ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવની પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ કહ્યું ‘દેશવિરોધીઓ કો સૈના સે ડર લગ રહ્યાં હૈ તો, યહ ડર અચ્છા હૈ’
પાકિસ્તાનમાં આતંકવાદ વિરુધ્ધ એર-સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન પર પ્રહારો કરી રહ્યાં છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દુશ્મનો પર વાકપ્રહારો કરીને ફટકાર લગાવી હતી. પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય વાયુસેનાએ આતંકવાદીઓના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતાં. આ પગલાં પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુશ્મનોને આપણા દેશના સૈનિકોના પરાક્રમથી ડર લાગે છે તો આ ડર […]
પાકિસ્તાનમાં આતંકવાદ વિરુધ્ધ એર-સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન પર પ્રહારો કરી રહ્યાં છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દુશ્મનો પર વાકપ્રહારો કરીને ફટકાર લગાવી હતી.
પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય વાયુસેનાએ આતંકવાદીઓના અડ્ડાઓને નિશાન બનાવ્યા હતાં. આ પગલાં પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુશ્મનોને આપણા દેશના સૈનિકોના પરાક્રમથી ડર લાગે છે તો આ ડર સારો છે. તેમણે વધુમાં કહ્યું કે આ ભારત બદલાઈ ગયું છે. તેમણે એર-સ્ટ્રાઈક બાબતે કહ્યું કે કોઈ હવે ભારતને આંખ પણ દેખાડી શકે તેમ નથી.વ
શનિવારના રોજ એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે ભારત આજે એક નવી નીતિ પર ચાલી રહ્યું છે. આજનું ભારત નિડર, નિર્ભીક અને નિર્ણાયક છે. દેશની અંદર અને બહાર બંને જગ્યાએ દેશવિરોધી લોકોમાં ડર પૈદા થયો છે. આજના વાતાવરણમાં આ ડર સારો છે. આતંકીઓના આકાઓમાં સૈનિકોના શૌર્યનો ડર છે તો ડર સારો છે.