નરેન્દ્ર મોદીઃ છેલ્લા વીસ વર્ષથી આફતને અવસરમાં પલટતા રાજનેતા

નરેન્દ્ર મોદીઃ છેલ્લા વીસ વર્ષથી આફતને અવસરમાં પલટતા રાજનેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પોતાની આગવી સુઝથી પ્રજા કે રાજ્ય-દેશ ઉપર આવતી આફતને અવસરમાં ફેરવી નાખી છે. આફતને અવસરમાં ફેરવ્યાના કેટલાક બનાવો તો ભારતના ઈતિહાસના પન્ને પણ નોંધાઈ ચૂક્યા છે. ભૂકંપ બાદ પુનઃસ્થાપન મુદ્દે -કોમી રમખાણોથી ભાજપની બગડેલી છબી સુધારી ગુજરાતમાં 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ પુનઃસ્થાપન અને પુનઃનિર્માણ મુદ્દે ગુજરાતમાં ભાજપની છબી ધૂંધળી થઈ રહી […]

Bipin Prajapati

|

Oct 07, 2020 | 3:14 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પોતાની આગવી સુઝથી પ્રજા કે રાજ્ય-દેશ ઉપર આવતી આફતને અવસરમાં ફેરવી નાખી છે. આફતને અવસરમાં ફેરવ્યાના કેટલાક બનાવો તો ભારતના ઈતિહાસના પન્ને પણ નોંધાઈ ચૂક્યા છે.

ભૂકંપ બાદ પુનઃસ્થાપન મુદ્દે -કોમી રમખાણોથી ભાજપની બગડેલી છબી સુધારી

ગુજરાતમાં 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ પુનઃસ્થાપન અને પુનઃનિર્માણ મુદ્દે ગુજરાતમાં ભાજપની છબી ધૂંધળી થઈ રહી હતી. ત્યારે મુખ્યપ્રધાન તરીકે કેશુભાઈ પટેલના સ્થાને 7 ઓક્ટોબર 2001મા નરેન્દ્ર મોદી આરુઢ થયા. જો કે 2002ના ફેબ્રુઆરી અને માર્ચમાં ગોધરા ટ્રેનકાંડના પગલે, સમગ્ર રાજ્યમાં કોમી હુલ્લડ ફાટી નિકળ્યા. જેના કારણે ગુજરાત-દેશ અને ભાજપનું નામ વિશ્વભરમાં ખરડાયું. કાયદા ક્ષેત્રે કડકાઈ દાખવીને ગુજરાતમાં કોમી હુલ્લડને અને કરફ્યુને ભૂતકાળ બનાવ્યા.અને રાજ્યમાં શાંતિનો માહોલ પ્રસ્થાપિત કર્યો.

જો કે ભાજપની છબી વધુ ઉજ્જવળ કરવા માટે નરેન્દ્ર મોદીએ, સદભાવના ઉપવાસ કર્યા. ગુજરાતના અર્થતંત્રને વધુ મજબૂત કરવા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરીને મૂડીરોકાણ આકર્ષ્યુ. વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાને જોઈને પાછળથી દેશના અન્ય પ્રદેશો પણ અનુસર્યા. ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે પ્રજાકલ્યાણલક્ષી કામગીરીથી ગુજરાત મોડલ બનાવ્યું. ગુજરાત મોડલના મુદ્દે દેશમાં કુશળ વહીવટકર્તાની ઓળખ મેળવીને 2014માં ભાજપને મોદીના નેતૃત્વમાં જીત અપાવી. સતત બે વાર બિન કોંગ્રેસી પક્ષ તરીકે ભાજપ અને તેના સાથીપક્ષોને કેન્દ્રમાં સત્તા હાંસલ કરાવડાવી.

ઉરી હુમલો- સર્જીકલ સ્ટ્રાઈક

જમ્મુ કાશ્મીરના ઉરી ખાતે સૈન્ય છાવણીમાં પાકિસ્તાન આતંકીઓએ કરેલા હિચકારા હુમલાનો બદલો સર્જીકલ સ્ટ્રાઈક લઈને લીધો. રાષ્ટ્ર રક્ષા માટે કોઈ જ સમાધાન નહી એ નરેન્દ્ર મોદીએ સાબિત કર્યું. ચુનંદા સૈન્ય જવાનોને પૂરી તૈયારી સાથે પાકિસ્તાનમાં ચાલતા આંતકી કેમ્પમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. એટલુ જ નહી આ મુદ્દે વૈશ્વિક કક્ષાએ પાકિસ્તાન એકલુ અટુલુ પડે તે માટે રાજદ્વારી પગલા લઈને વિશ્વને એકમત ઉપર લાવ્યા. આવી જ બીજી ઘટના જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે સીઆરપીએફના જવાનોના કાફલા પર પાક સમર્થિત આંતકીઓએ કરેલા હુમલાનો બદલો એર સ્ટ્રાઈકથી લીધો. જો કે ભારતના પાયલટ પકડાઈ જતા, રાજદ્વારી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાનની પકડમાંથી ભારતીય પાયલટને મુક્ત કરાવડાવ્યો. આ ઘટનાએ પાકિસ્તાનને ભારતમાં આતંકી હુમલા કરાવતા પહેલા વિચાર કરતા મુકી દીધા. અને પાક સમર્થિત આતંકી હુમલાઓની ઘટનાઓને પણ નહીવત થઈ ગઈ.

