામી ચૂંટણીની રણનિતીને લઈને લખનૌમાં BJPની જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળશે.

UP Assembly Election 2022: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને BJP એક્શનમાં, ચૂંટણીની રણનીતિને લઈને લખનઉમાં આજે મળશે BJPની મહત્વપૂર્ણ બેઠક
UP Assembly Election 2022: An important meeting of the BJP will be held in Lucknow today regarding the election strategy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 8:48 AM

UP Assembly Election 2022: ઉતરપ્રદેશમાં 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને BJP એ અત્યારથી જ ચૂંટણીની(Election) તૈયારીઓ આટોપી છે. ગુરુવારે યોજાયેલી BJPની બેઠકમાં અગાઉથી જ બેઠકનો એજન્ડા(Agenda) નક્કી કરવામાં આવ્યો હતો.

UPમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ કસર છોડવા માંગતી નથી. ત્યારે વિધાનસભાની ચૂંટણીને (Assembly Action) લઈને BJP એ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. લખનૌમાં આજે ભાજપ કાર્યકારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે.

જેમાં , આ બેઠકને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા(J P Nadda)બોધન કરશે. અને બેઠકમાં વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.મહત્વનું છે કે, આ અગાઉ ગુરુવારે પણ રાજ્ય અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં 16 જુલાઈએ યોજાનારી બેઠકનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો હતો.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આપને જણાવવું રહ્યું કે, BJP ચૂંટણીને લઈને સરકારની નીતિઓને લોકો સુધી પહોંચાડવા માટે ભાર આપ્યો છે. ગુરુવારે રાજ્ય અધિકારીઓની એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ,ભાજપ બૂથ કક્ષાએ સેવા કાર્યક્રમ (Program) ચાલુ રાખશે. મહત્વપૂર્ણ છે કે,આ બેઠક પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંઘની અધ્યક્ષતામાં મળી હતી. ઉપરાંત આ બેઠકમાં CM યોગી,(CM Yogi Aditya Nath) સંગઠન પ્રધાન સુનિલ બંસલ, રાજ્ય પ્રભારી રાધા મોહન સિંહ સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. પરંતુ, ડેપ્યુટી CN કેશવ મૌર્ય આ બેઠકમા હાજર રહ્યા નહોતા.

જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળશે બેઠક

લખનઉમાં આજે યોજાનારી BJPની મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન (Central Minister)સ્મૃતિ ઈરાની, ડો.મહેન્દ્ર નાથ અને રાષ્ટ્રીય મહામંત્રી અરૂણ સિંહ પણ ઉપસ્થિત રહેશે. જ્યારે,જેપી નડ્ડા આ બેઠકને સંબોધન કરશે.ઉપરાંત,આ બેઠકમાં CM યોગી સહિત ઉતરપ્રદેશના મોટા અધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવશે.

ભાજપ કાર્યકારી સમિતિની બેઠક ચાર સત્રમાં યોજાશે

મળતા અહેવાલ મુજબ,ભાજપ કાર્યકારી સમિતિની બેઠક મુખ્યત્વે ચાર સત્રમાં (four sessions)યોજાશે. આજે યોજાનારી પ્રથમ સત્રની બેઠકમાં જેપી નડ્ડા ઉદ્ઘાટન સત્રને સંબોધન કરશે. જ્યારે, બીજા સત્રમાં શોક અને રાજકીય ઠરાવ થશે. જેમાં રાધા મોહન સિંહ મહત્વની ભૂમિકા નિભાવશે.ઉપરાંત,ત્રીજા સત્રમાં ચૂંટણીની રણનીતિ અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેનીય છે કે, ચોથા સત્રને CM યોગી સંબોધન કરશે.

આજે યોજાનારી બેઠકમાં અગાઉથી જ એજન્ડા નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે, UPમાં વિધાનસભાની ચૂંટણીની રણનિતીને લઈને BJPએ ઉતરપ્રદેશવાસીઓને રીઝવવાની તૈયારી શરૂ કરી છે. પરંતુ, આ રણનિતી ચૂંટણીમાં કામ લાગશે કે કેમ એ તો વિધાનસભાના પરિણામો જ બતાવશે.

આ પણ વાંચો: PM Modi 16 જુલાઇએ કરશે ગુજરાતમાં મહત્વના પ્રોજેકટોનું વર્ચ્યુ્લી લોકાર્પણ

આ પણ વાંચો: Lucknow Terror Case: અલકાયદાનું હવે ઈ રિક્શા સાથે કનેક્શન સામે આવ્યું, UP ATSની પૂછપરછમાં વાંચો શું થયો મોટો ખુલાસો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">