અમદાવાદને મળી અદ્યતન નવી સિવિલ હોસ્પિટલ, હવે લોકોને મળશે આ તમામ પ્રકારની હાઈટેક તબીબી સુવિધાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ સિવિલ  હોસ્પિટલના પરિસરમાં નવ-નિર્મિત 4 જેટલી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આ ચાર હોસ્પિટલના લોકાર્પણ બાદ હવે ઘણીબધી અત્યાધુનિક તબીબી સુવિધાઓનો લાભ લોકો લઈ શકશે. પીએમ મોદીએ સાંજે અમદાવાદની સિવિલ હોસ્પિટલના 4 બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. જેમાં કેન્સર, આંખ, ડેન્ટલ, મહિલા બાળકો અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો સમાવેશ થાય છે. કેન્સર હોસ્પિટલની વાત કરીએ તો, […]

અમદાવાદને મળી અદ્યતન નવી સિવિલ હોસ્પિટલ, હવે લોકોને મળશે આ તમામ પ્રકારની હાઈટેક તબીબી સુવિધાઓ
Follow Us:
| Updated on: Mar 04, 2019 | 1:55 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ સિવિલ  હોસ્પિટલના પરિસરમાં નવ-નિર્મિત 4 જેટલી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આ ચાર હોસ્પિટલના લોકાર્પણ બાદ હવે ઘણીબધી અત્યાધુનિક તબીબી સુવિધાઓનો લાભ લોકો લઈ શકશે.

પીએમ મોદીએ સાંજે અમદાવાદની સિવિલ હોસ્પિટલના 4 બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. જેમાં કેન્સર, આંખ, ડેન્ટલ, મહિલા બાળકો અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો સમાવેશ થાય છે. કેન્સર હોસ્પિટલની વાત કરીએ તો, 590 બેડ ધરાવતી આધુનિક હોસ્પિટલ હશે. જેમાં 19 હાઈ-એન્ડ ઓપરેશન થિયેટર છે. 3T MRI, સાયબર નાઈફ જેવા હાઈટેક સાધનો છે. 3 સ્ટાર ગ્રીન રેટિંગ બિલ્ડિંગમાં આધુનિક ન્યુમેટીક સિસ્ટમની સુવિધા છે.

આંખની હોસ્પિટલની વાત કરીએ તો, 255 બેડ ધરાવતા અદ્યતન હોસ્પિટલ હશે. કોર્નિયા, રેટિના, ઓક્યુલોપ્લાસ્ટી, કોમ્યુનિટી ઓપ્થાલોમોલોજી, સ્કિવન્ટ અને ગ્લુકોમા માટે ક્લિનિક્સ હશે. 10 અત્યાધુનિક ઓપરેશન થિયેટરનો પણ સમાવેશ થાય છે. 2 મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. આ ઈમારતમાં આઈ બેન્ક અને ઓપ્ટોમેટ્રી સંકુલ હશે. દાંતની હોસ્પિટલમાં અત્યાધુનિક 360 ડેન્ટલ ચેર રાખવામાં આવી છે. બાળકો માટે અલાયદો વિભાગ બનાવવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં દાંતના તમામ રોગની સારવારની સુવિધા મળશે. ઓરલ કેન્સર-પ્રિકેન્સરનું નિદાન અને ઇમ્પ્લાન્ટ અને કોસ્મેટિક ડેન્ટીસ્ટ્રી થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

મહિલા બાળ અને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં માતા અને બાળકો માટે 600 બેડની સુવિધા મળે તેવી તૈયારી કરવામાં આવી છે. જેમાં 100 બેડ NICU સાથેની વ્યવસ્થા હશે. પીડીયાટ્રીક સર્જરી, ન્યુરો મેડિસીન, ન્યુરો, સર્જરી, સી.ટી.વી.એસ, એન્ડોક્રાઈનોલોજી, સ્પાઈન એન્ડ જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી આ હોસ્પિટલમાં થઈ શકશે. આ નવી હોસ્પિટલમાં 27 મોડ્યુલર ઓપરેશન થિયેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સંપૂર્ણપણે ઓટોમેટેડ CSSDની સુવિધા રાખવામાં આવી છે. આ હોસ્પિટલના 4 બિલ્ડિંગના લોકાર્પણ બાદ પીએમ મોદી જાહેર સભાને પણ સંબોધન કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
g clip-path="url(#clip0_868_265)">