આઈઓસી (ઓેર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન)ની બેઠકમાં ભારતને સ્થાન, પાકિસ્તાનને એકલુ અટુલુ પાડ્યુ

વિશ્વમાં મુસ્લિમ દેશના સંગઠન તરીકે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન કે જે ટુંકમાં IOC તરીકે જાણીતુ છે. નરેન્દ્ર મોદીએ, કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યાં બાદ, IOCના સભ્ય દેશોમાં ભારત માટેની વિચારસરણી બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી. IOCના સભ્ય દેશોમાં ભારતની આગવી છાપ ઊભી કરી. એટલુ જ નહી, ભારત મુસ્લિમ દેશ ના હોવા છતા, IOCની બેઠકમાં ભારતને વિશેષ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું. જેની સામે પાકિસ્તાને IOCથી અલગ પડવાની ઘમકી ઉચ્ચારવા સહીતના અનેક ઘમપછાડા કર્યા છતા તેને IOCએ ગણકાર્યા નહી. જે સાબિત કરે છે કે, ભારત અને નરેન્દ્ર મોદીને મુસ્લિમ રાષ્ટ્રોને, પાકિસ્તાનની વાતોમાં આવ્યા વીના સ્વીકાર્ય છે.

આ વાતનો પરચો ત્યારે મળ્યો જ્યારે જમ્મુ કાશ્મિર માટે બંધારણની વિશેષ કલમ 370 અને 35-એ નાબુદ કરી. આ ઘટનાથી જમ્મુ કાશ્મિરમાં પાકિસ્તાન તરફી જુવાળ ફાટી નિકળવાની દહેશત ઊભી કરી હતી તેવું કાઈ ના થયું. પાકિસ્તાન કલમ 370 અને 35 એ ની ઘટનાને મોટો મુદ્દો બનાવીને વિશ્વના તમામ મુસ્લિમ દેશોમાં ફરી વળ્યું. પરંતુ એક-બે સિવાય એક પણ દેશે પાકિસ્તાનની વાત સાંભળી નહી. અને ભારતની પડખે ઊભા રહ્યાં. પાકિસ્તાનને કાશ્મિર મુદ્દે એકલુ એટલુ પાડ્યુ.

ગલવાન ઘાટી

લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતના સૈન્ય જવાનો વચ્ચે થયેલા ધર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. આ ઘટનાને નરેન્દ્ર મોદીએ સૈન્ય અને રાજદ્વારી પગલાથી ચીનનો હાથ આમળ્યો. ચીનની અવળચંડાઈને તાબે થયા વિના જ મોદીએ ભારતીય સૈન્યને ચીન સામે ગોળીબાર કરવાની છુટ આપી. ચીન સરહદે પહેલા ગોળીબાર નહી કરવાના કરારને પણ નહી અવગર્ણવા સૈન્યને કહ્યું. ભારતના સૈન્ય જવાનોની હિંમતને બિરદાવવા માટે તેમની વચ્ચે સરહદ પર ગયા. ચીનને વિસ્તારવાદી ગણાવ્યુ અને ચીનના પડોશી દેશ સહીત વિશ્વને ચીનના વિસ્તારવાદને તાબે નહી થવા હાંકલ કરી. ભારતીય જવાનોએ દાખવેલા શૌર્યની પ્રશંસા કરી. ચીનની તમામ ગતિવિધીઓથી અવગત રહી શકાય તેવા લદ્દાખના વ્યૂહાત્મક સ્થળોએ ભારતીય સૈન્યે કબજો જમાવ્યો. આ સ્થળેથી ભારતીય સૈન્યને દુર કરવા માટે ચીન છેલ્લા ચાર મહિનાથી મથી રહ્યું છે. પરંતુ સૈન્ય અને ભારત સરકાર ચીનને મચક આપતુ નથી.

ભાજપને મજબૂત નેતૃત્વ પૂરૂ પાડ્યુ ભારતીય જનત પાર્ટીને મજબુત નેતૃત્વ મોદીએ પૂરુ પાડ્યુ છે. એક સમયે અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ભૈરોસિહ શેખાવત, રાજમાતા વિજયારાજે સિંધિયા જેવા દિગ્ગજ રાજનેતાઓ ભાજપને નેતૃત્વ પુરુ પાડી રહ્યાં હતા. આવા સમયે ભાજપ 2004 અને 2009ની ચૂંટણીમાં હાર્યુ. એની સાથે જ ભાજપની અંદર જ ભાજપને વધુ મજબુત કરી શકે અને નેતૃત્વ પુરૂ પાડનારા સર્વસ્વીકૃત હોય તેવા નેતાની શોધ ચાલી. જે ગોવામા મળેલી રાષ્ટ્રીય કારોબારીમાં પૂરી થઈ. ગોવામાં રાજનાથસિંહના અધ્યક્ષસ્થાને મળેલી રાષ્ટ્રીય કારોબારીમાં ભાજપે લોકસભાની આવનારી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને જવાબદારી સોપવાનું નક્કી થયું. અને નરેન્દ્ર મોદીએ એક પછી એક જવાબદારીઓ ઉપાડીને ભાજપને કેન્દ્રમાં સત્તા અપાવીને પક્ષની નેતૃત્વની મુંજવણ દુર કરી. ગુજરાત અને દેશમાં નરેન્દ્ર મોદીએ કરેલા શાસનને પગલે, રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં મોદી એ માત્ર નેતા જ નહી મત ખેચી લવનાર રાજનેતા પણ સાબિત થયા છે.

આ પણ વાંચોઃસતત 20 વર્ષથી સરકારનું સુકાન સંભાળીને નરેન્દ્ર મોદીએ, ગુજરાત અને ભારતને મોખરાના સ્થાને પહોચાડ્યુ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati