AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોતાના બળે જીતી જતા હોય એમ માનનારા ખાંડ ફાંકજો, કાર્યકરોના બળ પર જીતો છો: સી.આર.પાટીલ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રવાસે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા હતા. ઉતર ગુજરાતના છેલ્લા દિવસના પ્રવાસને લઈને આજે હિંમતનગર અને મોડાસામાં બેઠક યોજી હતી. આ દરમ્યાન સીઆર પાટીલે તેમના પદ સંભાળ્યા ત્યારથી રહેલા તેજ તર્રાર તેવર પ્રમાણે જ આજે હિંમતનગરમાં કાર્યકર્તાઓની બેઠક દરમ્યાન પોતાની વાતો રજુ કરી હતી. ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર […]

પોતાના બળે જીતી જતા હોય એમ માનનારા ખાંડ ફાંકજો, કાર્યકરોના બળ પર જીતો છો: સી.આર.પાટીલ
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:24 PM
Share

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રવાસે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા હતા. ઉતર ગુજરાતના છેલ્લા દિવસના પ્રવાસને લઈને આજે હિંમતનગર અને મોડાસામાં બેઠક યોજી હતી. આ દરમ્યાન સીઆર પાટીલે તેમના પદ સંભાળ્યા ત્યારથી રહેલા તેજ તર્રાર તેવર પ્રમાણે જ આજે હિંમતનગરમાં કાર્યકર્તાઓની બેઠક દરમ્યાન પોતાની વાતો રજુ કરી હતી. ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ધારાસભ્યોએ પોતાના કાર્યકર્તાઓનું કામ કરવા માટે સુચના આપતા આકરા તેવર દર્શાવતા કડકાઈથી કહ્યુ હતુ કે જે ધારાસભ્યો એમ સમજતા હોય કે પોતે ચૂંટાઈ જાય છે તો તે પોતાની રીતે ચૂંટાતા હોય એવુ માનતા હોય તો ખાંડ ફાંકે, બાકી તેઓ કાર્યકર્તાઓના કારણે જીતે છે માટે કાર્યકર્તાઓના કામ કરે અને તેમને સાંભળે.

Potana bale jiti jata hoy em mannara khand fankjo karyakaro na bal par jito cho: CR Patil

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Potana bale jiti jata hoy em mannara khand fankjo karyakaro na bal par jito cho: CR Patil

પ્રદેશ ભાજપના અધ્યક્ષના આકરા તેવર દર્શાવતા વેણને લઈને ઉપસ્થિત કાર્યકર્તાઓ અને પક્ષ માટે રાતદિવસ પરીશ્રમ કર્તા સભ્યોના ચહેરાની લકીરો આનંદથી બદલાઈ ગઈ હતી કે, પાર્ટીમાં હવે પોતાની ચિંતા થવા લાગી છે અને આ વાતની અપેક્ષા છેલ્લા કેટલાય સમયથી કાર્યકરો સેવી રહ્યા હતા. ધારાસભ્યો અને સાંસદ સભ્યો પોતાના મત વિસ્તારમાં ચૂંટાઇ આવ્યા બાદ જાણે કે પોતાની જીતને કેટલીકવાર વ્યક્તિગત શ્રમને શ્રેય આપતા હોય એમ  લાગતુ હોય છે. પરંતુ આ જ વાતને સીઆર પાટીલે આજે જાહેરમાં છેડીને ચૂંટાયેલા સભ્યોને ફરી એકવાર ચોંકાવી દીધા હતા અને તેમને હવે કાર્યકરોની ચિંતા કરવા માટેનું દિશા સુચન હિંમતનગરની બેઠકમાં કર્યુ હતુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Potana bale jiti jata hoy em mannara khand fankjo karyakaro na bal par jito cho: CR Patil

વિધાનસભાની બેઠક ગુમાવવાની વાતને લઈને સીઆર પાટીલે ટકોર કરી હતી કે વિધાનસભા બેઠક જીતવી એ મોટી વાત છે અને આ બાબત પર સંગઠન પણ સ્થાનિક સ્તરે ધ્યાન આપે અને ગુમાવેલી બેઠકોને કેવી રીતે જીતી શકાય તે દિશામાં પણ સંગઠને કામ કરવા પર ભાર મુક્યો હતો. સીઆર પાટીલ હિંમતનગરમાં આવતા અગાઉ તેમના સ્વાગતના વિવિધ કાર્યક્રમો મોકુફ કરી દેવાયા અને તેઓ સીધા જ હિંમતનગર ટાઉન હોલ ખાતે બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ લાંબો સમય ફાળવ્યો હતો અને કાર્યક્રમને અંતે 650થી વધુ કાર્યકર્તાઓ સાથે એક પછી એક ફોટો પડાવી તે ફોટોને ફ્રેમ સાથે હોલ ખાતે તરત જ કાર્યકરોને આપવામાં આવતા કાર્યકર્તાઓમાં પણ આનંદ વ્યાપ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">