મોદી સરકારનું મિશન નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર, NPRનો વિરોધ કરવામાં મમતા બેનર્જી મોખરે
મોદી સરકાર નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર NPRની તરફ આગળ વધી રહી છે. સૂત્રો પ્રમાણે આગામી મંગળવારે યોજાનારી કેબિનેટની બેઠકમાં નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરના અપડેશન અને વસ્તી ગણતરીને મંજૂરી મળી શકે છે. Web Stories View more કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ […]
મોદી સરકાર નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર NPRની તરફ આગળ વધી રહી છે. સૂત્રો પ્રમાણે આગામી મંગળવારે યોજાનારી કેબિનેટની બેઠકમાં નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરના અપડેશન અને વસ્તી ગણતરીને મંજૂરી મળી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચોઃ ભરુચમાં 140 રૂપિયા સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ, લોકોએ લીલી ડુંગળીને બનાવ્યો ભોજનનો વિકલ્પ
નાગરિકતા સંશોધન કાનૂન અને નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન પર દેશભરમાં હિંસાનું વાતાવરણ છે. આ પ્રકારના વાતાવરણ વચ્ચે સરકાર નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરની તરફ આગળ વધી રહી છે. કેન્દ્રીય ગૃહ વિભાગે આ માટે કેબિનેટ પાસેથી 3,941 કરોડ રૂપિયાની માગણી પણ કરી છે. NPRનો ઉદેશ્ય દેશના સામાન્ય રહીશોની ઓળખનું એક ડેટાબેઝ બનાવવાનું છે. આ ડેટામાં જનસંખ્યાની સાથે બાયોમેટ્રિક જાણકારી પણ હશે.
જો કે, CAA અને NRCનો વિરોધ એ રાજ્યમાં થઈ રહ્યો છે જ્યાં ભાજપની સરકાર નથી. જેમાં સૌથી આગળ બંગળાના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. CAA અને NRCને લઈ મોદી સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલનારા મમતા બેનર્જીએ બંગાળમાં NPR પર ચાલુ કામગીરીને પણ રોકી દીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો