AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું પત્નીને મનપસંદ સીટ ના મળવાથી નારાજ છે સિદ્ધૂ?, 20 દિવસથી નથી કરી કોઈ સાથે વાત

પંજાબ સરકારના મંત્રી નવજોત સિદ્ધૂ નારાજ થઈ ગયા હોય તેવુ લાગી રહ્યું છે. નવજોત સિદ્ધૂ 20 દિવસથી કોઈની સાથે વાત નથી કરી રહ્યા અને કોઈને મળતા પણ નથી. નવજોત સિદ્ધૂની પત્નીને મનપસંદ ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસથી નારાજ થયા હોય તેવુ લાગી રહ્યું છે. હકીકતમાં જોઈએ તો તેમની પત્ની નવજોત કૌર સિદ્ધૂને પંજાબની ચંદીગઢ બેઠક […]

શું પત્નીને મનપસંદ સીટ ના મળવાથી નારાજ છે સિદ્ધૂ?, 20 દિવસથી નથી કરી કોઈ સાથે વાત
| Updated on: Apr 03, 2019 | 9:46 AM
Share

પંજાબ સરકારના મંત્રી નવજોત સિદ્ધૂ નારાજ થઈ ગયા હોય તેવુ લાગી રહ્યું છે. નવજોત સિદ્ધૂ 20 દિવસથી કોઈની સાથે વાત નથી કરી રહ્યા અને કોઈને મળતા પણ નથી.

નવજોત સિદ્ધૂની પત્નીને મનપસંદ ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસથી નારાજ થયા હોય તેવુ લાગી રહ્યું છે. હકીકતમાં જોઈએ તો તેમની પત્ની નવજોત કૌર સિદ્ધૂને પંજાબની ચંદીગઢ બેઠક પરથી ચૂંટણી લડાવવા માગતા હતા. પરંતુ પાર્ટી હાઈ કમાન્ડ ચંદીગઢની બેઠક પર વરિષ્ઠ નેતા પવન બંસલને ટિકિટ આપવાની જાહેરાત કરી છે. નવજોત કૌર સિદ્ધૂ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, તે અંગે કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી.

નવજોત કૌર સિદ્ધૂને પંજાબની અમૃતસર બેઠકની ટિકિટ આપવામાં આવી શકે છે. અમૃતસર બેઠક ઘણી મહત્વની માનવામાં આવે છે અને આ પહેલા થયેલી લોકસભા ચૂંટણીમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ બેઠક પરથી ભાજપના વરિષ્ઠ નેતા અને હાલના નાણામંત્રી અરુણ જેટલીને હરાવ્યા હતા.

નવજોત સિંહ સિદ્ધૂને આ પહેલા થયેલી લોકસભા ચૂંટણીમાં અમૃતસરથી ટિકિટ ન આપવામાં આવતા ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. હવે એક વાર ફરીથી નવજોત સિદ્ધૂને નિરાશા હાથ લાગી છે. કોંગ્રેસે અમૃતસર બેઠક પર વર્તમાન ધારાસભ્ય ગુરજીત સિંહ ઓજલાને ટિકિટ આપી દીધી છે.

સૂત્રો મુજબ નવજોત સિદ્ધૂની નારાજગીનુ એક કારણ એ પણ દેખાઈ રહ્યું છે કે, હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પંજાબના મોગામાં કરવામાં આવેલી રેલીને સંબોધીત કરી હતી. આ રેલીમાં નવજોત સિંહ સિદ્ધૂને આમંત્રણ આપવામાં આવ્યુ ન હતુ. આ સિવાય નવજોતિ સિંહ સિદ્ધૂનું નામ છત્તીસગઢ માટે નક્કી કરવામાં આવેલી પ્રચારકોની યાદીમાંથી લખવામાં આવેલું નથી.

નવજોત સિદ્ધૂ અને અમરિન્દર સિંહની વચ્ચેના સંબંધો હાલમાં સારા ચાલી રહ્યા નથી. સિદ્ધૂએ જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી અને પાકિસ્તાન આર્મીના ચિફ ઓફિસરના ગળે મળ્યા હતા. ત્યારે તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આથી અમરિન્દર સિંહે તેમનો વિરોધ કર્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">